SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમની વાણી એવી પ્રભાવશાળી નીવડી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળતાં જ રહે. પંઢરપુરનો અભ્યાસ પૂરો કરી વધુ અભ્યાસ માટે રામચંદ્રજી કાશી પહોંચ્યા. પંઢરપુર અને કાશીમાં વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરીને તેમણે કથા કહેવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ ભાગવત સપ્તાહની કથા પૂનામાં થઈ. કથાકાર મટી જાણે ભાગવતના વાસ્તવિક દ્રષ્ટા અને વક્તા બની ગયા! તેમણે કરેલી આ કથા એવી તો વંત બની કે શ્રોતાઓને થયું, કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી છે! પરિણામે એ કથા મધુર અને પ્રેરક બની રહી. પૂનાની કથા પૂરી કરીને પછી વડોદરા આવીને વસ્યા હતા. જન્મ કર્ણાટકમાં અને અધ્યયન પંઢરપુરમાં થવાને કારણે ગુજરાતી ભાષા બોલવામાં પડતી મુશ્કેલી તેમણે પૂ, નરહિરે મહારાજના સાન્નિધ્યમાં દૂર કરી લીધી. એ પછી ગુજરાતમાં પ્રથમ સપ્તાહકથા ૧૯૫૪માં તેમણે સૌરાષ્ટ્રમાં જઈને કરી. અપવાદરૂપે આ પ્રથમ કથાની આવક પોતાના કુટુંબની આજીવિકા માટે લીધી. એ પછીની જીવનની તમામ કથાઓની આવક સમાજનાં ઉપયોગી કાર્યોમાં આપી દેવાનો તેમણે કરેલો સંકલ્પ જીવનના અંત સુધી નિરપવાદરૂપે પરિપૂર્ણ કર્યો હતો. ત્યાગભાવનાના આ સંકલ્પના પરિણામે હજારો મંદિરો હોસ્પિટલોનાં નિર્માણ અને જિર્ણોદ્ધારમાં તેમણે આપેલું દાન ગુજરાતના ઇતિહાસમાં અજોડ ગણાય તેવું છે. ઈશ્વરદત્ત પ્રતિભાના કારણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એમની શૈલીમાં વિદ્વતા અને ભાષાપ્રભાવનો અદ્ભુત સંગમ રચાતો હતો. ભાગવતની જેમ રામાયણની કથામાં પણ તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા હતા. આછા કટાક્ષ, અર્થસભર ટૂંકા દૃષ્ટાંત અને શ્રોતાઓમાં ધર્મનું ભાથું ભરી આપવાનો ઇરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા. ગાંધીજીની જેમ જ ડોંગરેજીએ પણ નમૂનારૂપ સાદગી સ્વીકારી હતી. એક માત્ર ધોતિયું પહેરતા અને શિયાળામાં એક વધારે ધોતિયાથી ઉપરનું શરીર ઢાંકતા. આવી સાદગી, ગૌરવર્ણ અને હંમેશાં નિમિસિત નયનથી વિનમ્રતાની મૂર્તિ સમા પૌરાણિક ઋષિમહાત્મા જેવા શોભતા હતા. જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિના ત્રિવેણી સંગમની જીવંત મૂર્તિસમા આ કથાકાર વિશે શ્રી રમણલાલ સોનીએ યોગ્ય જ લખ્યું છે કે, “પૂ. ડોંગરેજી સામાન્ય વક્તા નહીં, અર્થગર્ભ વ્યાખ્યાતા છે. તેમની વાણી ઊંડા અંતરમાંથી આવે છે. તેઓ કેવળ કથાકાર કે ભાષ્યકાર નહીં પણ વ્યાસ છે. એમની કથામાં સમગ્ર વાતાવરણ જ્ઞાનવૈરાગ્યથી પુષ્ટ એવી ભક્તિ-ભાવનાથી Jain Education International ૩૫ તરબતર બની જાય છે'', એમની કથા આપણને ચિરંતનવારસાનું ભાન કરાવે છે. તેઓ સૂચવે છે કે ભૂતકાળ સાથેનો સંબંધ છોડી કોઈ મહાન બની શકતું નથી. એ સંબંધ જોડીને જ મહાન બની શકાય છે. ઘોડાં વર્ષ પહેલાં જ એમનું દેવસાન થતાં ગુજરાતે સાક્ષાત્ વ્યાસ સમા કથાકાર ગુમાવ્યા. કુંભાર કુટુંબમાં જન્મી-ઊછરીને પણ સંત કબીરની જેમ એક ઉત્તમ સંત બનેલા સંત ગોપાલદાસ ચરોતર પંધમાં પ્રખ્યાત થઈ ગયા છે. વિ.સં. ૧૯૨૪માં બોરસદ (જિ. આણંદ)માં પિતા ગોવિંદભાઈ અને માતા નાથીબાઈની કૂખે તેમનો જન્મ થયો હતો. કુટુંબના વારસામાં કુંભારનો ધંધો અને સાધુસંતોની સેવાએ બે અમૂલ્ય ચીજો મળી હતી, તેથી ચાર ધોરણ સુધી ભણી એક તરફ બાપીકા વ્યવસાયમાં મદદગાર થવા જોડાયા અને સાથે સાથે બાળપણાથી જ ઘરમાં આવતા સાધુસંતોની સેવામાં જોતરાવા લાગ્યા. સત્સંગનો પ્રભાવ પ્રબળ બનતાં યુવાનવયે વ્યવસાય છોડીને વૈરાગ્ય તરફ ઢળ્યા. વેદાંતના અભ્યાસની રુચિ વધતાં વિચારસાગર, અને પંચદશી' જેવા ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. બોરસદમાં ગૌપાલદાસના સમકાલીન સંત ભિક્ષુ અખંડાનંદ પણ થઈ ગયા હતા. એ બેઉ સંતોને ભાદરણના વેદાંતાચાર્ય જાનકીદાસ નામના સન્યાસીએ જ્ઞાન-માર્ગદર્શન આપીને પોટ્યા હતા. નાની વયે ગોપાલને પરણાવી સંસારમાં વાળવાનો પ્રયત્ન થયો. એક પુત્રીનો જન્મ પણ ધંધો, પરંતુ સમય જતાં માતાપુત્રીનું અવસાન થતાં એમના જીવનમાં નરસિંહ મહેતા જેવી સંસારમુક્તિ મળી ગઈ. એ પછી ઘરસંસાર છોડી બે જોડ કપડાં લઈ યાત્રાએ નીકળી પડ્યા. દરમ્યાન હરદ્વારમાં તેમણે ‘વાશિષ્ટ્ય’ અને બ્રહ્મસૂત્ર'નો અભ્યાસ કરી પરિપક્વતા કેળવી. યાત્રાથી પરત આવતાં એમના ભક્તોએ એક ભજનમંડળી રચી અને આસપાસનાં ગામોમાં ભજનભક્તિ શરૂ કર્યાં. બોરસદની આસપાસનાં ખંભાત, નિડયાદ, પેટલાદ જેવાં અન્ય ગામ-નગરોમાં પણ ભજનમંડળી રચાવા લાગી, જેનો ચેપ ભરૂચ, રાજપીપળા અને ઉમલ્લા ગામ સુધી ફેલાયો. આમ ગોપાલદાસનો ભજન, સત્સંગ અને કીર્તન-પ્રવચનનો પ્રભાવ ઝડપથી વિસ્તરવા લાગ્યો. “આજન્મ સુખમય જીવન પસાર કરીને પરલોક સુધારવો' એ સૂત્ર એમનાં પ્રવચનોનો મુખ્ય સૂર બની રહેલો. વેદાંતના ગૂઢ મર્મને પ્રજા સમક્ષ સાદી સરળ ભાષામાં મુકવાનું તેમનું કાર્ય વધુ પ્રેરક અને પ્રશંસનીય બન્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy