SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની સુવિધા નથી તો એ વિસ્તારમાં જાઉં. આની જાણ જામનગરના મહારાજને અને ઉદ્યોગપતિઓને થઈ. તેઓએ બધી જ આર્થિક જવાબદારી ઉપાડવાની તૈયારી સાથે જામનગરમાં કોલેજ કરવા જણાવેલ, પરંતુ એમના મનમાં સ્પષ્ટ હતું કે મારે ઉચ્ચશિક્ષણમાં ગાંધીમૂલ્યોને આમેજ કરવાં છે અને તે ગ્રામ્ય વાતાવરણમાં. પરિણામે જામનગર નજીક અલિયાબાડામાં કોલેજ શરૂ કરી. સને ૧૯૬૬માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જન્મ થયો. તેના પ્રથમ વાઇસ ચાન્સેલર–ઉપકુલપતિનો તાજ તેઓના શિરે આવ્યો. ગુજરાત યુનિ.માં સેનેટ સિન્ડીકેટના સભ્ય તરીકે અનુભવ પણ હતો. પૂ. ડોલરભાઈની સાહિત્યસેવા પણ પ્રશસ્ય રહી છે. અખિલ ભારતીય ઇતિહાસ પરિષદના કાશ્મીર મુકામે યોજાયેલ અધિવેશનના તેઓ પ્રમુખ હતા. પોતે સંસ્કૃતના સ્કોલર અને પરમ સારસ્વત હતા. ગુજરાતી સાહિત્યના વિવેચક પણ ખરા. તેઓને ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૬૨માં એમની ‘નૈવેદ’ કૃતિ માટે સાહિત્ય એકેડેમીનો એવોર્ડ ડૉ. રાધાકૃષ્ણનના હાથે અર્પણ થયેલો. ૧૯૬૪માં ‘ગુજરાતી કાવ્યપ્રકારો' કૃતિ માટે રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયેલો, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી મરણોત્તર ડી.લિટ.ની પદવી પણ એનાયત થયેલી. એક સાહિત્યકાર, કેળવણીકાર અને સમાજપ્રેમી તરીકે એમણે અનેક સ્થળોએ ચાવીરૂપ વ્યાખ્યાનો આપેલ છે. પૂ. ડોલરભાઈનું જીવન અને કવન એટલું બધું સમૃદ્ધ છે કે જેના ઉપર એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી મેળવી છે. આવા આધુનિક યુગમાં ઋષિજીવન જીવી જાણનાર સારસ્વત અને સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર પોતાના દેઢસંકલ્પ દ્વારા સ્વપ્નો કેમ સાકાર કરી શકાય છે તે અલિયાબાડાની સંસ્થા નિર્માણ કરીને સમાજ સામે મૂક્યું અને પોતાનાં જીવન અને કવન દ્વારા ચરિતાર્થ કરીને શિક્ષણદર્શન કરાવ્યું છે. ૨૯મી ઑગષ્ટ ૧૯૭૦ના મંગળ પ્રભાતે આપણી વચ્ચેથી વિદાય લીધી. હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો. ઋષિતુલ્ય એ પુણ્યાત્માને કોટિ કોટિ વંદન. અસ્તુ. —શ્રી દયાળજીભાઈ પટેલ Jain Education International D પ ગિજુભાઈ બધેકા ‘મૂછાળી મા’નું બિરુદ પ્રાપ્ત કરનાર ગિજુભાઈ બાળકેળવણીના અગ્રદૂત હતા. “આ નિશાળો તો આંકણિયું અને મોપાટ સિવાય કાંઈ છે? આવી નિશાળમાં છોકરાને કેમ મોકલાય?” એક પિતાની આ વૈયક્તિક મમતાએ તેમને શિક્ષકસ્વરૂપ સમષ્ટિમાં પરિવર્તન પામવાની ફરજ પાડી. ગિજુભાઈનો જન્મ ૧૫ નવેમ્બરે ઈ.સ. ૧૮૮૫માં ભગવાનભાઈ બધેકાના ઘરે, વળા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વલભીપુરમાં લીધેલ. પત્ની હરિબહેનના અવસાનથી કુમળી વયમાં જ વિરહનો અનુભવ. પુનર્લગ્ન પછી મુંબઈનો અનુભવ. ત્યારપછી વકીલાત કરવાનો અનુભવ. પિતૃધર્મને જાગૃત કરનારા પુત્રનો જન્મ! “બાળક જ સાચી મૂડી છે એ જ ભાવિ નાગરિક છે.” ગિજુભાઈ, મોતીભાઈ અમીનને મળ્યા, એમણે આધુનિક બાળકેળવણીની જ્યોતિષ્મતી માતા મોન્ટેસોરીને ઠેકાણું બતાવ્યું. ગિજુભાઈનો બાલશિક્ષણજગતમાં ચૈતસિક પ્રવેશ થયો. એમાંથી તેઓએ શ્રી નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિ સંસ્થામાં શરૂઆતમાં ગૃહપતિ તરીકે અને થોડા વખતમાં વિનયમંદિર શરૂ થતાં તેના આચાર્ય તરીકે કામ શરૂ કર્યું. ઈ.સ. ૧૯૨૦માં એમના જીવનના ૩૫મા વર્ષે બાલમંદિર શરૂ થયું અને તેઓ બાળકોના શિક્ષક બન્યા. ગિજુભાઈએ પોતાના સર્જનાત્મક અનુભવોને અભિવ્યક્ત કરવા માટે શબ્દનું માધ્યમ ન અપનાવી લેતાં, કર્મનું માધ્યમશિક્ષણના કર્મનું માધ્યમ અપનાવ્યું. અસંખ્ય બાળકોને સમજતાં સમજતાં તેઓ એમ કહે છે ઃ “હું મને શીખી શક્યો-સમજી શક્યો.” બાળકોનો પ્રેમ જીતી લેવાનું ઘણું સહેલું છે, કારણ કે અલ્પજીવ છે; બહુ સહેલાઈથી તમારા તરફ ખેંચાઈ આવશે, પણ પછી એના તરફ સહેજ પણ ખેંચાઈ ગયા વિના એને ખેંચાયેલું રાખવું–એના પ્રેમને નિભાવવાનું ઘણું કપરું છે. નાજુકતાની સાથે કામ પાડવાના નિરંતર અનુભવો બાળકને અવ્યવસ્થા, અનિયમિતતા અને કઠોરપણામાંથી મુક્ત કરાવે છે. બાળક સ્વયંસ્ફુરણાથી સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરતું થાય તો સજા. અને ઇનામની પ્રથાનો ક્રમશઃ અંત આવતો જાય. સ્વયંસ્ફુરણા અને સ્વતંત્રતાનું પરિપક્વ સ્વરૂપ એટલે જ સ્વનિયમનનું પ્રથમ પ્રભાત. પ્રવૃત્તિમાંથી એ ઊગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy