SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સૌની વચ્ચે હસતાં હસતાં પસાર કરે છે દિવસ. સની માતા કોઈ દુઃખી, કોઈ ોગી શ્રદ્ધા સાથે ત્યાં જાય છે. એમની શ્રદ્ધા હળે છે. સતીમાતા આવનારનો સત્કાર કરે, સમાચાર પૂછે છે. સામેથી જાણી લે છે. આવનારની ઇચ્છાને. કહે છે. ભગવાન પર ભરોસો રાખો.' બસ. એટલી જ વાત. શિવરાત્રીનો બળ ભરાય છે મેળો. દૂર દૂરથી આવે છે. સાધુસંતો પણ. આ સતીમાની કુટિર બાલામાં, જોધપુરથી ૫૫ કિ. મી. જયપુર તરફ જતાં વચ્ચે આવે, મુખ્ય રસ્તાથી અંદરના ભાગમાં ૯ કિ. મી. દૂર છે. ગામની ચારપાંચ હજારની વસ્તીમાં મોટા ભાગે દરબારો અને વૈષ્ણોઇ છે. લોકો શ્રદ્વાથી જાય છે. દર્શન કરવા. પરદેશીઓનાં ધાડેધાડાં ઊતરી આવે છે જિજ્ઞાસાથી. માણસ ખાધાપીધા વિના કેવી રીતે જીવી શકે? સૌથી અદ્ભુત બાબત એ છે કે, ભૂલધી પણ જો પૈસાને એમનાથી સ્પર્શી જવાય તો ફોલ્લા ઊપડી જાય છે શરીરે. એમની યાદ શક્તિ પણ અદ્ભુત છે! તમે દસ વર્ષ પછી જાઓ તોય તમને બોલાવે તો નામથી જ. સતીમાતામાં શ્રદ્ધા ધરાવનાર અને એમની પૂજા કરનાર ચંદનસિંહ રાઠોડ અને ઉમેદસિંહ એમના નજીકના સગા થાય. મૂળ તો જયપુરના પણ ગુજરાતમાં ધંધો કરે છે. સતીમાતામાં એમની શ્રદ્ધા જોઈને. હા, હું પણ શ્રદ્ધાળું બની ગયો એમને સાંભળતાં સાંભળતાં અને સતીમાતાનો ફોટો જોતાં જોતાં. પ્રતાપસિંહ રાજસ્થાનનું નાનકડું ગામ. એમાં રાઠોડ કુટુંબનાં થોડાં ઘર. એક ઘરમાં સૌથી નાનો ફૂટડો જુવાન તે પ્રતાપસિંહ. એનાં લેવાયાં લગ્ન, જોશીએ કાઢી આપ્યું મુહૂર્ત કંકોત્રીઓ લખાઈ, સગાં-સંબંધીઓને. ઢોલ-ઢબૂક્યા. શરણાઈના સૂર રેલાયા. શરૂ થઈ ગાણાંની રમઝટ અને જુવાનડીઓ આવી ગઈ રંગમાં. આનંદનો ઉછાળો આવી ગયો આખા રાઠોડ કુટુંબમાં. સગાં-વહાલાં આવવા લાગ્યાં ધીમે ધીમે, પણ જેની પીઠી પી કરવાની હતી તે ન આવ્યો પ્રતાપસિંહ. જેનો પ્રસંગ હતો એ જ ગેરહાજર. આનંદના આકાશમાં ચિંતાનાં વાદળ ઘેરાવા લાગ્યાં હળવે હળવે. મોઢામોઢ અને કાનોકાન વાત પ્રસરી આખા ગામમાં. ગામડાગામમાં તો એક ઘરની ચિંતા એ આખા ગામની હોય. ધારણાઓ શરૂ થઈ ગઈ. ભાઈ નહીં આવે તો? તો Jain Education International ૬૨૩ આવતાંની સાથે તો ધ્રુજારી આવી જતી સૌને. બધાં જ રા જોવા લાગ્યાં ભાઈની. પ્રતાપસિંહ એટલે લશ્કરમાંનો એક ટુકડીનો અસર. જોતાંની સાથે જ આંખમાં વસી જાય એવો. બન્યું એવું કે, લગ્નનું નક્કી થવાના ત્રીજા દિવસે જાહેર થયું. ભારત પાકિસ્તાનનું યુદ્ધ. પ્રતાપસિંહ દોડી ગયો માર્કોમના સીમાડે. મોટી જવાબદારી એના માથે. કરવું શું? ગૂંચવાયો પોતેગૂંચવાયાં ઘરવાળાં પણ ઘેરથી તાર ગયા. ટેલિફોન થયા. કોઈ જવાબ નહોતો પછો. લગ્નના ચાર દિવસ અગાઉ સમાચાર આવ્યા પ્રતાપસિંહના—મારાથી આવી શકાશે નહીં.'' પીઠી ચોળેલી કન્યા કુંવારી ના રહે. ઘણા ઘણા પ્રયત્નો આરંભાયા પ્રતાપસિંહ માટે. આખરે રજા મળી માત્ર પાંચ કલાકની. એણે સમાચાર મોક્લ્યા કે, લગ્નના દિવસે હું, સીધી જ આવીશ, તમે જાન લઈને પહોંચી જશો. અનેક તર્કવિતર્ક થવા લાગ્યા ગામમાં. જાન લઈને જઈએ અને તે ન આવે તો? તો કેવાં મોઢાં લઈને વળવું પાછૉ? એણે સાસરિયાને પણ એ જ સમાચાર મોકલી આપ્યા : વધારે સમય ન બગડે એ જો જો.* એના સમાચાર પ્રમાણે જાન પહોંચી ગઈ. બધી જ તૈયારી થઈ ગઈ અને ઊંચા કાસે રાહ જોવાવા લાગી પ્રતાપપુરાની. તે આવી ગયો. સમયસર, મિલિટરીની જાપ અને એ જ ડ્રેસ. ઘણાએ આગ્રહ કર્યો કપડાં બદલવાનો, પણ તે એકનો બે ન થયો. એણે સ્પષ્ટ કહી દીધું કે, “કપડાં સાથે કોઈ લગ્ન કરવાનું નથી. મારે પાછા ફરવું છે, મારો સમય બગાડો નહીં." પછી તો બધાં જ કામમાં લાગી ગયાં ચૂપચાપ. લશ્કરી કપડાંમાં ફેરા ફરાયા. ગાણાં ગવાયાં. ઢોલ ઢબૂક્યા, પણ આ બધું જ થવા ખાતર થતું હતું. અંદરથી ઊમળકો નહોતો કોઈનાય મનમાં. હા, ભય હતો મોટો. કોઈએ જોયાં નહોતાં આવાં લગ્ન તો. જાન આવે. સામૈયાં થાય, જાજમ પથરાય. સામસામે ભેંટાય. વાજતેગાજતે ગામમાં પ્રવેશાય. સામસામે-ગાળોની રમઝટ જામે. મોટિયાઇડા મૂર્છા મરડે. થનગનતી ઘોડી ઉપરનો અસવાર મૂછમાં મલકાય. સગાં સાંને ભેટે–જામ જામને ટકરાય. ખબર અંતર પુછાય પણ એમાંનું કશું જ નહોતું ત્યાં તો. બધાં જ દીવેલ પીધા જેવાં મોઢાં લઈને ફરતાં હતાં. ક્યારે શું થશે એની ભારે પળોજણ, ઉચાટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy