SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ઇંદુમતીબહેન એટલે સાદગીનો નમૂનો. એમનાં આચાર, વિચાર અને કાર્યમાં શુદ્ધતા અને નિખાલસતા જણાતાં. એક ધનાઢ્ય કુટુંબનું ફરજંદ હોવા છતાં, અહમ્ છોડીને એમણે આમ જનતા સાથે એકરૂપતા સાધી. ગુજરાતની ભૂમિ પર થઈ ગયેલાં નારીરત્નોમાં ઇંદુમતીબહેન અગ્રસ્થાને છે. —એમનું અવસાન ૧૧-૩-૧૯૮૫માં થયું. એમની જીવનસૌરભ ચંદનની પેઠે મઘમઘે છે. —શ્રી ચંદ્રકાન્ત ઉપાધ્યાય સેવામૂર્તિ જુગતરામભાઈ જેમને ઉમાશંકર જોષીએ આત્મરચનાના કવિ' કહ્યા તે છે જુગતરામભાઈ. ગાંધીવિચારના આ ઋત્વિજ દેખાવે શાંત, સૌમ્ય, વ્યવહા૨ે નમ્ર અને નિરાડંબર, વિચારે સરળ, સ્પષ્ટ અને અડગ, જેમણે પોતાના વતનથી દૂર આદિવાસીઓ વચ્ચે જઈને લગભગ શતાયુ થવા આવ્યા ત્યાં સુધીનું સુદીર્ઘ આયુષ્ય તેમની સેવા–ખંત અને નિષ્ઠાથી કરવામાં જ વિતાવ્યું. ઈ.સ. ૧૮૮૮ની પહેલી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલ લખતર ગામમાં જન્મ થયો. નાની વયમાં પિતા ગુમાવ્યા. માતા અને દાદા ગણપતરામભાઈએ છત્રછાયા અને ધર્મમય જીવનના સંસ્કાર આપ્યા. વઢવાણ અને ધ્રાંગધ્રાના શિક્ષકો પાસેથી જે શીખ્યા તે સંસ્કૃત ભાષા અને સ્વદેશી માટેનો પ્રેમ. મોટાભાઈ મુંબઈ હતા. મેટ્રિકની પરીક્ષા માટે મુંબઈ ગયા. મેટ્રિકમાં તો પાસ ન થયા પણ સ્વામી આનંદ સાથેના પરિચયે જીવનને નવો વળાંક આપ્યો. ગીતા, ઉપનિષદ અને અધ્યાત્મ તરફ રુચિ વધી. સાહિત્યપ્રેમ વધ્યો. કાકાસાહેબ કાલેલકર વડોદરા હતા. ત્યાં તેમના પરિવાર સાથે રહીને બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા તેમને રવીન્દ્રનાથ ટાગોરના બાળસાહિત્ય સુધી લઈ ગઇ. બાળકના મનનો પરિચય કરાવ્યો. સ્વામી આનંદ અને કાકાસાહેબની આંગળી ઝાલી અમદાવાદ પહોંચ્યા. ‘નવજીવન' પત્રોના સંપાદનમાં મદદ કરતાં કરતાં સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગોમાં પણ ઓતપ્રોત થયા. ગાંધીવિચારનો સ્પર્શ થયો. જીવન માટે દિશા જડી. વળી એક વળાંક–ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ જનઆંદોલન અને સત્યાગ્રહ માટે તૈયાર થવા લાગી. સુરત જિલ્લાના બારડોલીમાં જુગતરામભાઈ આવ્યા ‘નવજીવન’ પત્રોના પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે રાષ્ટ્રીયશિક્ષણ, અસ્પૃશ્યતાનિવારણ–નશામુક્તિ અને Jain Education International ધન્ય ધરા ખાદીકામ જેવાં કામ લઈને ગામડાંઓ બેઠાં કરવાના કામમાં લાગી જાવ. આવાં કામોમાં જોડાયેલા, બારડોલી અને આસપાસના પ્રદેશમાં કામ કરતા સેવકોના કામની વાતો અને પશુથીય બદતર જીવન જીવતાં આદિવાસીઓનાં દુ:ખો વિષે લખવા લાગ્યા. આ પ્રજા, આ પ્રદેશ જાણે તેમને બોલાવતાં હતાં. અમદાવાદ છોડી દીધું. વેડછીમાં ચૂનીભાઈ મહેતા ખાડીકામ કરતા હતા, તેમની સાથે રહીને શિક્ષણકાર્ય ઉમેરીને કામ કરવા લાગ્યા. સાબરમતીના રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગો અહીં કામ લાગ્યા. જુગતરામભાઈની મૌલિકતા, સર્જકતા અને કલ્પનાશીલતા ખીલી ઊઠી. વેડછીના શિક્ષણની અસર એટલી વ્યાપક બની કે તે ‘રાનીપરજની આંખ’ સમી વહાલુડી વેડછી બની રહી. આઝાદી માટેની એ લડાઈમાં સત્યાગ્રહના જુવાળથી કોઈ ગાંધીજન અલિપ્ત રહી જ ન શકે. ૧૯૨૮ના ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહમાં પ્રસંગો, સમાચારો અને નેતાઓનાં પ્રવચનોની નોંધો તેમની કલમે લખાઈને લોકોમાં જોમ જુસ્સો વધારવામાં ખૂબ અમૂલ્ય ફાળો આપતી હતી. દાંડીકૂચ વખતે યાત્રા જ્યારે સુરત જિલ્લામાં હતી ત્યારે તેની વ્યવસ્થામાં ગાંધીનાં પ્રવચનોની નોંધો–અહેવાલ લખવામાં પ્રશંસનીય કામ કર્યું. ૧૯૩૮માં બારડોલી તાલુકાના હિરપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. દેશભરમાંથી મોટા મોટા નેતાઓથી માંડીને કાર્યકર્તાઓના વિશાળ સમુદાયની હાજરીવાળા એ અધિવેશનમાં સફાઈકામની સંપૂર્ણ જવાબદારી જુગતરામભાઈએ સંભાળી. આ બધાં જ કામોમાં વેડછીના યુવાનોનો સાથ લીધો. ગાંધીજી સહિતના દેશનેતાઓની ભરપૂર પ્રશંસા મળી. આ બધા કાર્યક્રમોએ, સત્યાગ્રહે આદિવાસી પ્રજામાં ઉત્સાહ જગાડ્યો, જાગૃતિ આણી. લોકો તુચ્છકારથી જેને ‘દૂબળા’, નરડા કહી ધૂત્કારતી તેઓ ‘હળપતિ' નામે અને ‘કાળીપરજ’ નામે ઓળખાતા આદિવાસીઓને ‘રાનીપરજ તરીકે સંબોધવા લાગ્યા. પોતાની પરિસ્થિતિમાં સુધારો લાવવા તેઓ સક્રિય બનવા લાગ્યા. ગાંધીજીની પડખે રહેનારા, અંગ્રેજી શાસકોને ખટક્યા વગર કેમ રહે? જુગતરામભાઈએ ૧૯૩૦થી ૪૨ સુધી અનેકવાર જેલવાસ વેઠ્યો. વેડછી આશ્રમની જપ્તી થઈ. તાળાં મરાયાં. તેમાં તોડફોડ કરીને ખેદાનમેદાન કરાયો, પણ સંસ્થા અને કાર્યકરો વધુ તેજસ્વી અને તાકાતવાન બન્યાં. જેલવાસ જુગતરામભાઈ માટે સાધનાકાળ બની રહ્યો. તેમનું સાહિત્યસર્જન મહોરી ઊઠ્યું. કાવ્યો, પુસ્તકો, નાટકો લખ્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy