SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ ધન્ય ધરા સર્વપ્રથમ શરૂઆત કરી યોગી મહાત્મા આત્મારામે! શાંતિની શોધમાં સમગ્ર ભારતવર્ષના પ્રવાસ બાદ અહીં તપશ્ચર્યા કરતાં કરતાં સમાધિષ્ઠ બન્યા હતા અને એવી ચેતના એમની પ્રસરી તે તેમના ઉત્તરગામી મહાત્મા શ્રી નર્મદાગિરિજી તથા તેમના શિષ્ય પૂ. નારાયણ સ્વામી જેવા આ ભૂમિને અજવાળી ગયા. મહાત્મા આત્મારામજીનું પૂર્વાશ્રમનું જીવન જોઈએ તો તેઓ અમરેલીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. નામ છગનલાલ અને વ્યવસાયે શિક્ષક! પોતે વ્યવસાય છોડીને મુંબઈ ગયા અને ત્યાં આર્ય-પથિક લોજના પ્રથમ કેશિયર અને પછી મેનેજર બન્યા. સંતાનોમાં એક જ પુત્રી. પત્નીનું અવસાન થતાં વૈરાગ્ય ધારણ કરી ભારતના ખૂણે ખૂણે ફર્યા અને વિદ્યા પ્રાપ્ત કરી પછી નર્મદાકાંઠે પરિભ્રમણ કર્યું. દૈવી સંકેતાનુસાર નર્મદાગિરિજી પણ મુંબઈ ત્યજી વૈરાગ્ય ધારણ કરી મણિનાગેશ્વર (ચાણોદ અને ભાલોદ વચ્ચે) રહેતા હતા. તેમના દિલમાં ગુરુભાવ જગાવી ફરતાંફરતાં મહી નદીના કાંઠે સેવાલિયા પાસેના ગૌડેશ્વર મહાદેવમાં રહ્યા. ભરવાડે એમની પાસે ગાય ચરાવવા પૈસા માગ્યા તો એમણે આપી ખોબો ભરીને ધૂળ! પછેડીમાં લીધેલી ધૂળ રસ્તામાં ફેંકી દીધી અને તે ઘેર ગયો. ત્યાં જઈને જોયું તો પછેડીમાં સોનાની રજકણો ચમકતી જણાઈ. સોનીને બતાવી ખાતરી કરી. વાત વહેતી થઈ અને આત્મારામજીને ત્યાં રહેવા માટે તકલીફ થઈ–લોકો દ્વારા! પ્રસિદ્ધિથી દૂર રહેવા ઇચ્છતા આ યોગીરાજે વાત્રક કાંઠે આવેલા ઉત્કંઠેશ્વર પાસેના જંગલમાં કેદારેશ્વરમાં ધૂણી ધખાવી. છૂટી પાટલીની સાદી ધોતી, અર્ધી બાંયનું પહેરણ અને ખુલ્લું માથું. બંગાળી જેવા લાગતા આ જંગલવાસીની જાણ કપડવંજ પોલીસને થઈ : “બ્રિટિશ સરકારની સામું કોઈ બંગાળી સાધુવેશમાં ફરતા રહે છે અને વિપ્લવ જગાડે છે.” તે વખતે જમાદાર શ્રી મનહરલાલ ઠાકોરે એમનો પીછો કરેલો અને ગોળીબાર કરેલો ત્યારે યોગીરાજે રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી હાથમાં પકડી લીધેલી. જમાદાર ઢળી પડ્યો હતો એમના ચરણમાં અને આજે પંચ્યાસી વર્ષની વયે પણ એ આત્મારામજીના અનન્ય ભક્ત છે અને એમના જીવંત સાક્ષી પણ. મહાત્માજીના શિષ્ય તરીકે પોતે ગુરુસ્થાનમાં કંઈક માસ વિતાવ્યા છે. આજે પ્રતિવર્ષ એમના પુત્રો સહકુટુંબ મહિસામાં આત્મારામજીના સમાધિસ્થાને પાદુકાપૂજા-અભિષેક કરવા આવે કેદારેશ્વરના વિકસતા જતા સ્થળમાં કોઈ શિષ્ય સેવામાં રહે એવી એમની અપેક્ષા હતી. તેમણે આંખ બંધ કરી તો બીજા દિવસે યોગ્ય વ્યક્તિ આવનાર છે તે નક્કી થઈ ગયું. આ વ્યક્તિએ મહારાજ કેશવાનંદ નામ ધારણ કરેલ. તેઓ પણ ફરતાં ફરતાં મહુધાના મહાદેવમાં રહેતા હતા અને રાત્રે એમને આદેશ થતાં તેઓ નીકળી પડ્યા હતા. સમય સમયનું કામ કર્યું જાય છે. ૧૯૨૬માં પૂ. આત્મારામજી મહારાજ કેદારેશ્વર થઈ મહિસા ગયા. તેઓ તપશ્ચર્યા કરીને સિદ્ધપુરુષ બની ચૂક્યા હતા. એમની એક માત્ર દીકરીને એની સાસુનો ભયંકર ત્રાસ હતો. તે મહિસા એમને મળવા આવી અને એની આપવીતી કહી સંભળાવી. ત્યારે મહારાજે કહ્યું: “હવે તારું દુઃખ દૂર થઈ ગયું છે, તું હવે ચેનથી રહી શકીશ. કોઈ દિવસ તકલીફ નહીં પડે.” બહેન ગયાં અને મુંબઈ જતાં જ સમાચાર મળ્યા કે, એમનાં સાસુનો સ્વર્ગવાસ થયો છે. એક વખત કેટલાક સત્સંગીઓ ઝૂંપડીની બહાર બેઠા હતા. એક શિષ્યને એમની ઝૂંપડીમાં પ્રસાદ લેવા મોકલ્યો. ઝૂંપડીમાં કશું નહોતું. ખાલી હાથે પાછા ફરી શિષ્ય કહ્યું : બાપજી, અંદર તો પ્રસાદ નથી.” તો એમણે કહ્યું : “એવું બને નહીં. તારી કંઈક ભૂલ થાય છે. ફરીથી અંદર જઈને જોઈ આવો.” શિષ્ય અંદર ગયો તો એના આશ્ચર્ય વચ્ચે ફળફળાદિનો એક ભરેલો કરંડિયો હતો. લોકવાયકા ઊડતી ઊડતી સરકારના કાને ગઈ કે, મહિસામાં એક ચમત્કારી સાધુ આવ્યો છે અને તે કરન્સી નોટો બનાવે છે. આ અંગે તપાસ કરવા એ વખતે નાસિકથી સી. આઈ. ડી. આવેલી. ગામના મુખીને મળેલ પણ તે તેમનો ફોટો લાવવાનું ભૂલી ગયેલા. શંકાસ્પદ બાબતો સિદ્ધ કરવા ફોટાની જરૂર હતી. આ સાધુ નાસી ન જાય તે માટે તેણે મુખીને અને ત્યાંની પોલીસને જાણ કરી, પણ પછી તો એ ગયો તે ગયો. ક્યારેય પાછો ફર્યો નહીં. એને નાસિકમાં હડકાયું કૂતરું કરડેલું જ્યારે સૌ પ્રથમ શ્રી કેશવાનંદજી મહુધાથી ત્યાં પહોંચ્યા ત્યારે એમને એક ઝાડ પર ચડી જવા કહ્યું. તેઓ ઝાડ ઉપર ચડી ગયા અને આજુબાજુ જોયું તો જંગલમાં વાઘ ફરતા હતા. એમની નજીકમાં પણ વાઘ હતા. તેઓ ગભરાઈ ગયા એમને નીચે ઊતરવાનું કહ્યું. કસોટી હતી એમની. ગુરુ પર ભરોસો Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy