SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ચોમેર. સમગ્ર ચારણવાસના માડી આઈ માવલ માતાજીની સરજુ ગાઈને ઉઠાડી રહ્યાં હતાં બાળકોને. ત્યાં તો છત્રાલ ગામની આધમણીકોર ધૂંધળી થવા લાગી. જ્યારે ગામનું ધણ ઘેર હતું તેને ટાળે છત્રાલની આથમણી કોરે ઊડતી ધૂંધળાશને ગામલોકો જોઈ રહ્યાં આશ્ચર્યથી. તેવામાં સૂરજનાં સોનલવરણાં કિરણોમાં ચળકતા દેખાયા ભાલા ! સંભળાણી ઘોડાની દડમજલ! સૌ એક અસવારનું કટક દેખાયું ઊતરતું. ખબર કરતાં જાણ થઈ તે, કડીનો ગાયકવાડી સૂબો મલ્હારરાવ જાતે છત્રાલની ગૌમુખી વાવ કે જે સોલંકીયુગમાં વટેમાર્ગુના પાણીવિસામા માટે બાંધેલ, તેના પત્થરોથી મોહિત થઈને આવ્યો છે તે લેવા! તેની બૂરી નજરે કડીના મહેલનાં બેરાણાં જોયાં છે. તેણે વાવના પથ્થરોથી બંધાવેલ રંગ મહેલના હિંગળોકના સ્વર્ગસુખની લકીરો નીરખી છે. તે એમ ઇચ્છતો હતો કે, હવે વાવની જરૂર નથી. મારા પંથકની વાવના આ પથ્થરો કડીની શોભા બની રહેશે અને હું માણીશ. આ તો રાજા, વાજા ને વાંદરા! સૂબો આવ્યો છે એવી ખબર પડી ગામના વૃદ્ધ મુખીને. દોડતા ગયા. ફાળ પડી કારણ જાણીને. વિનવણી કરી મોતિયા ઝરતી આંખે પાઘડી ઉતારીને : “બાપ તમે તો ગરીબના બેલી, અમારું નાક, અમારું ઓશિંગણ! વાવના પથ્થરો ઉકેલતાં ગામ નપાણિયું બની જાય.” સાત સૂરોની સૂરાવલિઓ જાગે તોય પથ્થરમાં નર–તન ક્યાંથી જાગે? સ્વાર્થ બૂરી ચીજ છે. સૂબો ખંધું હસ્યો. મુખીની વિનવણી સાંભળી ગામનું મહાજન પાઘડી ઉતારવા આવ્યું તેને ઘોળીને પી ગયો તે. કોઈ કારી કામ ન લાગી. ત્યારે બધાની નજર મંડાણી આઈ માવલ પ્રત્યે આઈ માવલ તો જોગમાયાનો અવતાર! કાળા મલીરમાં જાણે આરસ મક્યું હોય તેમ જગદંબા સમાં બેઠાં હતાં આઈ માવલ! હૈયે હતું મા જગદંબાનું નામ. શાન્ત, સૌમ્ય, ગરવા મુખીએ પાઘડી ઉતારી ધા નાખી : “માવડી બચાવી લે, તારા ગામનાં છોરાંનું પાવલું પાણી આ ગાંડા રાજા ઢોળી દેવા માંગે છે. ગામના પાદરનું નાક કાપી માંય મીઠું ભરવા માંગે છે. અમે રાંક શું કરીએ?’” માની પ્રકુટિ તણાઈ વાત સાંભળતાની સાથે જ. કપાળમાં ખેંચાઈ ગયા પાંચ પાંચ તાસ. તેમણે કહ્યું : “તમો ચિંતા ન કરી, હું માવલ બેઠી છું. રાજા જ્યારે સત્ ચૂકે, માવતર કમાવતર Jain Education International ૨૫ થાય ત્યારે અમારી ફરજ છે તેને સીધો રસ્તો બનાવવો.' હાથમાં ટેક્સ લાકડી લઈ માલવ માડી ત્યાં જાણે જીવતું સનું હાલ્યું ! ધા દાધી : 'બાપ, તું રાજા, હું પ્રજા, રાજાએ પ્રજાને આપવું જોઈએ, લેવું જોઈએ નહીં! હું માવલ ખોળો ધરીને તારી પાસે માંગુ છું. અમારા ગામને રાંક ન બનાવ. વાવના પથ્થર ન લઈ જા.” પણ આ મલ્હારરાવ માને શાનો? હુકમ છૂટ્યો : “કોણ છે? આ ડોકરીને બહાર લઈ જાવ.” માડીનું શરીર ધ્રૂજવા લાગ્યું. રોમરોમ સત ચઢ્યું! ઊજળા ચારણ કુળના આ પવિત્ર દેવી કેવી રીતે આ હળાહળ અન્યાય સાંખી શકે? એક બાજુ સત્ય અને બીજી બાજુ સત્તા સામસામે ત્રાટક રચી રહ્યાં. મલ્હારરાવ સૂચ્યું હસ્યો. માતાજીના મોં ઉપર દેવી તેજ ઝગારા મારી રહ્યું હતું. તેઓ તારવા લાગ્યાં લીલા નખ! આંગળીઓમાં લોહીની ધાર છૂટી, હાથ કાપી નાખ્યા અને છેવટે માથું ઉતારી લોહી છાંટવું! મલ્હારરાવ ગભરાયો! માણસૌ લઈને ભાગ્યો! માડીનું ધડ પાછળ પડ્યું. કંકુવરણું ખડક લઈને પાછળ દોડતું ધડ દેકારા દઈ રહ્યું છે. આગળ દોડતી સત્તા ધ્રુજી રહી છે. જાણકારે કારી કરી. રાજા કરગરી પડ્યો. પાઘડી ઉતારી અને ગળીનો દોરો મૂક્યો. ધડ પંભી ગયું. “માતાજીએ શાપ દીધો, મલ્હારરાવ! તારું રાજ જશે! તું નિર્દેશ થઈશ.” વાવ બચી ગઈ. છત્રાલના પાદરે ગૌમુખી વાવ હાલ પણ આ વાતની સાળી પૂરે છે. ગામને પાદર ઊગમણી દિશે આઈ માવલનો પાળિયો ગામને આશિષ દેતો ગામનાં લોકોના નમસ્કાર સ્વીકારે છે. ગામનાં નાકે આવેલા ચારણોના વાસમાં વારે–તહેવારે ચારણોના મીઠા ગળામાંથી વહેતી સૂરાવિલ આઈ માવલની સ્તુતિ ગાતાં ધન્યતા અનુભવે છે. મહાત્મા મહાત્મા આત્મારામ એક નામ છે આ વિસ્તારનું! આનંદઆશ્રમ' સ્થાન હતું એમનું. મહિસાના પાદરે મર્મસાગર' તળાવની બરાબર મધ્યમાં આ આશ્રમ આજે આવેલો છે. આ આશ્રમને પણ પોતાને ગૌરવ અપાવે એવો ઇતિહાસ છે. એમાં આજેય શ્રી જયકૃષ્ણભાઈ જોશી અને શ્રી જગુભાઈ વ્યાસ વાનપ્રસ્થ જીવન ગુજારી રહ્યા છે આનંદથી. આ આશ્રમ' કે 'ડી'ની છેલ્લાં સાઠ વર્ષના ગાળામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy