SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ઘન્ય ઘરા સાચી નાડી પકડે અને પછી એ દિશામાં આગળ વધે તો તે ધારે એવું પરિણામ લાવી શકે છે. ઉત્તમભાઈએ પ્રજાની જરૂરિયાત પ્રમાણે અને સૌ પ્રથમવાર એમણે ઇન્ટરનેશનલ કોમ્બિનેશનવાળી ‘ટ્રીનીકામ પ્લસ' બજારમાં મૂકી હતી અને , એની સામે બરાબર બાર હજારનું દેવું હતું. દેવાની ચિંતાના કારણે પાછા પડે તો ઉત્તમભાઈ શાના? એમણે પુરુષાર્થ આદર્યો. જ્યારે આવી દવાઓ પરદેશથી મંગાવીને લોકોને ઊંચો ભાવ આપવો પડતો એવા સમયે ઉત્તમભાઈએ નક્કી કર્યું કે પોતે ઓછામાં ઓછી કિંમતે, ઊંચામાં ઊંચી ગુણવત્તાવાળી દવાઓ બનાવવી અને પ્રજાને સુલભ કરી આપવી. કોઈપણ કામમાં બને છે એમ, શરૂઆતમાં આટલી ઓછી કિંમતની દવાઓ માટે બજારમાં એના માટેનો અવિશ્વાસ અને ગુણવત્તાની બાબતે શંકા-કુશંકાઓ ઊભી થવા લાગી પણ આ બધાથી ગભરાય કે ડરે તો ઉત્તમભાઈ શાના? કારણ કે, સાચી નિષ્ઠાથી એમણે એ માર્ગ અપનાવ્યો હતો. એટલે તમે જો સાચા માર્ગે હો તો તમારે અનેક પ્રકારના સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે, પણ પછી તમારો ઘોડો સૌથી આગળ જ દોડતો હોય છે, એ રીતે ધીમે ધીમે આ દવાઓ પ્રત્યેનો અવિશ્વાસ ઓછો થતો ગયો અને એની ઉત્તમતા સિદ્ધ થતી રહી. પછી તો ઉત્તમભાઈ માટે બધું “પ્લસ” થતું રહ્યું-જીવનમાં પણ. - અમદાવાદમાંથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી. પછી વડોદરા અને રાજકોટ સુધી જતાં થયા ત્યાંથી મુંબઈ અને કલકત્તા! કલકત્તામાં એમને ડોક્ટરોનો સારો સાથ-સહકાર મળ્યો અને દવાઓની ઉત્તમતા પણ એમણે પિછાણી એટલે તો એમણે કહ્યું કે, “તમે કોઈ ધંધાદારી નહીં પણ સાચા અર્થમાં એક સેવક છો.” ૧૯૭૬માં શ્રી ઉત્તમભાઈએ “ટોરેન્ટ લેબોરેટરીઝ'ની સ્થાપના કરીને દવાઓની દુનિયામાં એક સિદ્ધિ હાંસલ કરી, પણ મૂળ જૈન એટલે વ્યવસાયમાં પણ ધર્મને લાવ્યા અને જીવહિંસા થાય એવી દવાઓ ન બને એની કાળજી રાખવામાં આવી છે. ટોરેન્ટ' એટલે “ધોધ' અને સાચા અર્થમાં શ્રી ઉત્તમભાઈની રાહબરી નીચે એમના કાર્યના વિકાસનો ધોધ વહેતો રહ્યો છે આજ સુધી. ટ્રીનીકામ પ્લસ” પછી તો માનસિક રોગની અનેક દવાઓ એમણે બજારમાં મૂકી! અને માનસિક રોગોની દવાના ક્ષેત્રમાં “ટોરેન્ટ'નું નામ ગાજવા લાગ્યું, પણ “ટોરેન્ટ'ની સૌથી મોટી વાત તે એ છે કે, દારૂના અતિ સેવનથી પિડાતાં લોકો માટેની દવા એમણે સૌ પ્રથમ બજારમાં મૂકી અને એ દવા દ્વારા અનેક લોકો દારૂની લતમાંથી છૂટ્યા છે, એ એમની એક વિશિષ્ટ સામાજિક સેવા છે. માનસિક રોગોની દવાઓની સફળતા બાદ “ટોરેન્ટ' દ્વારા હૃદયરોગ વગેરેની દવાઓ પણ બજારમાં મૂકવામાં આવી! પછી બ્લડપ્રેશર, પેપ્ટિક અલ્સર વગેરે અનેક દવાઓ બજારમાં આવી છે. ૧૯૮૪માં બેલ્જિયમની એક કંપની સાથે સહયોગ સાધીને “ટોરેન્ટ' આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી અને આજે તો “ટોરેન્ટ’ એક વિશાળ વડલા સમી બનીને ઊભી છે, એના પાયામાં શ્રી ઉત્તમભાઈની કાર્ય કરવાની ધગશ અને એમની દીર્ઘદૃષ્ટિ જોવા મળે છે. દેવામાં ડૂબેલા અને એકલા હાથે શરૂ કરેલ આ કંપનીમાં અત્યારે ૩૫૦ જેટલા ડિસ્ટ્રબ્યુટર, આઠ રિજિયોનલ મેનેજર, ત્રીસ એરિયા મેનેજર અને અઢીસો પ્રોફેશનલ કામ કરે છે અને ૧૯૮૬માં “ઉદ્યોગ રત્ન'નો એવોર્ડ પણ મળ્યો છે, ગયા વર્ષે આ કંપનીએ પંદર કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપ્યું હતું અને ૧૯૮૮-૮૯માં ચાલીસ કરોડનું વિદેશી હૂંડિયામણ મેળવશે એવી ધારણા છે. આ બધામાં મૂળના જેમ શ્રી ઉત્તમભાઈ છે એમ હવે એમના સંસ્કારી, બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર મહેતાના ખભે આ બધી જવાબદારી છે. આ બન્ને ભાઈઓ પણ પિતાનાં પગલે ચાલીને આજે જગતના એકવીસ દેશોમાં “ટોરેન્ટ'ની દવાઓ નિકાસ કરે છે. જ્યારે ઉત્તમભાઈ એમને માર્ગદર્શન આપે છે અને બાકીનો સમય પોતાના આંતરને શોધવામાં કાઢે છે. આ બધા સમયગાળામાં શ્રી ઉત્તમભાઈને એક વિચિત્ર પ્રકારનો રોગ લાગુ પડયો હતો. જગતમાં આ પ્રકારનો રોગ કોઈકને જ થતો. “એંજિનો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફ એડનોપથી' જેવો વિચિત્ર રોગ હતો. આ રોગમાં રોગીનું આયુષ્ય વધારેમાં વધારે પાંચ માસ હોય છે, પણ આવી અંધકારમય અને નિરાશાપૂર્ણ સ્થિતિમાં શ્રી ઉત્તમભાઈ હિંમત હાર્યા નહીં, કારણ કે, તેઓ પોતાના અનુભવને જ પોતાનો સાચો ગુરુ માને છે. અખાએ કહ્યું હતું કે, “તું જ તારો ગુરુ થા.” શ્રી ઉત્તમભાઈ પોતે જ પોતાના ગુરુ છે, એટલે તો ધર્મના આડંબરમાં બિલકુલ માનતા નથી. ૧૯૭૬માં અમેરિકા જઈને પોતાના રોગની દવા કરાવી. આ રોગ વિશે ત્યાં નિષ્ણાંતોએ ઊંડો અભ્યાસ કર્યો, એના પર આ રોગ વિશે રિસર્ચ થયું અને એમના અડગ મનને અને ધર્મમાં અડગ Jain Education Intemational Education Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy