SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૫૦ પણ એનાયત કરેલું. સિત્તેર વર્ષની જૈફ ઉંમરે ૧૯૭૬માં તેઓએ લખેલ સંશોધન ગ્રંથ “બંધન સમીક્ષા'ને ગુર્જર વિદ્યાપીઠ-સુરત તરફથી “સાહિત્ય મહોપાધ્યાય' (પીએચ.ડી.)થી નવાજેલા. રાષ્ટ્રીય રંગે રંગાયેલા કેળવણીની આગવી સૂઝ-દૃષ્ટિ ધરાવતા-સાહિત્યકાર અને મરમી એવા ધાર્મિક હરિશંકરભાઈનું અવસાન ઑગષ્ટ ૧૯૭૮માં વતન ગોધરા ખાતે થયું હતું. -શ્રી ભાનુભાઈ પુરાણી. સૌજન્યમૂર્તિ- સંસ્કારમૂર્તિ-વિદ્યાવ્યાસંગી હરસિદ્ધભાઈ દિવેટિયા હરસિદ્ધભાઈનો જન્મ, અમદાવાદના વડનગરા નાગર ગૃહસ્થના એક સંસ્કારી કુટુંબમાં ઈ.સ. ૧૮૮૬માં થયો હતો. તેમના પિતાનું નામ વજુભાઈ દિવેટિયા અને માતાનું નામ ઈશ્વરબા હતું. સાંકડી શેરી, લાખા પટેલની પોળમાં તેમની વિશાળ હવેલી હતી. પિતા વજુભાઈની નોકરીના કારણે હરસિદ્ધભાઈનું બાળપણ અને શરૂઆતનું ભણતર સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળે (જેતપુર, સોનગઢ, રાજકોટ) થયું હતું. માતા-પિતા બંને ખૂબ સમજુ, વ્યવહારુ, દયાળુ અને ધર્મિષ્ઠ હતાં. તેમનાં દિલ પણ વિશાળ હતાં એટલે હરસિદ્ધભાઈને વારસા અને વાતાવરણમાંથી જ જીવનનાં મૂલ્યોનાં બીજ મળ્યાં હતાં. શરૂઆતનું શિક્ષણ કાઠિયાવાડમાં થયું હતું, પરંતુ બી.એ., એમ.એ.ની પદવી તેમણે વિશિષ્ટ યોગ્યતા સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવી. ફિલોસોફી તેમનો મુખ્ય વિષય હતો. તેઓ પોતાના વિદ્યાર્થી જીવનમાં પણ ખૂબ તેજસ્વી, અભ્યાસી અને વિદ્યાવ્યાસંગી જ હતા. તેમણે આ કાળમાં જ સુવર્ણચંદ્રકો મેળવી, પ્રતિષ્ઠા મેળવી લીધી હતી. જો કે પ્રતિષ્ઠાની તેમને ઇચ્છા કે ચાહના ન હતી. કાર્યસિદ્ધિના કારણે આપોઆપ મળતી પ્રતિષ્ઠા કે ચંદ્રકો સ્વીકારી લેતા. ૧૯૧૭માં એટલે લગભગ ત્રીસેક વર્ષની ઉંમરે આનંદશંકર ધ્રુવ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિની દીકરી, જોલીબહેન સાથે તેમનું લગ્ન થયું. તેઓ પણ વિવેકી, માયાળુ, સંસ્કારી અને કૌટુંબિક લાગણીથી સભર હતાં. પરિણામે હરસિદ્ધભાઈએ મેળવેલી અનેક સિદ્ધિઓમાં તેમનોય નોંધનીય મોટો ફાળો હતો કાયદાનો અભ્યાસ પૂરો કરી, ૧૯૧૨-૧૩ના અરસામાં હરસિદ્ધભાઈએ ઉત્તરપ્રદેશમાં કાયદાશાસ્ત્રના પ્રોફેસર તરીકેની નોકરી પણ કરી હતી. તે છોડી, મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. તેમની શક્તિને જોઈ, ૧૯૩૩માં એક પ્રતિષ્ઠિત મુખ્ય ન્યાયાધીશે તેમને ન્યાયાધીશ તરીકે પસંદ કરી, ન્યાયાધીશનું કામ કરવાની તક આપી. બાર-તેર વર્ષ સુધી ન્યાયાધીશનું કામ, કુશળતા અને તટસ્થતા સાથે કરી, તેમણે ન્યાયાધીશનું પદ પણ શોભાવ્યું. વકીલાત અને ન્યાયાધીશના સારા એવા અનુભવે તેમને લાગ્યું કે, પ્રણાલીગત કાયદાઓથી યોગ્ય ન્યાય આપી શકાતો નથી. આ વાતનો તેમને સતત રંજ રહેતો. આથી માનવતાની દૃષ્ટિએ એક નવી જ સમજ મેળવી તેમણે કાયદાઓમાં પણ એક નવી જ પ્રણાલિકા ઊભી કરી. મજૂર અને માલિક બંનેને ન્યાય મળે એ રીતે વિવિધ પ્રકારનાં કામની જવાબદારી લઈ, સફળતા મેળવી. તેમના કામથી પ્રેરાઈને ‘ટેક્ષટાઇલ્સ લેબર ઇન્કવાયરી કમિટી'નું અધ્યક્ષપદ તેમને મળ્યું. તેઓ મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રમુખ તરીકે પણ પસંદગી પામ્યા. ગુજરાત સંશોધન મંડળ, ગુજરાત સાહિત્ય પરિષદ, ઔદ્યોગિક અદાલત, ભારતીય વિદ્યાભવન, ફાર્બસ ગુજરાત સભા જેવી અનેક સંસ્થાઓનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું હતું. સૌમ્યતા, ધીરજ, ખામોશીથી સર્વક્ષેત્રે કામ લેવાની તેમની શક્તિથી તેમણે પ્રજાપ્રેમ સાથે સતત સફળતા મેળવી. શિક્ષણક્ષેત્રે ૧૯૫૦-૫૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિપદની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી. પોતાની સૂઝ-સમજ, કુશળતા અને વૈર્યથી સૌની સાથે તેમણે સહકારથી કામ લીધું. શરૂઆતની મુશ્કેલીઓના ઉકેલ લાવી ગુજરાત યુનિવર્સિટીના પાયાને મૂળથી જ મજબૂત કર્યો. કુશાગ્રતા, ધીરજ, સમાધાનકારી વલણ, નિસ્પૃહતા..... જેવા અનેક ગુણોની સમૃદ્ધિના ભંડાર સમા હરસિદ્ધભાઈએ સમાજનાં વિવિધક્ષેત્રે પ્રકાશ ફેંક્યો. નાનકડા માટીના કોડિયામાં દિવેલ કે તેલ સાથે સુમેળ સાધી દિવેટ અંધકારને દૂર કરવા પ્રકાશ ફેકે છે. હરસિદ્ધભાઈએ પોતાની અટક ‘દિવેટિયા'નું નામ, આ રીતે સમાજના અંધકારમાં પ્રકાશ ફેંકી સાર્થક કર્યું. ગૌરવરૂપ, અજાતશત્રુ હરસિદ્ધભાઈએ તારીખ ૩, ઑગષ્ટ ૧૯૬૮ના રોજ કાયમી વિદાય લીધી. આવી વ્યક્તિને સૌની વંદના! -શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy