SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ધન્ય ધરા સંદર્ભ સામગ્રી : (૧) “ગુજરાતની અસ્મિતા'–રજની વ્યાસ (૨) “સંતસાગર'–રમણલાલ સોની (૩) ગુરુ કૃપા હિ કેવલ –નર્મદાનંદજી (૪) “ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય'-અનંતરાય રાવળ (૫) ચરોતરની પ્રતિભાઓ' (ભાગ-૩)–ચંદ્રકાન્ત પટેલ (૬) બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' (ભાગ-૨)નંદલાલ દેવલુક ઉપરાંત જે તે સંતનાં પોતાનાં પુસ્તકો તથા અન્ય પ્રકાશનો. એક સમયમાં આકાશવાણીના અમદાવાદ અને રાજકોટ કેન્દ્રો પરથી વહેલી સવારે ભક્તિગીતો સાંભળવા મળતાં હતાં, આજેય પ્રસારિત થાય છે, પરંતુ દૂરદર્શન આવ્યા પછી તે ભજનોની લોકપ્રિયતા ઓસરવા લાગી છે. ધર્મક્ષેત્રે દૂરદર્શને પોતાનું સામ્રાજ્ય સોળે કળાએ વિકસાવી દીધું છે. ૨૪ કલાક ચાલતી ભક્તિની ચેનલોનો જાણે રાફડો ફાટ્યો છે. “શ્રદ્ધા', “જાગરણ', “સાધના', સંસ્કાર”, “આસ્થા', “ઉત્સવ’ અને ‘યાત્રા' જેવી ધાર્મિક શ્રેણી આજે પ્રજાને પૂરા ૨૪ કલાક ધર્મઘેનમાં નાખી રાખવામાં સફળ થઈ છે. ધાર્મિક ગણાતી આ ચેનલો તો જાણે ન્યૂઝ અને રમતગમતની સતત ચાલતી ચેનલોની સ્પર્ધામાં હોય તેમ લાગે છે! કરુણતા એ છે કે આજે “ધર્મ” ચાર પુરુષાર્થમાંનો એક નથી રહ્યો. તેની પસંદગી પાછળ અધ્યાત્મવિકાસનું મૂળ કારણ જોવા મળતું નથી. આજના યાંત્રિક જીવનમાંથી છૂટકારો મેળવી ધર્મ તરફ વળતો માનવ એક છૂટકારો (એસ્કેપ) તરીકે તેની પસંદગી કરતો હોય એમ લાગે છે. પ્રજાના ધાર્મિક ઉત્સવોમાં અગાઉ જે શ્રદ્ધા, ભક્તિ ને અંદરનો સાચો ઊમળકો વ્યક્ત થતો એ આજના ઉત્સવોમાં નથી. ગણેશ, કૃષ્ણ કે નવદુર્ગાના ઉત્સવો અને સ્થાપન પાછળ પણ હવે વેપારીવૃત્તિ અને દાદાગીરી વધી ગયેલી સ્પષ્ટ જોઈ શકાય છે. તીર્થસ્થાનો પણ આજે વિલાસ અને પિકનિકનાં પોઈન્ટ બની ગયાં છે, તેથી યાત્રાનો પણ ધંધો જોરમાં ચાલી રહ્યો છે. આજના ધર્મપ્રવાહો જોતાં ખાસ નોંધવું જોઈએ કે, ધર્મ અને અધ્યાત્મ વિશે આજના માનવે પાયાની સમજ કેળવવા સાથે, સદાચાર-સંયમ વડે પાત્રતા મેળવવાની પ્રાથમિક જરૂર છે, જેના પ્રત્યે સમાજમાં આજે ઘોર અજ્ઞાન, આળસ અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે. ભગવાન કે દેવ અથવા સિદ્ધસંતો તરફ દોડી જવા કરતાં પોતે ઉત્તમ માનવીય લક્ષણો કેળવો એ પાયાની જરૂર છે. તમારું રોજિંદુ જીવન એવું સદાચારી, માનવીય અને ઉત્તમ બનાવો કે સાચા ભક્તની શોધમાં નીકળેલા ભગવાનને તમારા આંગણે આવીને ઊભા રહેવાનું મન થાય! આ દિશામાં દરેક વ્યક્તિએ જાગૃતપણે પ્રયત્નશીલ બનવાની જરૂર છે. છેવટે ધર્મ અને ભક્તિ અંતરના એકાંતની આરાધના હોવાથી આ દરેક વ્યક્તિને લાગુ પડતી વ્યક્તિગત રીતે વિચારીને એને અમલમાં મૂકવાની વાત છે. પ્રભુ, આ દિશામાં જાગૃતપણે વિચારવાની આપણને સૌને બુદ્ધિ આપે એ જ પ્રાર્થના! ૐ શાંતિ ! S: Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy