SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ધન્ય ધરા પોતે તેથી અજાણ હોવાથી વૈરાગી ચિત્તના પ્રભાવે લગ્નની વાત આવતાં ઘર છોડી ચાલી નીકળ્યા. ભરૂચના એક આશ્રમમાંથી શોધી લાવી વડીલોએ સમજાવ્યા કે તમારા ઘર છોડતાં અગાઉની થયેલી સગાઈને લીધે લગ્ન અપનાવો એ જ પરિવારની આબરૂ બચાવવાનો એક માત્ર માર્ગ છે, એટલે સ્વજનોની વિનંતી માનીને લગ્નબંધનમાં બંધાયા. સદ્ભાગ્યે પત્ની પણ સુશીલ અને પતિવ્રતા હોવાથી પતિને એમના પરમલક્ષ આત્મસાક્ષાત્કાર સુધી પહોંચવામાં સહાયક બની રહ્યાં. આમ છતાં ૧૯૬૪ના ફેબ્રુઆરીમાં તેમણે પત્ની અને સ્વજનોને છોડી ગૃહત્યાગ કરી હિમાલય તરફ પ્રયાણ કર્યું. કેદારનાથ પહોંચી પ્રભુપ્રાપ્તિને માટે આશીર્વાદ મેળવવા અભિષેક કરાવ્યો અને પ્રાર્થના કરી. હિમાલયની ગુફાઓપર્વતો-જંગલોમાં સદ્દગુરુની શોધ કરવા રઝળ્યા. છેવટે લીલાશાહ નામના ગુરુએ એમને અપનાવ્યા. બે માસ પોતાની પાસે રાખ્યા બાદ તેમને ધ્યાન-ભજન કરતા રહેવાનો આદેશ આપી અમદાવાદ પરત મોકલ્યા. આસો સુદ બીજ, તા. ૭૧૦-૧૯૬૪ના રોજ આશારામને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. ત્યારથી તેઓ આશુમલ મટીને પૂ. આશારામ બાપુ બન્યા. તે પછી ડીસામાં સતત અઢી વર્ષ એકાંતવાસમાં સાધના કરીને અધ્યાત્મ વિદ્યાની વિવિધ સિદ્ધિઓ મેળવી. સંતત્વ પ્રાપ્ત કરતાં ગુરુએ આદેશ કર્યો કે સંસારને તારી જરૂર છે.” એ આદેશના સાત વર્ષ બાદ તેઓએ અમદાવાદ સાબરમતીના કિનારે મોટેરા ગામ નજીક પોતાનો વિશાળ આશ્રમ બાંધ્યો. એક સમયના ઉજ્જડ અને વેરાન જંગલ સમો એ વિસ્તાર આજે એક વિશાળ વટવૃક્ષ બની તીર્થસ્થળની જેમ આકાર પામ્યો છે. અમદાવાદની જેમ ગુજરાતનાં અન્ય ગામ-નગરોમાં તેમના આશ્રમો બંધાયા છે. જે એક મૂઠી ઊંચેરા સંતના અધ્યાત્મજ્ઞાનનો લહાવો પ્રજાને સરળ બનાવે છે. વ્યસનમુક્તિ આંદોલન, આદિવાસી વિકાસ, સંસ્કૃતિપ્રચાર, કુરિવાજનાબૂદી, રોગીઓને સહાય, સાહિત્યપ્રકાશન, ધ્યાનશિબિર, મૌનમંદિર અને ગૌશાળા સંચાલન સમી વિવિધ પ્રવૃત્તિઓથી એમના આશ્રમ ધમધમતા રહે છે. એક અલ્પશિક્ષિત સંતના શિક્ષિત અને પદવીધારી શિષ્યો વડે સદા પ્રવૃત્ત આશ્રમ દર્શાવે છે કે માત્ર દુન્યવી જ્ઞાન જ નહીં, અલૌકિક જ્ઞાન જગતને અને જનને અજવાળે છે. આવા અલૌકિક જ્ઞાનધર પૂ. આશારામ બાપુ એમના આતમના અજવાળે ઊજળા સંત છે. (૧૦) જ્ઞાનસંપ્રદાયના અધિકારી ગાદીપતિ પૂ. અવિચલદાસજી : તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૭ના સોમવારે આ સંતનો ૫૭મો પ્રાગટ્ય દિન “લોકોત્સવ” રૂપે ઊજવાઈ ગયો. જેમ એક સમયમાં સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ બન્યું હતું એમ આજે ચરોતર સંતોની ભૂમિ બની ગયું છે. મધ્યગુજરાતમાં શેઢી નદીથી મહીસાગર વચ્ચેના પ્રકૃતિના સુરમ્ય અને માત્ર ચારુ જ નહીં ચારુતરથીય વધુ સુંદર એવા ચરોતરની ભૂમિમાં આધ્યાત્મિક વિકાસ અને ધર્મસંસ્થાનો વિશેષ પ્રમાણમાં વિસ્તરી રહ્યાં છે. વડતાલ-બોચાસણમાં સ્વામિનારાયણના સંતો વિરાજે છે. નડિયાદમાં સંતરામ મહારાજ અને પૂજ્ય મોટાનો આશ્રમ છે. દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદજીનો ભક્તિનિકેતન આશ્રમ છે. ભાદરણનો શાન્તિ આશ્રમ સદ્ગત કૃષ્ણાનંદથી શોભી રહ્યો હતો. સંદેશરમાં સંત પ્રીતમદાસની સમાધિ અને ડાકોર જેવા તીર્થરૂપ નગરમાં રણછોડજી મંદિર છે. આણંદથી ડાકોર જવાના માર્ગે સારસાપુરી ગામે જ્ઞાનસંપ્રદાયના ગાદીપતિ સંત પૂ. અવિચલદાસજી બિરાજ્યા છે. ચારુતરનો આ સંતવૈભવ ગુજરાતમાં ચરોતરને અધ્યાત્મ ક્ષેત્રે અગ્રણી ઠેરવે છે. અજ્ઞાનતામાં ઘેરાયેલા અને સગુણ કે નિર્ગુણભક્તિના દ્વન્દ્રમાં ફસાયેલા ભક્તો ભગવાનને મેળવવામાં સદા અથડાતાકૂટાતા રહ્યા છે તેવા લોકોને જોઈને કેવળ ભગવાને પરમ ગુરુઓને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. આમ સકર્તા સર્જનહાર કુબેરસ્વામીરૂપે કરુણાસાગરજીને પૃથ્વી પર મોકલે છે, જેઓ અથાહજ્ઞાન ચર્ચાને ભવમાંથી આત્માઓને મુક્ત કરે છે. આ વિચારધારાની પરંપરામાં સ્થપાયેલી ગાદીના સંતોને “કુરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્ પરમગુરુ ધર્મધુરંધર પૂ. કરુણાસાગરજી મહારાજ સારસાપુરીમાં સં. ૧૮૨૯ના મહા વદિ બીજે પ્રગટ થયેલા, જે પ્રથમ કુરાચાર્ય' ગણાયા. બાદ બીજા ગાદીપતિ પૂ. નરદેવસાગર મહારાજ, ચોથા પૂ. ભગવાનદાસજી થયા. આ પરંપરામાં સાતમા ક્રમે પૂ. નેમિનાથજી મહારાજ જે વધુ તો શીતલદાસજીના નામે જાણીતા હતા. તેઓશ્રીના અનુગામી તરીકે હાલના સંત પૂ. અવિચલદાસજી મહારાજ બિરાજે છે. ઉંમરના બે દાયકા માંડ પૂરા કરીને યુવાનીના પ્રવેશદ્વારે જ આવીને ઊભેલા આ સંતે જ્ઞાન અને સંયમથી પોતાની પ્રગટાવેલી પાત્રતા વડે ગુરુગાદી સ્વીકારી હતી. પોતાના ગુરુઓ અને પુરોગામીઓની જેમ આ સંતે પણ અનેક પડકારો સહન Jain Education Intemational Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy