SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધન્ય ધરા લખવાનું મન થયું. મિત્રોએ શરૂ કરેલા હસ્તલિખિત સામયિકમાં ૧૨-૧૩ વર્ષની વયમાં જ લેખનકાર્યનો આરંભ કર્યો. એકવાર સ્વપ્નમાં તેમને સાંભળવા મળ્યું : “તે મહાપુરુષ થશે અને એમ થવા માટે જ તેમનો જન્મ થયો છે.” બીજા સ્વપ્નમાં તેમને વિદ્યાની દેવી સરસ્વતીનાં દર્શન થવાં સાથે જાણ થઈ કે પોતે અગાઉ જન્મી ગયેલા રામકૃષ્ણ પરમહંસનો જ પુનર્જન્મ પામ્યા છે. સ્વપ્નની આ વાત એ પછી ઘણા સંતોએ એમનામાં આપબળે સિદ્ધ થયાનું જણાવેલું. આ બધું તેમનાં તપ, ધ્યાન અને આધ્યાત્મિક વિકાસના આપબળે જ સિદ્ધ થઈ શક્યું હતું. વધુ અભ્યાસ માટે વિલ્સન કોલેજમાં જોડાયા તે સાથે આત્મોન્નતિ માટેની પ્રવૃત્તિઓ પણ સમાંતરે ચલાવતા રહ્યા. આત્મોન્નતિની સાધના અને સાહિત્યિક વાચનલેખન–એ બે મુખ્ય પ્રવૃત્તિઓ હતી. એકાંતમાં તેમણે અશરીરી અવસ્થાનો અનુભવ પામવા માંડ્યો અને સપ્તાહમાં એક દિવસ મૌન પાળવા માંડ્યું. આવી સાધના શિક્ષણમાં અવરોધક બની એટલે મુંબઈમાં નાપાસ થઈ વડોદરા આવ્યા અને અહીં પણ નિષ્ફળ જતાં હિમાલયની યાત્રામાં ઊપડી ગયા. બોરસદના સંત અખંડાનંદનો યાત્રામાં સંપર્ક થયો, જેણે આ યાત્રામાં પરોક્ષ રીતે અમૂલ્ય સહાય કરી. આ યાત્રામાં અલૌકિક અનુભવ થયો : અંતરની પ્રગાઢ શાંતિમાં અંદરથી અવાજ સંભળાયો-તમે નિત્ય સિદ્ધ છો, નિત્ય બુદ્ધ છો.”.......બુદ્ધનાં દર્શનથી મનમાં અખંડ–અનંત શાંતિનો અનુભવ થયો. યાત્રા પૂરી થતાં ફરી સંસારીજીવનમાં પ્રવૃત્ત થયા. સંતજીવનમાં જોડાયા પહેલાં ત્રણેક સ્થળે તેમણે કામ કર્યું હતું. ભાદરણ ગામની કન્યાશાળામાં શિક્ષક બનેલા, તે પછી વડોદરા લોહાણા બોર્ડિગમાં ગૃહપતિ થયા અને છેલ્લે ત્રષિકેશની એક ધર્મશાળામાં સંચાલક બન્યા હતા. યોગ્ય ઉમરે સ્વજનોએ લગ્નની વાત કાઢતાં જ પોતે આજીવન અપરિણિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરી તેને છેવટ સુધી વળગી રહ્યા હતા. મગરસ્વામી' નામે ઓળખાતા એક સંતે શાંતાશ્રમ નામના સ્થળે ભાઈલાલભાઈને નવરાત્રિમાં મંત્રદીક્ષા આપી, જેનાથી તેમની અંતરસાધના વેગીલી બની. રામ, કૃષ્ણ અને શંકર જેવા ઈશ્વરનાં વિવિધરૂપનાં દર્શન થયાં. સંત રામકૃષ્ણનાં પણ દર્શન થયાં અને ઉત્તરકાશીના નિવાસ દરમ્યાન રમણ મહર્ષિ તથા સંત જ્ઞાનેશ્વરનાં પણ દર્શન થયાં હતાં. હિમાલયમાં અને અન્યત્ર વસતા મહાત્માઓ-સંતોનાં દર્શનશ્રવણનો લાભ મળ્યો તે વધારામાં. ઉત્તરકાશીથી જમનોત્રી જતાં ધર્મશાળાના રાત્રિવાસ દરમ્યાન તેમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું, જેને બદ્રીનાથ યાત્રામાં મહાત્મા કુલાનંદે સમર્થન આપ્યું હતું. દક્ષિણેશ્વર મંદિર અને રામકૃષ્ણના ભક્તોના સમાગમમાં તેમને પૂર્વજન્મની વિગતોનું સત્ય સ્પષ્ટ થયું. ૧૯૪૬માં દેવપ્રયાગમાં ધ્યાન દરમ્યાન એક અજ્ઞાત મહાપુરુષે એમને દિવ્યસમાધિનો અનુભવ કરાવ્યો હતો. માતા આનંદમયીનો મેળાપ આ અધ્યાત્મયાત્રાને વેગવાન બનાવવામાં સહાયક થયો. ૧૯૫૪માં એક સંતે એમના શરીરમાં પ્રવેશી ઉદ્ઘોષણા કરી : “હું સાંઈબાબા છું”. આવી સતત અધ્યાત્મસાધનામાં વિકસતા રહેલા આ સંતે પરમાર્થ અને લોકકલ્યાણની સેવાપ્રવૃત્તિઓ પણ કરી હતી. પોતાના અનુભવો અને વાચનજ્ઞાનનો નવા અધ્યાત્મયાત્રીઓને લાભ મળે એ હેતુથી તેમણે બે ઉત્તમ ગ્રંથો આપ્યા : “ગાંધી ગૌરવ” અને “ભગવાન રમણ મહર્ષિ-જીવન તથા કાર્ય.” ગ્રંથ ઉપરાંત અન્ય સામયિકોમાં પણ તેમના લેખો પ્રગટ થતા રહ્યા. વિવિધ સ્થળે ધ્યાન શિબિરો અને સમાજસેવાની પ્રવૃત્તિઓ પણ કરતા રહ્યા હતા. અંબાજીમાં દાંતારોડ પરનું “સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ' એમનું ચિરસ્મારક છે. ઈ.સ. ૧૯૮૪ના માર્ચમાં આ સંતનો દેહવિલય થયો હતો. (૪) જૈન મુનિઓમાં અમર સંત પૂ. મુનિ અમરેન્દ્રજી મહારાજ જૈન મુનિઓમાં જે નામ જ્ઞાનસાધનાનો પર્યાય બની ગયું છે અને જે અધ્યાત્મ પરંપરાના પ્રતીક બન્યા છે એવા આ સંતનો જન્મ સં. ૧૯૮૧માં કચ્છના ભૂજપુર ગામે થયો હતો. વીસા ઓસવાળ જ્ઞાતિના પિતા મેણસીભાઈ અને માતા ભાણીબાઈની છાયામાં ઊછરતું આ બાળક શૈશવથી જ એકાંતપ્રિય, શરમાળ, સાત્ત્વિક અને અંતરાભિમુખ પ્રકૃતિ ધરાવતું હતું, છતાં ભણવામાં એ તેજસ્વી હતું. ઈ.સ. ૧૯૪૨માં વિજ્ઞાન સાથે મુંબઈમાં મેટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે પાસ કરીને ડૉક્ટર બનવાની ઇચ્છાથી મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાયા, પરંતુ દેડકાંની ચીરફાડ કરવાનું કામ સામે આવતાં જ મન ઉદાસ બન્યું. તે અરસામાં બીજા વિશ્વયુદ્ધનાં એધાણ વર્તાયાં અને મુંબઈ પર બોમ્બવર્ષા થશે એવી અફવાથી નગર ખાલી થવા લાગ્યું. તેમનું કુટુંબ પણ મુંબઈ છોડી વતન તરફ ચાલી નીકળ્યું. એકાદ વર્ષ અંગ્રેજી શાળામાં શિક્ષક રહીને પાછા મુંબઈ પહોંચ્યા. થોડો સમય ધંધો કરી માટુંગાની પોદ્દાર કોલેજમાં જોડાયા. અહીં પાળી પદ્ધતિ અમલમાં હોવાથી બપોરે કોલેજનો અભ્યાસ કરી સાંજે વેપારનો હિસાબકિતાબ કરતા અને મોડેથી આધ્યાત્મિક રૂચિને Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy