SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૩ આશિષનો લાભ મળ્યો હતો. દશ વર્ષની વયે પૂ. યોગીજીનાં પ્રથમ દર્શને જ આ બાળકનું મન સંસારીભોગના બદલે સાધુસંતોની સેવા અને અધ્યાત્મવિકાસની પ્રવૃત્તિઓમાં રત રહેવા લાગ્યું. એમનું પ્રાથમિક શિક્ષણ આણંદની ડી.એન. હાઇસ્કૂલમાં થયું. અહીં જ માધ્યમિક શિક્ષણ પૂરું કરીને વિદ્યાનગરની સાયન્સ કોલેજમાંથી ૧૯૬૩માં સ્નાતક થઈ ‘ઉરેગ કેમેસ્ટ્રી’ના વિષય સાથે એમ.એસ.સી. પૂરું કર્યું. સંશોધનનો અભ્યાસ આગળ વધાર્યો અને મહાનિબંધ પણ તૈયાર કર્યો, પરંતુ પદવી ના લીધી. કોલેજમાં પૂ. યોગીજી મહારાજે સત્સંગસભા કરવાનું સૂચન કરતાં, એક રૂમમાં દર સપ્તાહે મળતી આ યુવાસભા એક મોટા હોલમાં મળવા લાગી. એ સમયમાં સન્યાસીસાધુઓ પાળતા હોય એવા થોડા નિયમપાલનનો આદેશ થયો. તેમના આઠ સહાધ્યાયીઓને આધ્યાત્મિક દર્શન કરાવવા સાથે આદેશ આપ્યો : “તમે સૌ સંસારમાં પરત ના જશો, તમને ભગવાં નથી આપવાં, પણ આ જ વસ્ત્રોમાં સાધુ કરવા છે. યુગ પ્રમાણે કર્મયોગી બનાવી અંતર ભગવું બનાવી સાધુતા નિખારી પ્રભુકાર્યને વહેતું રાખવાના કાર્યમાં સમર્પિત કરવાના છે. સૌ સાહેબ” (જશભાઈ)ની આજ્ઞામાં રહેજો.” પૂ. યોગીબાપાએ પત્રમાં જણાવ્યું કે, “જૂનાગઢમાં ગુણાતીતાનંદસ્વામીની જેમ ૨૦૦ યુવાનોને બ્રહ્મવિદ્યા ભણાવી શકો તેવા થશો.” આમાંથી જશભાઈના નેતૃત્વ હેઠળ નવું મિશન રચાયું. ઈ.સ. ૧૯૭૬માં મોગરી ગામ પાસે વિદ્યાનગરના માર્ગે ‘અનુપમ મિશન પબ્લિકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ રજિસ્ટર્ડ થયું. ત્યારથી પૂ. જશભાઈ તેના આજીવન પ્રમુખ બન્યા છે. સંસ્થાના અધ્યાત્મ કેન્દ્ર “બ્રહ્મજ્યોત'માં તેમણે કાયમી નિવાસ કર્યો છે. જ્ઞાનવિજ્ઞાનના આધુનિક શિક્ષણકાર્ય સાથે યુવાનોના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને સંસ્કાર જાગૃતિ અને યુવાવિકાસની વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે વિદેશયાત્રા દ્વારા તેઓ સતત પરિભ્રમણ કરતા રહે છે. સંસારીવેશમાં રહીને પણ સત્સંગ સાથે યુવા પ્રવૃત્તિઓ કરી રહેલા આ મિશનનું “અનુપમ’ નામ સાર્થક કરે છે, તે સાચે જ અનુપમ છે. આવા મિશનના સ્થાપક અને સંચાલક–અધ્યક્ષ પોતે પૂ. જશભાઈ “સાહેબ' પણ અનોખા સંત બની રહ્યા છે. એમનો સંદેશ છે “ર્થિક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલોઝ' અર્થાત્ સારું અને વિધાયક વિચારો, અન્ય સદ્દગુણો આપોઆપ આવશે. પ્રભુની મદદ જરૂર મળી રહેશે!” (૯) આતમના અજવાળે ઊજળા ૫. આશારામ બાપુ અગાઉના સમય કરતાં વીસમી સદીમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ અને તે મેળવવાની સુવિધાઓ વ્યાપક બનતાં કેળવણીનો વિસ્તાર સધાયો. પરિણામે આજના સંતોમાં અભણ કે ઓછું ભણેલા સંતો ઓછા જોવા મળે છે. આજ જ્યારે દરેક સંપ્રદાયમાં ઘણા ભણેલા અને પદવીધારી સંતો જોવા મળે છે ત્યારે એક સંત એવા વિરલ છે કે પોતે માત્ર સાધારણ જ ભણ્યા છતાં અગણિત શિક્ષિત અને ડિગ્રીધારી શિષ્યગણ ધરાવે છે. એવા સંત છે પૂ. આશારામ બાપુ. સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં નદી કિનારે વસેલા બૈરાણી ગામે પિતા થાઉલજી અને માતા મહેંગીબાનુની કૂખે આ સંતનો જન્મ તા. ૧૭-૪-૧૮૯૮ના રોજ થયો હતો. સમૃદ્ધ પરિવારમાં પરવરિશ પામતું આ સંતાન આઝાદીના થયેલા દેશના વિભાજનના કારણે વતન છોડી અમદાવાદમાં આવીને વસ્યું. અહીં તેમના પિતાજીએ આવક માટે લાકડાકોલસાનો વેપાર શરૂ કર્યો. તેમાં સ્થિર થઈને ખાંડનો વેપાર શરૂ કર્યો. બાળક આશુમલ પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને મણિનગરની જયહિંદ હાઇસ્કૂલમાં દાખલ થયા. મેધાવી હોવાથી દરેક વર્ગમાં પ્રથમ નંબરે પાસ થતા રહ્યા, છતાં લૌકિક વિદ્યાને બદલે તેમનું ચિત્ત અલૌકિક વિદ્યા તરફ ઢળતું ગયું. રિસેસના થોડા સમયમાં પણ રમત છોડી વૃક્ષ નીચે ધ્યાન ધરી બેસી જતા. આમ શરૂઆતથી જ યોગવિદ્યા અને અધ્યાત્મ તરફનો ઝોક વધારે હતો. એવામાં જ પિતાનું અવસાન થતાં ભણતર છોડી કારોબાર સંભાળવો પડ્યો. માતાના ધર્મસંસ્કારોનું સિંચન ઊગવા માંડ્યું. બાળપણથી જ દેવપૂજા અને ધ્યાનમાં બેસવા માંડેલા. વયની સાથે આ પૂજાભક્તિમાં વૃદ્ધિ થતી ગઈ. બાળકના ચહેરા પરની વિલક્ષણ કાંતિ, વિશાળ લલાટ અને નેત્રનું તેજ જોઈને અગાઉ કેટલાકે ભાખ્યું હતું કે, “આ બાળક જરૂર કોઈ સિદ્ધ પુરુષ છે. જે પોતાનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે જ જન્મ્યો છે, એટલે તે ચોક્કસ એક મહાન સંત થશે.” દુકાનના ફાજલ સમયમાંથી પણ ધ્યાન-ભક્તિ અને ચિંતનમનનથી તેમની આધ્યાત્મિક શક્તિઓ વિકસવા લાગી. અંત:પ્રેરણાથી માતાના માર્ગદર્શન દ્વારા તે લોકોની સમસ્યાઓ દૂર કરવા લાગ્યા. જ્ઞાતિપ્રથા અનુસાર તેમની સગાઈ થઈ, ગયેલી પરંતુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy