SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૯ 1ના વા . ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી આનંદના ભાગી બને એ સહજ છે. - ડો. યશોમતી પટેલ શિક્ષણપ્રેમી ઇંદુમતીબહેન એક ખાનદાન અને સંસ્કારી કુટુંબમાં સુશ્રી ઇન્દુમતી બહેનનો જન્મ ૨૭-૧૧-૧૯૦૬ના રોજ અમદાવાદમાં થયો. એમના પિતાશ્રીનું નામ શ્રી ચિમનલાલ અને માતાનું નામ માણેકબા હતું. શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, સુશ્રી ઇંદુમતીબહેનના કાકાના દીકરા થાય. એમનો ઉછેર અત્યંત મુક્ત વાતાવરણમાં, માતાની વાત્સલ્યભરી છાયામાં અને સંસ્કારી સગાંસંબંધીઓ વચમાં થયો. આવા ઉત્તમ વાતાવરણની ઊંડી છાપ ઇન્દુમતીબહેનના ઘડતરમાં પડી. પ્રારંભમાં અમદાવાદની સરકારી કન્યાશાળામાં એ ભણ્યાં. ત્યાં એમની ગણતરી મોખરાની વિદ્યાર્થિની તરીકે થતી હતી. એમનાં મોટાંબહેન વસુમતીબહેન ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં હોવાને કારણે ઇન્દુમતીબહેને પણ ત્યાં ભણવાની રજા વડીલો પાસે માગી, પરન્તુ વડીલોની સલાહ એવી મળી કે હાથવેંતમાં જ મેટ્રિકની પરીક્ષા આવતી હોઈ, તે આપીને પછી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થવું. વડીલોની સલાહ માન્ય રાખીને ઈદુમતીબહેને મુંબઈ ઇલાકાની મેટ્રિક પરીક્ષા આપવાનું ઠરાવ્યું. એમણે આખી મુંબઈ યુનિવર્સિટીમાં બહેનોમાં સૌ પ્રથમ નંબરે પાસ થઈને ચેટફિલ્ડ પ્રાઇઝ મેળવ્યું. આવું જ્વલંત પરિણામ આણીને એમણે પોતાનાં સંબંધીઓનું તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. મેટ્રિકનું પરિણામ જાહેર થયા પછી તરત જ ઈદુમતીબહેન ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયાં. ગુજરાત વિદ્યાપીઠનું વાતાવરણ તો અનન્ય હતું. વિદ્યાર્થીની સંખ્યા થોડી, પણ અધ્યાપકો તો ઊંચી બૌદ્ધિક કક્ષાના. એમના તેજસ્વી વ્યક્તિત્વની છાપ વિદ્યાર્થીઓ પર પડતી. આચાર્ય કૃપલાણી, રામનારાયણ વિ. પાઠક, પંડિત સુખલાલજી, પંડિત ધર્માનંદ કૌસંબી, મુનિ જિનવિજયજી જેવા બહુશ્રુત વિદ્વાનોનાં જ્ઞાનપીયૂષનાં પાન ઇદુમતીબહેને કર્યા. એમનામાં સાહિત્ય, કલા, રાજકારણ, ઉદ્યોગ આદિ ક્ષેત્રોમાં પુરુષાર્થ કરવાનું બળ આવ્યું. સુશ્રી ઇન્દુમતીબહેન રાજકારણ વિષય સાથે નાતિકા થયાં. એટલું જ નહીં એમાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ નંબરે આવ્યાં. વળી ગુજરાતી વિષયમાં વિશેષ યોગ્યતા સાથે પ્રથમ સ્થાન પણ એમણે મેળવ્યું. સ્નાતિકા થયા બાદ માતુશ્રી માણેકબા સાથે રહ્યાં. માતૃસેવાને એમણે પોતાનાં જીવનનું સર્વસ્વ અર્પણ કરવાનો નિશ્ચય કર્યો. એક વર્ષ માટે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ, એમના પિતાએ સ્થાપેલ સી. એન. વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કર્યું. ગાંધી બાપુના અસહકાર આંદોલનમાં ઘણી રુચિ હોવાને કારણે, ખાદી પ્રવૃત્તિ, વિદેશી કાપડની હોળી કરવી, નશાબંધી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ, પરદેશી માલનો બહિષ્કાર, કોમી એકતા, ગ્રામોદ્યોગ અને રાષ્ટ્રીય શિક્ષણની ઝુંબેશમાં ઇંદુમતીબહેને કામ કર્યું. કે ખાદીમંદિર અને જ્યોતિસંઘની સ્થાપના કરી. અમદાવાદમાં ૧૯૪૧માં જ્યારે કોમી હુલ્લડ થયાં, ત્યારે નીડરતાથી એમણે દગા કરનારાને ડરતું ભાષણ કર્યું. ઝિંદાદિલ બહેનનું પોત બતાવ્યું. => ૧૯૪૬માં મુંબઈની વિધાનસભામાં ગયાં. તેઓ ત્યાં બાળાસાહેબના હાથ નીચે કેળવણી ખાતાના પાર્લામેન્ટરી સેક્રેટરી રહ્યાં. ને) ૧૯૫૨-૫૭ મુંબઈ રાજ્યના નાયબ શિક્ષણપ્રધાન તરીકે એમણે જવાબદારી સંભાળી. }૧૯૫૬-૫૭માં મહાગુજરાતના આંદોલન વખતે, * તોફાનીઓની દાદાગીરીને ગણકારી નહીં અને એ જયોતિસંઘની સભામાં ગયાં. ને) ૧૯૫૯ત્માં અમદાવાદ જિલ્લાના અડાલજ મુકામે કન્યાઓ માટે “માણેકબા વિનયવિહાર' શરૂ કર્યું. અમદાવાદની નીડર અને સાહસિક બહેનોમાં મૃદુલાબહેન સારાભાઈ, ચારુમતી યોદ્ધા તથા ઈદુમતીબહેનને આગલી હરોળમાં મૂકી શકાય. ) ૧૯૬૨માં ગુજરાત રાજ્યના મંત્રી થયાં (શિક્ષણ ખાતું), વળી સમાજકલ્યાણ ખાતું તથા નશાબંધી વિભાગ પણ એમણે સંભાળ્યાં. ક) ૧૯૭૦માં પાશ્રીનો ઇલકાબ એમને મળ્યો. .} ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી થયાં અને કાર્યવાહક સમિતિના સભ્ય બન્યાં. 7) ગુ.યુ.નિ. સિંડિકેટના સભ્ય થયાં. જે યુ.જી.સી.ના સભ્ય બન્યાં. Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy