________________
939
સંત ગોપાલદાસ ઉત્તરાવસ્થામાં બોરસદ છોડીને નડિયાદ આવ્યા. ત્યાં કંસારા બજાર (માંગલકોટ)માં સંવત ૧૭૯૯માં સત્સંગ મંડળી સ્થાપી અને સં. ૧૯૨૧માં શ્રી વેદાંતભવન નામની યાદગાર સંસ્થાની સ્થાપના કરી હતી. તેમાં વર્ષભર સવારસાંજ સંતો દ્વારા સત્સંગ પ્રવચનનો પ્રજાને લાભ મળતો થયો. એમ કહેવાય છે કે એ સમયમાં એક પ્રસંગે શ્રી સરદાર પટેલ અને કસ્તુરબા જેવા મહાનુભાવોએ પણ આ સંતના સત્સંગનો લાભ લીધો હતો. કસ્તુરબાએ ગોપાલદાસને ખાદી આપી હતી, જેનો સ્વીકાર કરીને આ સંતે પોતાના સંતોને પણ ખાદી અપનાવવાની ભલામણ કરી હતી. સિત્તેર વર્ષની વયે દેહાવસાન થતાં સ્વામી આત્માનંદજીએ ચંદનકાષ્ઠથી તેમનો અગ્નિસંસ્કાર કરેલો. તેમની યાદમાં બંધાયેલો ચોતરો આજે પણ ચરોતર પ્રજાપતિ સમાજના અગ્રણી સંત ગોપાલદાસજીની યાદ તાજી કરાવે છે.
આધુનિક સંતો ઃ—૨૦મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૧મી સદીના આરંભમાં જે સંતોનો ગુજરાતમાં પ્રભાવ પ્રસર્યો હતો અને હજુ પ્રસરી રહ્યો છે તેવા સંતોમાં દાદા ભગવાન, પાંડુરંગ શાસ્ત્રી, સ્વામી સચ્ચિદાનંદ, કૃષ્ણાનંદ, મોરારિબાપુ જેવા અગ્રણી સંતોની સાથે એમના સમકાલીન કેટલાક સંતમહાત્માઓનો સમાવેશ થાય છે. એમાંના થોડાક વિશે સ્થળસંકોચના કારણે સંક્ષેપમાં જોઈશું.
(૧) અક્રમમાર્ગના ઉપાસક : સંત દાદા ભગવાન
જેમને પોતાને જ એકાએક–અક્રમ માર્ગે બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું એ સંતે પોતાના અનુયાયીઓને અક્રમજ્ઞાન પ્રત્યે વાળ્યા હતા. આણંદ જિલ્લાના દક્ષિણે બોરસદ તાલુકાના ભાદરણ ગામે ૧૯૦૮માં તેમનો જન્મ થયો હતો. મૂળ સંસારી નામ હતુંઅંબાલાલ મૂળજીભાઈ પટેલ. શરૂઆતનું જીવન પૂર્ણ સંસારી હોવાથી ભણીગણીને ધંધામાં લાગ્યા હતા. કોન્ટ્રાક્ટરના કામે એકવાર પ્રવાસે જવું થયું. સુરત રેલ્વે સ્ટેશનના ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર આવતી ગાડીની રાહ જોતાં બેઠા હતા. વાતાવરણ ચારે તરફના કર્કશ કોલાહલથી ભરપૂર હતું. ધ્યાન કે સમાધિની કલ્પના પણ અશક્ય હતી. એવા સ્થળે ઘોંઘાટભર્યા વાતાવરણમાં તેમને એકાએક સહજજ્ઞાન થયું. જીવ-જગત, મન-સંસાર–ભગવાન વિશેના પ્રશ્નોમાં ગૂંચવાયેલા અંબાલાલના તમામ પ્રશ્નો એકસાથે ઊકલી ગયા, સાથે બ્રહ્માંડરહસ્ય અને
Jain Education International
ધન્ય ધરા
આત્મસ્વરૂપનું પણ ભાન થયું. સ્ટેશનના પૂરા કોલાહલ અને મેદનીમાં પણ તેમને અનન્ય શાંતિનો અહેસાસ થયો અને ઊંડી સમાધિમાં ઊતરી ગયા. આ સાક્ષાત્કાર પછી અંબાલાલ પટેલ મટીને એ વ્યક્તિ ‘દાદા ભગવાન' નામની પરમ વિભૂતિ બની ગયા. આ અંગેની સ્પષ્ટતા કરતાં કહે છે કે “હું પોતે દાદા ભગવાન નથી, મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે, તમારામાં પણ એ જ દાદા ભગવાન છે.” તેમની સમજણ મુજબ મોક્ષનો એક માર્ગ ક્રમિક માર્ગ છે. સંસાર ચલાવતાં જે કર્મ બંધાય છે તે ક્રમિક માર્ગ ગણાય અને બીજો છે અક્રમમાર્ગ. સંસાર ચલાવતાં પણ કર્મ ન બંધાય તે અક્રમમાર્ગ કહેવાય! ક્રમિક માર્ગમાં સાધકે સાધનાવિકાસનાં ક્રમિક પગથિયાં ચડવાં પડે છે. અક્રમમાર્ગ Liftનો માર્ગ છે. આ માર્ગમાં સાધકને અહંકાર અને મમતા છોડાવી તેને ‘શુદ્ધાત્મા’ ગ્રહણ કરાવીએ છીએ. એ પછી તેણે કશાનો ત્યાગ કરવાનો નથી કે કશું છોડવાનું નથી કે ગ્રહણ કરવાનું નથી. કૃષ્ણે થોડા સમય માટે અર્જુનને દિવ્યચક્ષુ આપ્યાં હતાં, અમે તમને કાયમી દિવ્યદૃષ્ટિ આપીએ છીએ. માત્ર મિનિટોમાં જ બ્રહ્મબોધ કે સાક્ષાત્કાર કરાવીએ છીએ. આ શક્તિપાતની વાત નથી. એ ભ્રમ દૂર કરતાં તેઓ કહે છે, “અક્રમમાર્ગમાં શક્તિપાતનું સ્થાન નથી. શક્તિ અમે નાખતા નથી, શક્તિ તો તમારામાં હોય જ છે. માત્ર પ્રગટેલો દીવો અડતાં જ તમારું કોડિયું પણ સળગતું થાય છે.’’
સંસારી વેપારીવેશ સાથે સંસારમાં જળકમળવત્ રહેતા આ મહાનુભાવે એક શ્રેષ્ઠ સાધુસંતની મધુર નિર્મળ વાણીમાં સહજ સૂત્રાત્મક રીતે આપેલ ઉપદેશ વર્તમાનનાં સંસારીઓને દૈનિક જીવનમાં ખૂબ ઉપયોગી બને તેવો છે. ભગવાં વસ્ત્રો ધારણ કર્યા વિના કે સંસાર છોડ્યા વિના સહજજ્ઞાન માટે અક્રમ માર્ગના આરાધક બનેલા દાદાને જોઈને થાય કે આ વિભૂતિ સંતસાધુઓની પરંપરા અનુસાર ન હતી. તેમના ચિંતનને પ્રગટ કરતા ઘણા ગ્રંથો રચાયા છે. તે ઉપરાંત ‘અક્રમવિજ્ઞાન’ નામના સામયિક દ્વારા વહેતા વિચારો પણ તેમના અનુયાયીઓને અક્રમજ્ઞાન પૂરું પાડે છે. સૂત્રાત્મક ઉપદેશવિધાનોને ‘આપ્તસૂત્ર’ કહેવાય છે અને તેમના પંથે દીક્ષિત થનારને ‘આપ્તપુત્ર’ કહેવામાં આવે છે. ૧૯૮૮ના જાન્યુઆરીમાં દેહાવસાન પામેલા આ સંતનાં કામરેજ (જિ. સુરત) અને ભાદરણમાં ‘ત્રિમંદિર’ નામે સ્મૃતિમંદિર બંધાયાં છે. તેમની પ્રવૃત્તિઓનું સંચાલન એમના અનુગામી ડૉ. નીરુબહેન અમીન સંભળતાં હતાં, તેઓનું પણ તાજેતરમાં જ અવસાન થયું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org