SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કર્યા છે. તેમણે કાશીમાં રહીને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. અર્થજ્ઞાન સંપ્રદાયના ગ્રંથોનું પણ ઊંડે પરિશીલન કરી તેમાં પારંગત થયા. તીવ્ર યાદશક્તિ, નિર્ભયતા, માણસની પરખ સાથે હિંદુઓમાં હિંમત અને ચેતનની ચિનગારી કુંવાવાળા આ સંત વિશ્વ હિન્દુ પરિષદના ટોચના નેતાઓમાં પણ સ્થાન પામ્યા છે. રામમંદિર–નિર્માણના જાગૃતિઆંદોલન અંગે તેમણે પ્રવચનો દ્વારા હિન્દુસમાજને ચેતનવંતો બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરેલું. સંપ્રદાયની ગાદીપરંપરા ઉપરાંત પોતાના ગુરુની જેમ હિન્દુસમાજના ઘણાં પદ તેમણે શોભાવ્યાં છે. ભજનો, શિબિરો, પ્રવચનો વગેરે દ્વારા સમાજના દરેક વયનાં લોકોને સાથે રાખીને કામ કર્યાં છે. હાલ તેમની સંસ્થામાંથી પ્રગટ થતા ‘કેવલજ્ઞાનોદય' સામયિકમાં સેવા આપવા સાથે ધર્મ અને સામાજિક વિકાસની વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ સક્રિયપણે માર્ગદર્શન આપી રહ્યા છે. માનવસમાજે પણ પોતાના પ્રતિભાવરૂપે થોડા સમય પહેલાં તેમના પમાં પ્રાગટ્યપર્વ નિમિત્તે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. સારસાપુરીની આ જ્ઞાનપીઠ આજે આવા એક સર્વગુણ સંપન્ન, વિદ્વત્તાથી ઝળહળતા અને સમાજસેવામાં સમર્પિત એવા આ સંતથી ચરોતરમાં દીવાદાંડી રૂપે શોભી રહી છે! (૧૧) ભાગવતભાસ્કર સં. પૂ. રમેશભાઈ ઓઝા (પૂ ભાઈ) આજના સમયમાં કથાકારોમાં પૂ. મોરારિબાપુ અગ્રેસર છે. તે જ રીતે વીતેલા સમયના લોકપ્રિય ક્લાકરોમાં ભાગવત વિદ્યાપીઠના સ્થાપક પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી, પૂ. ડોંગરે મહારાજ અને પૂ. શંભુ મહારાજ લોકપ્રિય હતા. એ પછીના યુગના આ થાકારો અસ્તાચળે જતાં આજે પૂ. મોરારિબાપુ, પૂ. આશામજી જેવા કથાકારોની હરોળમાં બિરાજી રહે તેવા કથાકાર છે હજુ હમણાં જ જેમનો વનપ્રવેશ મુંબઈમાં ઊજવાયો તેવા આજના આ કથાકારનું નામ છે પૂ. શ્રી રમેશભાઈ ઓઝા, જેઓ પ્રજામાં માઈ'ના નામથી વધુ પ્રિય છે. ભાવનગરના રાજુલા તાલુકાના ‘દેવકા' નામના નાનકડા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણકુળમાં તા. ૩૧-૮-૧૯૫૭ના દિને તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ શ્રી વ્રજલાલ કાનજીભાઈ ઓઝા અને માતા છે લક્ષ્મીબાઈ. તેમના જન્મપૂર્વેની એક ઘટના આ સંતના જીવન માટે ઘણી સૂચક બની છે. કુટુંબના વડીલ દાદીમા ભાગીરથીબહેનની ઇચ્છા ધરમાં ભાગવતુપારાયણ બેસાડવાની હતી, પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે એ શક્ય Jain Education International ૪૫ ન બનતાં એમનો મનોરથ અપૂર્ણ રહ્યો. આ મનોરથની પૂર્તિ ન થાય ત્યાં સુધી દાદીમાએ પગની આંટીધી (પગ નીચેથી હાથે લઈને) લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમની આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેમને બહેન માનતા શ્રી મોતીલાલ શાસ્ત્રીએ વ્યાસાસને બિરાજીને પારાયણ કરી આપ્યું. આ ભાગવતપારાયણ ચાલતું હતું ત્યારે બાળક રમેશનો માતાના ઉદરમાં ગર્ભ પાંગરી રહ્યો હતો. એ કથા પૂરી થયાના પાંચેક માસ પછી આ સંતનો જન્મ થયો. આમ દાદીમાનું તપ અને શાસ્ત્રીજીના કથાપાનનો વારસો લઈને તેઓ ધરાતલ પર અવતર્યા છે. એમનું કૌટુંબિક વાતાવરણ સંતના જન્મજાત સંસ્કારોને પોષક નીવડયું, નિત્ય સંધ્યાવંદના, પાઠપુજા અને ધર્મમય વાતાવરણમાં તેમનું શૈશવ વીત્યું, પાઠશાળામાં ધર્મ અને સંસ્કૃતિ વિશેનો તેમનો અનુરાગ વધુ કેળવાયો હતો. સ્વાધ્યાયની પાઠશાળામાં કેળવાયા બાદ મુંબઈની કોલેજમાંથી ગ્રેજયુએટ થયા, સાથે સાથે પૂર્વપશ્ચિમની પ્રણાલિકાઓનો પણ અભ્યાસ પાંગર્યો હતો. ભાગવતશ્રવણનો લાભ માતાના ગર્ભમાં મળ્યો હોવાથી બાળપણમાં જ કથાકારનાં લક્ષણો પ્રગટવાં માંડ્યાં. સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે જ સહાધ્યાયીઓનું મંડળ રચીને ગીતાપરાયણનો યજ્ઞ શરૂ કરી દીધો હતો. આ વાત જાણતાં જ કાકાએ એમના ભત્રીજાને ભાગવતના રંગે રંગી દીધો. શુકદેવજીએ કિશોરાવસ્થામાં કથા કરેલી એમ સંતે પોતાની યુવાનીના પ્રવેશે અઢારમા વર્ષે ભાગવત કથા ગાઈને પ્રથમવાર જાહેરમાં રજૂ કરી હતી. રામાયણની જેમ ભાગવતકથા ગાઈને પણ રજૂ કરી શકાય છે તેનો આ કથાકારે પ્રજાને નવો ખ્યાલ આપ્યો. ભાગવતમાં ગેયતા રહી છે તે એમણે પોતાના પ્રયત્નથી સિદ્ધ કરી આપ્યું. રામાયણ અને ભાગવત બંને ભારતીય સંસ્કૃતિના સ્તંભ છે. આ બંને પર સમાન પ્રભુત્વ ધરાવતા આ સંત કહે છે : “ભાગવત મારા શ્વાસમાં છે તેથી તે મારો વિષય છે અને રામાયણ મારો પ્રાણ છે તેથી તેના પર મને દિવ્ય પ્રેમ છે.” તેમના કથાપ્રસંગો શ્રવણ કરતા તન્મય બની શ્રોતાઓ બોલી ઊઠે છે કે, “તેમના મુખે ભાગવતકથા સાંભળવી તે જીવનની ધન્યતા છે, ને રામકથા સાંભળવી જીવનની અનન્યતા છે.’ આજના યુગના આ યુવા કથાકારે કરેલી આશરે બસો કથાઓમાં ૮૦% ભાગવત કથાઓ છે અને બાકીની રામકથાઓ છે. પોથીયાની સાથે ભજનકીર્તન અને તેના સંગીતમાં શ્રોતાઓને તરબોળ કરી દેતી રસપ્રચૂર કાવ્યશીલીના માધ્યમથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy