SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ધન્ય ધરા ગ્રામાભિમુખ કેળવણીના પ્રેરક “ભાઈકાકા [૧૮૮૮–૧૯૭૦]. ભાઈકાકા'ના હુલામણા નામથી જાણીતા ભાઈલાલભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના સારસા (મોસાળ) ગામમાં થયો હતો. પિતા ઘાભાઈ અને માતા સૂરજબાના તેઓ સંતાન હતા. કુટુંબ અને સામાજિક મૂંઝવણોમાં એમનો ઉછેર થયો હતો, છતાં શિક્ષણક્ષેત્રે તેમણે ઘણું પ્રદાન કર્યું છે. નાનપણથી જે તેમનામાં કર્મનિષ્ઠા, કામ પ્રત્યે પૂરી કાળજી, પ્રામાણિકતા, શ્રમનિષ્ઠા, સ્વાભિમાન જેવા ગુણો કેળવાયા હતા. તેમનું વિદ્યાર્થીજીવન અને નોકરિયાતજીવન પણ તેજસ્વી હતું. આણંદમાં ઊભી થયેલી ચરોતર એજ્યુકેશન સોસાયટીના વિકાસમાં પણ ભાઈકાકાએ અનન્ય ફાળો આપ્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટી અને વલ્લભ વિદ્યાનગરના પાયામાં પણ ભાઈકાકાનો નોંધનીય ફાળો છે. આણંદ, મોગરી, કરમસદ, બાકરોલ અને એવાં જ ખેડા જિલ્લાનાં ગામડાંનાં લોકોમાં તેમને ગરીબી, નિરાશા, હતાશા, લઘુતા જોવા મળ્યાં. વેરઝેર, કુસંપ, દ્વેષ, વહેમો, અંધશ્રદ્ધા જેવી નબળાઈઓ પણ જોવા મળી. આ અનુભવથી તેમના દિલમાં ગામડાંની પ્રજાના વિકાસની ધૂન લાગી હતી. તેઓ ગાંધી-વિચારને સમજી શક્યા હતા. તેથી ગામડાંની પ્રજાના વિકાસની ચિંતા અને તેના ઉકેલ માટે ચિંતન કરતા રહ્યા અને ઉપાયો વિચારતા ગયા. બુનિયાદી કેળવણીમાં રહેલા પાયાના સિદ્ધાંતો તેમને ગ્રામોદ્ધાર માટે અનુકૂળ લાગ્યા એટલે જ શિક્ષણના માધ્યમ દ્વારા ગ્રામ્યપ્રજાના વિકાસનું અભિયાન તેમણે જીવનભર સ્વીકારી લીધું હતું. આ એવો સમય હતો જ્યારે ખેડા જિલ્લામાં બહુ જ થોડી માધ્યમિક શાળા દૂર દૂરનાં ગામોમાં શરૂ થઈ હતી. કોલેજનું તો નામ નિશાન ન હતું, એટલે ગામડાના યુવાનો માટે શાળા-મહાશાળાની યોજના વિચારી અને તેને કાર્યાન્વિત કરી, પરંતુ ભાઈકાકાના દિલમાં, યુવાનોમાં માનવતાના ઘડતર સાથે શિક્ષણ મળે એવા વિચારોએ જોર પકડ્યું હતું. ગ્રામોદ્યોગોની નબળી દશાને સજીવન કરવા તેમણે ગામની પ્રજાને શિક્ષણાભિમુખ કરવાના અભિગમને મહત્ત્વ આપ્યું. શૈક્ષણિક સંકુલને પ્રજાભિમુખતાના હેતુ સાથે શરૂ કર્યું. સરદાર પટેલ સાથેના મીઠા સંબંધોનો ઉપયોગ કરી, ઘનશ્યામદાસ બિરલા પાસે ૨૫-૩૦ લાખનું દાન મેળવી ‘બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય' નામની ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરી. તે પછી લગભગ ૧૯૪૫૪૬ના ગાળામાં લોકોના સહકારથી જ વિશાળ વિદ્યાકીય અને વ્યવસાયલક્ષી વિસ્તાર, કરમસદ અને આણંદની વચ્ચેનાં ગામડાંની જમીન લઈ-ઊભો કર્યો. તેની પાછળ પણ માનવસેવા, ગ્રામોદ્ધાર, નિરક્ષરતાના કારણે પેદા થતા પ્રશ્નોમાં પણ પ્રજાની મુક્તિ જેવા ઉચ્ચ આદર્શો જ હતા. ગામડાંનાં લોકોમાં રહેલી સાહજિક વૃત્તિઓ અને આંતરિક શક્તિનો સમાજઉપયોગી કાર્યોમાં વધુમાં વધુ ઉપયોગ કરી, તેના ઊર્ધ્વકરણના માર્ગ માટે સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી. તેના પ્રથમ ઉપકુલપતિ તરીકેની જવાબદારી ભાઈકાકાએ સ્વીકારી લીધી અને સંભાળી લીધી. પ્રજાનું ઘડતર શિક્ષણ દ્વારા જ સારી રીતે થઈ શકે, એ વાતને કેન્દ્રમાં રાખી સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ વિષયોની અનેક શાખાઓ શરૂ કરી, તેમાં પણ સમાજનવનિર્માણ, સામાન્ય લોકોની જરૂરિયાત, આર્થિક કે અન્ય વિકાસ દ્વારા સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવા ભાઈકાકા અને તેમના સાથીદારોની સતત વણથંભી સાધના સ્પષ્ટ રીતે દેખાય છે. તેમના શિક્ષણ સંકુલની સર્વ સુવિધાઓમાં પણ માનવતાભર્યા વર્તન અને સમાજનવનિર્માણની જ ભાવના પ્રતિબિમ્બિત થાય છે. શ્રી પ્રમોદ જોશી – અમદાવાદ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મહારાષ્ટ્રના સતારામાં જન્મેલા કાકાસાહેબ કાલેલકર એમની ગુજરાતી સાહિત્યની સેવાને કારણે “સવાઈ ગુજરાતી'નું બિરુદ પામ્યા હતા. તેમનો જન્મ ૧-૧૨-૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો, પણ ૧૯૨૦ પછી તેમનું કાર્યક્ષેત્ર મહદ્અંશે ગુજરાત જ રહ્યું હતું. તેઓ જેટલા મોટા સાહિત્યકાર : હતા તેટલા જ મોટા કેળવણીકાર હતા. તેમના પિતાની સરકારી નોકરી હોવાથી વારંવાર સ્થળાંતર થતું રહેતું. આથી મહારાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ થયું. તેઓ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા. આ પછી સૌ પ્રથમ બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈ.સ. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને અધ્યાપક બન્યા. અહીં તેમણે કેળવણીના વિવિધ પ્રયોગો કર્યા. ગંગનાથ વિદ્યાલય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy