SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સંત ત્રિકમલાલનો જન્મ ઈ.સ. ૧૮૫૩માં નારાયણ શર્માને ત્યાં થયો હતો. વૈરાગ્ય દંઢ થતાં લહિયાનું કામ છોડીને તીર્થાટન માટે નીકળી પડ્યા. કાશીમાં સંત બ્રહ્માનંદ પાસે પહોંચીને સાધના આદરેલી. છેવટે આત્મસાક્ષાત્કાર પામીને પાટણ આવી વસ્યા. તેમણે રચેલી કૃતિઓ તેમના ભક્તોએ પ્રગટ કરી હતી. નિવૃત્તિકાળ જંગલમાં વિતાવી ઈ.સ. ૧૯૪૩માં દેહાવસાન પામ્યા. અર્જુન ભગત નામે જાણીતા થયેલા એક સંતનો જન્મ અંકલેશ્વરના ગડખોલ ગામે કોળી કુટુંબમાં થયો હતો. તેમનો જીવનકાળ ઈ.સ. ૧૮૫૬થી ૧૯૨૧નો ગણાયો છે. સુરતના સંત નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. ગાંધીજીના મંત્રી મહાદેવભાઈનું ધ્યાન આ સંત અને એમની રચનાઓ તરફ જતાં, તેમણે અર્જુન ભગતનાં ભજનોને ‘અર્જુનવાણી’ રૂપે સંપાદિત કર્યા છે. સંત અંબારામ મહારાજ (ઈ.સ. ૧૮૬૩થી ૧૯૩૩)નો જન્મ વડોદરાના અનગઢ ગામે થયો હતો. મોચી પરિવારમાં જન્મીને પણ જેઓ સિદ્ધપુરુષ ગણાયેલા એ ભગવાનદાસ તેમના ગુરુ હતા. સંત અંબારામ ચરોતરમાં ધર્મજ ગામે આવીને વસેલા. સૌરાષ્ટ્રના કનેસરા ગામે થયેલા સંત ધર્મદાસનો જન્મ ઈ.સ. ૧૮૬૯માં થયો હતો. ભક્ત પરિવારમાં જન્મેલા આ સંત અજાચક વ્રત પાળતો હતો. પ્રજામાં ભજનિક અને સંગીતના ઉપાસક તરીકે જાણીતા હતા. તેમનું અવસાન ઈ.સ.૧૯૧૮માં થયેલું. જેમના જીવનકાળ વિશેની આધારભૂત વિગતો સદંતર અપ્રાપ્ય છે, છતાં પ્રજામાં જેમનાં નામ અને કામ જાણીતાં થયાં હતાં એવા સંતોમાં કાદરશાહ, જયરામ શાહ અને ધના ભગતનો સમાવેશ થાય છે. સંત કાદરશાહ પૂર્વજીવનમાં લૂંટારા હતા. પ્રજામાં તેમની જબરી ધાક હતી. ગુરુ રવિ સાહેબના સંગથી કાદરશાહ સંત બન્યા. ગિરનારની તળેટીમાં આવેલા બીલખા નામના ગામે સંત જયરામનો જન્મ રામનાથી પરિવારમાં થયો હતો. ગર્ધસંગ ડુંગર પર રહેતા સંત સૂરશાહ ફકીરનો સત્સંગ થયો. એ પછી જ્વરામ શાસ નામે વધુ જાણીતા થયા. યોગાભ્યાસનો લાભ પામેલા આ સંત ઉપર સોરઠી સંત દેવીદાસની કૃપા ઊતરેલી હતી. ધના ભગત (નાના) નામે થયેલા સંતોની યાદી લાંબી છે. આ સંત દહેગામ તાલુકાના ભગોડી ગામે વીસમી સદીમાં થઈ ગયા હતા. કોળી જ્ઞાતિમાં થયેલા આ સંતની સમાધિએ ભાઈબીજના દિવસે ઉત્સવ ઊજવાય છે. Jain Education International ૬૪૭ ગુજરાત સંતોની ભૂમિ તરીકે સમગ્ર દેશમાં સુખ્યાત છે. ઉપરના ફકરામાં વર્ણવેલા સંતો નરસિંહ મહેતાના યુગથી ગુજરાતમાં ધર્મભક્તિનાં વહેણો વહેતાં રાખવામાં સહાયક બનેલા છે ત્યારથી માંડી આજના ૨૧મી સદીના આરંભકાળમાં પણ પ્રજાને ધર્મભક્તિ અને અધ્યાત્મના માર્ગે દોશ્તા સંતો પોતાનું જ્ઞાન અને કાર્ય પ્રસારતા રહ્યા છે અને એ રસ્તે પ્રજાની સેવા કરતા રહ્યા છે. આ દૃષ્ટિએ ગુજરાત ધન્ય છે કે એની પ્રજાને આદિ કવિ ભક્ત નરસિંહથી માંડી પૂ. રમેશભાઈ ઓઝા સુધીના વિવિધ સંતો થથાકાળ મળતા રહ્યા છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતની પ્રજા એટલી તો ઉદાર અને સહિષ્ણુ રહી છે કે તેણે દરેક ધર્મ-સંપ્રદાયનાં લોકો અને સંતોને માનવતા અને સમાનતાના ધોરણે સ્વીકારી માન આપ્યું છે, એટલું જ નહીં, અન્ય પ્રાંતમાંથી અત્રે આવેલા સંતોને આવકારી, સત્કારી તેમને અહીં સ્થાયી થવામાં પણ સહકાર આપ્યો છે. પરિણામે આજના ગુજરાતનું ધર્મજગત વૈવિધ્ય અને વિશિષ્ટતાઓ ધરાવતું બન્યું છે. આજે તો અહીં ભક્તો કરતાં ક્યારેક સંતો વધુ જોવા મળે તેવો અતિરેક પણ થવા લાગ્યો છે. તેથી સાચા જ્ઞાની સંતો સાથે દગાબાજ અને લેભાગુ સંતોની પણ ભેળસેળ થવા લાગી છે, જેનાથી પ્રજાએ જાગૃત રહેવાનો સમય આવી ગયો છે. સામાન્ય પ્રજામાં ધર્મ એક ફેશન બની ગયો લાગે છે. ધાર્મિક' ગણાવું આજે એક ઓળખ બની છે. પોતે નાસ્તિકમાં બધી ન જાય તેવા ભયથી માણસ ધર્મને સ્વીકારીને ધર્મના નામે પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરે છે. આથી ધર્મનું પ્રદર્શન વધતું જણાય છે. આનો લાભ લેવાનું વેપારીઓ પણ ચૂક્યા નથી. ધર્મનો ધંધો ધીકે છે તે જોવું હોય તો કોઈ પણ તીર્થના મંદિરની આજુબાજુ નજર કરી લેવી. ઠેરઠેર નાનકડી હાટડીઓ માંડીને કંકુ-ચુંદડીનાળિયેર, માળાથી જાતજાતની દુકાનો જામેલી જોવા મળશે. એમાં વધુ કિંમતે ભળતી વસ્તુઓ ઊંચી ૨કમે વેચીને છેતરવાનો પ્રયાસ વધુ જોવા મળે છે. ઠેર ઠેર કથાનાં આયોજનો થતાં હોય તેની આસપાસ સંતનાં પુસ્તકો અને પ્રવચનોની ઓડિથો-વિડિયો કેરોટની દુકાનો તો હોય જ! દશામા”, “સંતોષી મા અને વૈભવલક્ષ્મી' જેવાં વ્રતોની ચોપડીઓ લખનારા કરતાં તો વેચનારા વધારે વૈભવી થઈ ગયા છે. હવે તો કેટલાક સંતોની કથામાં પણ અમુક મંડપ, લાઇટ-માઇક અને ફોટોગ્રાફરોની દૂરદૂરથી ઇરાદાપૂર્વકની ગોઠવણ થયાનું જોઈ શકાશે. આ બધા દ્વારા ધર્મના નામે પ્રજાની થતી ઉઘાડી લૂંટ જ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy