SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ કao ધન્ય ધરા મડિયા વિશે સંશોધનગ્રંથ તૈયાર કરીને ૧૯૭૬માં Ph. D.ની પદવી મેળવી. બી.એ. થયા ત્યારે ૧૯૬૫માં વતનની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એ પછીના ચારેક વર્ષમાં સંજાણ હાઇસ્કૂલમાં શિક્ષક અને ચીખલીની કોલેજમાં ગુજરાતીના પાર્ટટાઇમ લેક્ઝરર તરીકે સેવા આપી. ૧૯૭૦થી ૨૦૦૫ સુધીના સાડા ત્રણ દાયકા ભાદરણ કોલેજમાં વ્યાખ્યાતા અને અધ્યક્ષ તરીકે સેવા આપીને નિવૃત્ત થયા. ૧૯૭૯થી ૨૦ વર્ષ સુધી નડિયાદ અને પેટલાદનાં અનુસ્નાતક કેન્દ્રોમાં અને નિવૃત્તિ બાદ એક વર્ષ આણંદ આર્ટસ કોલેજમાં M.A.ના વર્ગોમાં અધ્યાપન કાર્ય કરવા સાથે ગુજરાત યુનિવર્સિટીના M. Phil. તથા Ph. D.ના માર્ગદર્શક ગાઇડ) તરીકે પણ સેવાઓ આપી. એક સંશોધકે M.Phil. અને બે સંશોધકોએ Ph. D.ની પદવી મેળવી છે. હજુ ત્રીજા સંશોધકનું Ph. D.નું કાર્ય સંભાળે છે. વિદ્યાર્થીકાળથી જ કોલેજના ભીંતપત્રોમાં અને વાર્ષિક મેગેઝિનમાં કાવ્ય-વાર્તા–નિબંધમાં કલમ ચલાવવાની કેળવણી મેળવી છે. ધીમે ધીમે ગુજરાતના ગુણવત્તા ધરાવતાં મેગેઝિનોમાં પણ તેમનાં લખાણો પ્રગટ થવાં લાગ્યાં. વિવિધ સંસ્થાઓના પરિસંવાદોમાં સક્રિયપણે જોડાતા રહીને અભિવ્યક્તિ કરતા રહેલા આ લેખકના રેડિયોવાર્તાલાપ પણ પ્રસારિત થતા રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને વડોદરાની “અક્ષરા' સાહિત્યસંસ્થાના આજીવન સભ્ય રહેલા ડૉ. ત્રિવેદી નિવૃત્તિકાળમાં પણ વાચનલેખનમાં સતત વ્યસ્ત રહે છે. વિદ્યાર્થી ઉપયોગી નિબંધમાળા અને ટી.વાય.બી.એ.ના પાઠ્યપુસ્તક સાથે “મડિયાનું અક્ષરકાર્ય” નામે પ્રગટ થયેલ સંશોધનનો મહાનિબંધ તેમની ધ્યાનપાત્ર રચનાઓ છે. ભાદરણના સંત પૂ. સ્વામી કૃષ્ણાનંદના સ્વાનુભવને વર્ણવતા “સ્વામી સંપુટ' (ભાગ-૧-૨)નાં સંપાદન અને પ્રકાશનની કામગીરી પણ સફળતાપૂર્વક નિભાવી જાણી છે. અહીં તેઓ ફરી એક વાર ગુજરાતની પ્રજાના અધ્યાત્મજગતના આંતરપ્રવાહોનો પરિચય આપી રહ્યા છે. લેખકને ધન્યવાદ! અમારી ગ્રંથયોજનાને એમણે ઘણું જ બળ આપ્યું છે. –સંપાદક ગુજરાતના ધાર્મિક પ્રવાહો “બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' ગ્રંથમાં અગાઉ મારો એક લેખ “સંસ્કૃતિના ઉપદેષ્ટા સિદ્ધપુરુષો' મથાળે છપાયો હતો. ગુજરાતના સંતો, ભક્તો અને સંસ્કૃતિરક્ષકોની અમર્યાદ સંખ્યામાંથી થોડાક વિશે એમાં લખી શકાયું, પરંતુ જેટલું લખાયું તે ગુજરાતની ધર્મપ્રેમી અને ચિંતનશીલ પ્રજાને પસંદ પડ્યું અને તે વિશે સારા એવા પ્રતિભાવો પણ પ્રાપ્ત થયા. એનાથી પ્રેરાઈને શ્રી નંદલાલભાઈએ મને આ નવા ગ્રંથ માટે લખવા કહ્યું. થોડી પ્રતિકૂળતાઓને લીધે મેં પહેલાં ઇન્કાર કરી દીધો, છતાં સપ્ટેમ્બર '૦૭ના આરંભમાં તેમનો આગ્રહભર્યો પત્ર મળ્યો, જેમાં તેમણે લખ્યું છે : “આધ્યાત્મિક વિભૂતિઓ અંગેની વિપુલ સામગ્રી તમારી પાસેથી ઉપલબ્ધ થઈ શકે એમ છે, એવા એક ખ્યાલથી જ તમને ફરી લખવા પ્રેરાયો છું. એટલે પ્રતિકૂળતા ઘટી હોય અને તબિયતની અનુકુળતા હોય તો હજ પણ એકાદ લેખમાળા તૈયાર કરીને જલ્દી મોકલી આપશો.” પત્રમાં જણાવેલું કે “ગ્રાફિક્સનું કાર્ય ચાલુ છે' છતાં તેઓ મારા લેખને ગ્રંથમાં સમાવવા આગ્રહ કરતા હતા. એમના આગ્રહને હું ટાળી ના શક્યો. એ અરસામાં જંબુસરથી ડૉ. બિપિનભાઈ ત્રિવેદીનો ફોન આવ્યો કે, મુ. નંદલાલભાઈની તબિયત વધુ કથળી રહી છે એટલે કદાચ એમના તરફથી આ છેલ્લો ગ્રંથ તૈયાર થશે. એ સાંભળીને લાગ્યું કે જેમણે આવા મૂલ્યવાન ગ્રંથો માટે આખું જીવન સમર્પિત કર્યું હોય તેમના ભગીરથકાર્યમાં શક્ય તેટલી સહાય કરવાની તત્પરતા દર્શાવવી આપણી ફરજ બની રહે છે. પરિણામે તમામ સંજોગો અને કુટુંબકાર્યોને હડસેલી આ લખવા કટિબદ્ધ થયો. મારું વતન ભરૂચ જિલ્લામાં આવેલું જંબુસર ગામ છે. તાલુકાનું મુખ્ય મથક હોવા સાથે હિન્દુ-મુસ્લિમોની સંયુક્ત પ્રજાથી વસેલું. જંબુસરમાં બ્રાહ્મણ, વણિક, પટેલ, મુસલમાન અને અન્ય સર્વકોમનાં લોકો સંપથી વસે છે. અહીં મંદિરો અને આશ્રમનું પ્રમાણ પણ પૂરતું છે. અહીં વણિક વર્ગ દ્વારા ભજન | Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy