SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ધન્ય ધરા હતો બન્ને પક્ષે, પણ જ્યારે આગમન થયું પ્રતાપસિંહનું ત્યારે હાશકારો થયો હતો સૌને. આનંદના ઊછળતા નહોતા ઓઘ. વ્યવહાર, વડીલ મંડી પડ્યા વિધિ પતાવવામાં. કોઈપણ પ્રકારનું લક્ષ્ય આપ્યા વિના ચોરીમાં ધુમાડો થયો. મંગળફેરા ફરાયા. લગ્નવિધિ પતી કે તરત જ પ્રતાપસિંહે જવાની વાત કરી. બધાં ચોંકી ઊઠ્યાં. ભાઈ-ભાંડુઓ, સગાં-સ્નેહીઓ, મા-બાપ એને મનાવવાનો પ્રયત્ન આદર્યો, પણ આ તો લશ્કરનો આદમી. મા ભોમની રક્ષાનો પહેરગીર! માને કેવી રીતે? સૌએ એને સમજાવ્યા પણ માને એ બીજા. પ્રશ્નો ઉપર પ્રશ્નો ખડકવા લાગ્યા. સગાંસંબંધીઓ ટોળે વળ્યાં એની ગાડીમાં આજુબાજુ, પણ તે રોકાય કેવી રીતે? એનાં સાસરિયાં પણ એને વીંટળાઈ વળ્યાં. એક બાજુ સ્વજનોનો આગ્રહ અને બીજી બાજુ ભારતમાતાનું રક્ષણ. આ બંને વચ્ચે ઊભેલો પ્રતાપસિંહ મક્કમ હતો. આખરે બધાએ થાકીને છેલ્લો ઉપાય અજમાવ્યો–એની તરતની પરણેતરને લાવીને એની આગળ ઊભી કરવાનો. લાજ-શરમ, માન-મોભો તો રાજસ્થાનમાં હજુ પણ અકબંધ રહ્યો છે. એને ઓળંગીને એની પરણેતર આવીને ઊભી થઈ ગઈ એની આગળ. સોહાગનાં સોહામણાં સપનાં ભરી આંખોમાં આંસુઓ ડોકાયાં. વાણી કરતાં આંખો બોલતી રહી ઘણું ઘણું. યાચના ભરી આંખોએ પ્રતાપસિંહને રોકાવા માટે આગ્રહ કર્યો, પણ પ્રતાપસિંહે કહ્યું કે, “પોતાની માતાની લાજ લૂંટાતી હોય ત્યારે આપણી સગી આંખે જોઈ રહેવાનું? આપણે એટલાં બધાં નામર્દ બની ગયાં છીએ? અગ્નિની સાક્ષીએ આપણે એક બન્યાં છીએ પણ જે માટીથી આ દેહ બંધાયો છે, એનું ઋણ છે આપણા ઉપર પોતાની માતા સામે કોઈ આંગળી ચીંધે તો તારું સૌભાગ્ય લજવાય. આપણી ફરજ છે માતાની રક્ષા કરવાની, માટે તારે પણ સાચા હૃદયથી મને વિદાય આપવી જોઈએ. પણ વિદાય કેવી રીતે અપાય? જેણે અનેક સપનાંના મહેલ ચણ્યા હોય, અનેક આકાંક્ષા-અપેક્ષાઓના ડુંગરા ખડક્યા હોય તે આમ કડકભૂસ થઈ જતાં કેવી રીતે જોઈ શકાય? મનનાં હરણાંની દોડમ-દોડ થતી હોય ત્યારે રણ વચાળે એકલાં રહેવાની વાતને કેવી રીતે સ્વીકારી શકાય? પ્રતાપસિંહે ઘણું કહ્યું એને ખસી જવા માટે પણ તે ન હટી. જીપને ચાલુ કરીને એને એક બાવડેથી પકડીને ધકેલી દીધી એક બાજુ! અને જીપ પાછળ મૂકતી ગઈ ધુમાડો. એની આંખોમાં આવેલાં આંસુએ દોટ મૂકી એની પાછળ, પણ આંસુઓ થીજી ગયાં ઘડીના છઠ્ઠા ભાગમાં. સૌના ચહેરા ઉપર છવાઈ ગઈ ઉદાસીનતા. ચોરીમાંથી મીંઢળ બાંધેલા હાથે ગયેલો પ્રતાપસિંહ બે વરસે પાછો ફર્યો વતનમાં ત્યારે સૌને આનંદ થયો. આજે તો એના આનંદનો દરિયો છલકાય છે. પરણેતરને ધક્કો મારીને માભોમની રક્ષા માટે ગયેલા પ્રતાપસિંહના આંગણામાં બીજા બે પ્રતાપસિંહ નિશાન કેવી રીતે લેવાય છે તે શીખે છે. જ્યારે અમે ગયા ત્યારે તે પોતાના એક બાબાને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા હતા. યુદ્ધની વાતોમાં અમારો સમય ઓગળી રહ્યો હતો. કેટલીક ઘટનાઓ સાંભળવા માત્રથી રૂંવાડાં ઊભાં કરતી હતી. દુશ્મનોને હંફાવવાનો જોઈએ તેટલો મોકો નહોતો મળ્યો એનો વસવસો ડોકાયો એમની વાતોમાં. એમનો વસવસો લઈને અમે ઊભા થયા ત્યારે એમનો આગ્રહ અમને વીંટળાઈ વળ્યો પણ એમના લગ્નનો દિવસ યાદ કરાવી અમારી ફરજ પૂરી કરવા નીકળી પડ્યા અમે. માવલનો પાળિયો ગામનું નામ છત્રાલ અમદાવાદથી ૩૦ કિ. મી. દૂર મહેસાણા જતાં હાઇવે પર આવેલું મુઠ્ઠીભર્યું ગામ. સૂરજ મહારાજ મરકમરક કરતાં ડોકિયું કરી રહ્યા ઊગમણી ધરતી ઉપર. પ્રહર ચરીને આવતાં ઢોરને ગળે બાંધેલા ઘંટમાંથી ધીમો ઘંટરાવ થઈ રહ્યો હતો. વાતાવરણમાં, હિલોળા લઈને હમણાં જ ઠરી ગઈ હતી ઠાકોરજીનાં મંદિરની આરતી. એમાંથી ઊઠતી ધૂમ્રસેરોએ ઘીની મીઠી સુગંધથી ભરી દીધું હતું વાતાવરણ. એવામાં છત્રાલ ગામના પાદરમાં આવેલા ચારણવાસમાં ભાંભરતી ગાયો અને માતેલી ભેંસોનો અવાજ છલકાઈ રહ્યો હતો. જુવાન-વૃદ્ધ ચારણ પ્રાતઃક્રિયામાં મગ્ન હતા. પ્રહરમાંથી પાછા ફરીને, દાતણ-પાણી પતાવીને નમી રહ્યા હતા સૂરજદેવને ભલે ઊગ્યા ભાણ.. આંગણું નાચતું હતું, છાશ વલોવવાને મુક્ત થયેલી કઠણ હાડવાળી ચારણોના હિલોળાથી. બાળકોનો ઊછરતો હતો ઉમંગ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy