SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯ શિક્ષણની સર્વતોમુખી સંક્રાંતિના સાધકો ભારતીય સમુદાય શિક્ષણ સંઘ– અમદાવાદ વીસમી સદીનો પૂર્વાર્ધ ભારતના ઇતિહાસનું અજીબોગરીબ પ્રકરણ છે. કદાચ વિશ્વના ઇતિહાસમાં આવો ક્રાંતિકારી સમયગાળો મળવો મુશ્કેલ છે. એક જ અવાજે આવો તોતિંગ દેશ જાગે અને ધ્યેયપ્રાપ્તિ સુધી સતત મંડ્યો રહે તેને ચમત્કાર જ ગણવો રહે. ૧૯૫૦માં એક સ્વાયત્ત સત્તા તરીકે વિશ્વના નકશામાં મુકાયેલું ભારત જાગૃત થયું તો જીવનના દરેક ક્ષેત્રે નવનિર્માણ માટે મંડી પડ્યું એ પણ એક દૃષ્ટિમાં ન સમાય એવી વિરાટ ઘટના છે. એ ક્ષેત્રોમાં સૌથી અગત્યનું ક્ષેત્ર છે કેળવણી. એક અમેરિકન પ્રમુખનું અમર વિધાન છે કે કોઈ પણ ક્રાન્તિની શરૂઆત “વર્ગખંડ’થી થાય છે. મહાત્મા ગાંધીજી આ વાત સુપેરે સમજતા હતા, એટલે આઝાદી માટેનાં આંદોલનો ચલાવવાં સાથેસાથે એમણે શિક્ષણના ક્ષેત્રે પણ સૌને સજાગ કર્યા, સક્રિય કર્યા. અંગ્રેજ અમલમાં અપાતું શિક્ષણ તો માત્ર કારકુનો પેદા કરવાનું ષડયંત્ર હતું. એનાથી સૌને બધા પ્રકારનું જીવનઘડતર થાય એવી કેળવણી મળતી ન હતી. ગાંધીજીએ સર્વતોમુખી જીવનવિકાસ માટેની કેળવણીની હિમાયત કરી અને આ વિશાળ દેશની વિરાટ જનતાએ એ આહ્વાન ઝીલી લીધું. પરિણામે અન્ય પ્રાન્તોની જેમ ગુજરાતમાં પણ વિવિધ કેળવણીની વિધવિધ વિભૂતિઓએ જુદાં જુદાં ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું. પાછળનાં પૃષ્ઠોમાં એવી કેટલીક વિભૂતિઓના આ યજ્ઞકાર્યની ઝાંખી થાય છે. આ કેળવણીનાં વિવિધ શિખરો નિહાળીએ છીએ ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. એક તરફ છેવાડાના માણસ-ગ્રામીણ આદિવાસી માણસ, તો બીજી તરફ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન ક્ષેત્રે આગવી ઓળખ રચતો માણસ; એક તરફ બાળકેળવણી તો બીજી તરફ બુનિયાદી-રચનાત્મક-વ્યવસાયલક્ષી કેળવણી આપતી સંસ્થાઓ જોવા મળે છે અને નવાઈની વાત એ છે કે દરેક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ માંગ મુકાવે એવી વ્યક્તિમત્તાઓ આગળ આવે છે. બાળકેળવણીમાં ગિજુભાઈ બધેકા; લોકકેળવણીમાં નાનાભાઈ ભટ્ટ, જુગતરામ દવે, ભાઈકાકા વગેરે; રચનાત્મક શિક્ષણમાં કાકા કાલેલકર, આચાર્ય ક્રિપલાની, મોતીભાઈ અમીન વગેરે; આદિવાસી વિસ્તારમાં ડાહ્યાભાઈ નાયક અને વિજ્ઞાનક્ષેત્રે વિક્રમ સારાભાઈ; સાહિત્ય અને કળાના શિક્ષણમાં સ્નેહરમિ, ઉમાશંકર, ઇન્દુમતીબહેન શેઠ–ગણવા બેસીએ તો ગણ્યાંગણાય નહીં એટલાં નામો ભારતીય સંક્રાંતિના આકાશમાં અવિચળ ચળકે છે. આમ ભારતને આઝાદી સાથે આબાદીને પંથે વાળનાર આ શિક્ષણક્ષેત્રના સાધકો હંમેશાં આદરપાત્ર રહેશે. આ લેખમાળા રજૂ કરનાર ભારતીય સમુદાય શિક્ષણ સંઘ યુનેસ્કો માન્ય આંતરરાષ્ટ્રીય સમુદાય શિક્ષણ સંઘ સાથે સંલગ્ન એક બિનસરકારી સ્વૈચ્છીક સંસ્થા છે. સમગ્ર દેશના જુદા જુદા ભાગોમાં યુનિવર્સિટીઓ, વિભાગો, કોલેજો અને સ્વૈચ્છીક સંસ્થાઓ તથા જાણીતા વિદ્વાનો આ સંસ્થાના સભ્ય છે. તેની સ્થાપના જાણીતા શિક્ષણવિદ્ તથા ગાંધીવિચારના પુરસ્કર્તા સ્વ. શ્રી રામલાલભાઈ પરીખે સન ૧૯૮૨માં શિક્ષણ માધ્યમ દ્વારા શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં સમુદાયના સર્વાગી વિકાસના ઉદ્દેશને સાધવા કરી હતી. પ્રવર્તમાન પ્રમુખ શ્રી પી.જે. દિવેટિયા છે. “વિચારો વિશ્વની વાટે, આચરો ઘરનાં આંગણે”ના સૂત્ર દ્વારા સ્થાનિક અને વૈશ્વિક પરિસ્થિતિ, પ્રશ્નો તથા જરૂરીયાત વિષેની સમજણ સમાજમાં કેળવાય તે માટે લોકશિક્ષણના કાર્યક્રમો દ્વારા દરેક વ્યક્તિને સંવેદનશીલ નાગરિક બનાવવાની સંસ્થાની નેમ છે. આ ઉદ્દેશ્યોની પરિપૂર્તિ માટે સંસ્થા જુદા જુદા સ્તરે સમાજના ભિન્ન ભિન્ન વર્ગોને સ્પર્શતા વિવિધ કાર્યક્રમો કરે છે. લેખમાળાની માહિતી તૈયાર કરાવવામાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી મંદાબહેન પરીખે ઘણી કાળજી લીધી છે. આભાર. * –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy