SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૯ ધરતીની સોડમ ઝીલનારું, પરમાર્થી સંવરબો [ ગુજરાતના ધાર્મિક પ્રવાહો ] –ડૉ. નવીનચંદ્ર ત્રિવેદી એક જ દૃષ્ટિથી પામી શકાય છે કે આ ધરિત્રી જ સૌને ધારણ કરે છે. સર્વ કાંઈ માટીમાંથી ઉત્પન્ન થાય છે અને અંતે જતાં માટીમાં મળી જાય છે. જન્મ તેનું મૃત્યુ, ઉત્પત્તિ તેનો વિનાશ, એ નિયમ અફર છે. જડ કે ચેતન આખરે તો આ ધરતીમાં સમાઈ જાય છે. અરધા જગત પર વિજયનો ઝંડો ફરકાવનાર મહાન સિકંદરના અંતિમ શબ્દો હતા : “અંતે તો ખુલ્લી મુઠ્ઠીએ જવાનું છે!” તો પછી એક પામર મનુષ્ય “મારું” “મારું કહીને સ્વઅર્થે વાડ બાંધે કે વાડ વિસ્તારે તે કેટલું હાસ્યાસ્પદ બની રહે છે! આ ધરતીના ગોળા પર પોણા ભાગમાં પાણી ભર્યું છે; બચેલા ભાગના પોણા ભાગમાં અસીમ જંગલો અને ઉન્નત પર્વતમાળાઓ પથરાયેલી છે. એનાયે બહુ નાનકડા ટુકડાઓમાં ગામ-શહેરોમાં માનવવસ્તી હોય છે. એ લાખો-કરોડોની વસ્તીમાં ૧૦ x ૧૦ની જગ્યાનો એક મનુષ્ય “મારું” “મારું'ની રઢ લગાવીને પોતાના અહંકારને, સ્વાર્થને, સંકુચિતતાને પંપાળ્યા કરતો હોય તે કેટલું હાસ્યાસ્પદ બની રહે છે! | માટે કહ્યું છે કે, “વૈષ્ણવજન તો તેને રે કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.” આ ધરિત્રી સામે જુઓ! એ આપણને ધારે તો છે જ, સાથોસાથ આપણને ટકાવી રાખવા પુષ્કળ ધનધાન્ય પણ પેદા કરે છે. એક દાણો વાવીએ અને હજાર દાણાવાળું ઝૂંડું લહેરાતું દેખાય. એ કોઈ એક વ્યક્તિની માલિકીનું નથી, એના પર પશુ–પંખી અને સૌ કોઈનો સરખો અધિકાર છે. જેને મારવાડીઓ કહે છે : “પાણીનો વીરડો જેમ જેમ ઉલેચીએ તેમ તેમ નવું પાણી આવવાનું જ', તેમ ધર્મ માટે સંપત્તિનો મોકળા મને ઉપયોગ કરતા રહો તો એથી સંપત્તિમાં વૃદ્ધિ થતી જ રહે છે. આવું સાદું જ્ઞાન પચાવીને જીવતાં ઉત્તમ મનુષ્યોથી સમાજમાં સહકાર, સમભાવ, સંવાદ અને શાંતિ પ્રસરે છે. બીજાના શુભને અને બીજાની સારપ મેળવીને ઝળાહળા થવામાં ઘણી મોટી ઉદારતાની જરૂર હોય છે. ઔદાર્યના આનંદમાં જ આપણે સદા ઉજ્જવલ બની રહીશું. નાનુંમોટું શુભકામ અનેક જગાએ થયા કરે તોજ આપણું અંતરવિશ્વ આનંદને હિલોળે ચઢે. પ્રસ્તુત લેખમાળામાં આ પરિચયો રજૂ કરનાર ડૉ. નવીનચંદ્ર ત્રિવેદી ગુજરાતી ભાષાસાહિત્યના એક નિવૃત્ત પ્રાધ્યાપક છે. ઈ.સ. ૧૯૪૩માં વતન જંબુસર (જિ. ભરૂચ)માં જન્મીને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે વતનમાં મેળવ્યું. એ પછી ખંભાતની કોલેજમાંથી ૧૯૬૫માં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી ૧૯૬૭માં એમ.એ.નું અધ્યયન બીજી વર્ગ મેળવી ગુજરાત યુનિવર્સિટીમાંથી સંપન્ન કર્યું. ગુજરાતી મુખ્ય વિષય સાથે બંને પદવી મેળવ્યા બાદ વિદ્યાનગર યુનિ.માંથી દિલાવરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લેખક ચૂનીલાલ Jain Education Intemational tional For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy