SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઇન્દ્રિયવિકાસ બુદ્ધિવિકાસનો પુરોગામી છે. બુદ્ધિનો વિકાસ ઇન્દ્રિયોના વિકાસને આભારી છે. ઇન્દ્રિયોની કેળવણીનો વિચાર માત્ર ઇન્દ્રિય-પ્રત્યક્ષીકરણ સુધી જ મર્યાદિત નહોતો, ઇન્દ્રિય અનુભવ સુધી વિસ્તરેલો છે. આપણાં ઘરો અને શાળાઓ બાળકોની સર્જનાત્મક અભિવ્યક્તિનાં કતલખાનાં બનતાં જાય છે. હૃદયની નિર્મળ ભાવનાઓના વિકાસમાં બાળકોને અભિવ્યક્તિના વિકાસની તકો કેટલું પ્રદાન કરી શકે તે ગિજુભાઈના અસંખ્ય અનુભવો પરથી જાણી શકાય. ગિજુભાઈએ બાલવાર્તા, બાલનાટક, લોકગીતો, લોકવાર્તાઓ તથા કલાસંગ્રહ જેવી અનેક નવી વાતો ઉમેરી છે. બાળકોને વાર્તા કહેતાં કહેતાં એમણે જે ‘વાર્તાનું શાસ્ત્ર’ વિકસાવ્યું છે તે સમગ્ર ભારતીય વાડ્મયનું અનુપમ પુસ્તક છે. અમુક પરિણામ લાવવા માટે પ્રયોગ ન કરતાં જે પરિણામ આવે તેને સમજી જરૂર પડ્યે પ્રયોગની પ્રક્રિયા બદલનારો, જીવનનું ગંભીર રહસ્ય અને સત્યોની શોધમાં જતાં કુદરતનાં ગૂઢ રહસ્યો માટે પ્રેમ ઉત્પન્ન થયો છે. ચિન્તકની દૃષ્ટિએ શિક્ષકની વાચાળતા કરતાં તેનું મૌન વધુ મહત્ત્વનું; શીખવાની ક્ષમતા કરતાં બાળકોને અવલોકવાની ક્ષમતા વધુ મહત્ત્વની, પોતે ભૂલ કરે જ નહીં એવું અભિમાન ના કરતાં નમ્રતાથી પોતાની ભૂલો શોધવી અને સ્વીકારવી એ વધુ મહત્ત્વનું બની રહે છે. સમગ્ર બાલશિક્ષણને ગુજરાતમાં ધૂળિયા શાળામાંથી બહાર કાઢી એક નવી અને પ્રાણવાન દિશામાં મૂકી આપવાનું ભગીરથ કાર્ય શ્રી ગિજુભાઈએ કર્યું. એમની સાહિત્યસાધનાથી પ્રસન્ન થઈને કાકાસાહેબે બાલ સાહિત્યના બ્રહ્મા'નું બિરુદ આપ્યું હતું તથા ગુજરાતે તેમની સાહિત્યસાધનાની કદર કરીને તેમને શ્રી રણજિતરામ સુવર્ણચન્દ્રક એનાયત કર્યો હતો. —શ્રી દિનેશ પટેલ, મહેસાણા શિક્ષ–સુધાર—સાહિત્યકાર હરિશંકર પુરાણી હરિશંકર પુરાણી એટલે શિક્ષક, સુધારક અને સાહિત્યકારનો ત્રિવેણી સંગમ! પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેર ગોધરા ખાતે તા. ૯-૧૨-૧૯૦૬ના રોજ તેઓનો જન્મ થયેલો પરંતુ શાળામાં પ્રવેશ માટેની વય ઓછી હોવાથી તેમના પિતાજીએ જન્મતારીખ ૯-૧-૧૯૦૬ લખાવેલી તેમ તેઓની આત્મકથા (‘મારી જીવનસાધના')માં નોંધે છે. સ્વ. હરિશંકરના પિતાજી કાનજીભાઈ કુશળ કર્મકાંડી Jain Education International ધન્ય ધરા અને જ્યોતિષના જાણકાર હતા. સમાજમાં તેઓનું સ્થાન મોભાભર્યું અને આગેવાન તરીકે ગણાતું. માતા ઝવેરબા ધર્મપરાયણ, સેવાભાવી સન્નારી હતાં. પ્રાથમિક શિક્ષણ અનેક અવરોધો અને વિટંબણા વચ્ચે પસાર કરી તેઓએ એ સમયની વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા ઈ.સ. ૧૯૨૩માં પાસ કરી હતી. હાલના વલસાડ જિલ્લામાં આવેલા અબ્રામામાં અંત્યજશાળામાં શિક્ષક તરીકે જોડાયા. તેઓ પોતે દલિત સમાજમાંથી આવતા હોવાથી અવારનવાર જાતિપ્રથાનો ભોગ પણ થતા હતા. અબ્રામાની આસપાસના રાનીપરજ ગામોમાં અંત્યજ સમાજ તથા અન્ય પછાતવર્ગોમાં તેઓ ‘માસ્તર'ના નામથી જાણીતા બન્યા. શિક્ષણ તેઓનો વ્યવસાય હતો અને તેઓ શિક્ષણપ્રેમી સજ્જન હતા. ગરીબ એવા અંત્યજ બાળકોને ખંતથી ભણાવતા એટલું જ નહીં પણ સુટેવોનું ઘડતર પણ કરતા. સમાજ સુધારાના કામો પ્રત્યે તેઓનો મુખ્યત્વે લગાવ રહેતો. દારૂ-તાડી જેવાં વ્યસનોમાંથી લોકો મુક્ત બને તેની હંમેશાં ચિંતા કરતા. સાહિત્યના માધ્યમથી સમાજ સુધારાનું બીડું ઝડપેલું. લેખો-કાવ્યો અને નાટકો તથા જાહેર વ્યાખ્યાનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્નશીલ રહેતા. તેઓનાં લેખો, નાટકો અને સુધારાવાદી વલણથી પ્રબુદ્ધજનો પણ આકર્ષાયેલા. તેઓ હાથે કાંતેલાં કપડાં જ પહેરતા. પ્રવાસમાં પણ નાનકડો રેંટિયો સાથે રાખતા. સાદગી તો તેઓને જ વરેલી હતી. પૂ. ગાંધીજી, સરદાર પટેલ, ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, વામનરાવ મુકાદમ, પરિક્ષિતલાલ મજમુદાર, મામા ફડકે વગેરે સાથે સંપર્કમાં આવેલા. પૂ. ગાંધીજી સાથે બારડોલીમાં વિચારોની આપલે પણ કરેલી. આ આગેવાનોએ તેઓને નોકરી કરતાં કરતાં પ્રજાની સેવા કરવાની ભાવના બતાવી હતી. એ કામ તેઓએ જિંદગીપર્યંત કર્યું. આઝાદી મળી તે પહેલાંનાં વર્ષોમાં તેઓ ભાગ શિક્ષણાધિકારી (એ.ડી.આઈ.) તરીકે લાંબો સમય સેવા બજાવતા રહ્યા અને તે જ જગ્યાએથી નિવૃત્ત થયેલા. સમાજ સંગઠનનું કામ હોય કે જાતિપ્રથા દૂર કરવાનું એવાં હેતુલક્ષી કાર્યો માટે તેઓ હંમેશાં અગ્રેસર રહેતા. તેઓએ શિક્ષણ-સાહિત્ય-ધર્મ અને સમાજ સંદર્ભે વિપુલ સાહિત્યનું સર્જન કરેલું છે. તેમના ધાર્મિક લેખો બદલ તત્કાલીન જગદ્ગુરુએ તેમને પુરાણ કેશરી' નામે પ્રશસ્તિપત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy