SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૫ શાશ્વત સૌરભ ભાગ-૨ ઉત્તમભાઈ મહેતા અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી, પણ અહીં જે પ્રશ્ન છે તે “અડગ મનનો' છે. માણસ ધારે તે કરી શકે છે, ધારે તો સિદ્ધિ મેળવી શકે છે, પણ એનામાં કાર્ય કરવાની ધગશ હોવી જોઈએ. “મારે કંઈ કરવું છે,” અથવા “મારે કંઈક બનવું છે.” આવી પ્રબળ ભાવના માણસને સર્વોત્તમ આસને બેસાડી શકે છે, એટલે જેટલું મન મજબૂત એટલી જ કાર્યની સફળતા વિશેષ. કેટલાંક લોકો કપાળે હાથ દઈને, હાથ-પગ હલાવ્યા વિના કિસ્મતને રડ્યા કરતા હોય છે, પણ જે માણસ નિષ્ફળતાઓને ગણકાર્યા વિના સતત મંડ્યા રહે છે, એને એક દિવસ જરૂરથી સફળતા મળે છે, “કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય’ અને વારંવાર મંડ્યો રહે, એક દિવસ તો એના કાર્યમાં સફળ થાય જ છે. એવી સફળતાના સાથી જીવનવીર શ્રી ઉત્તમભાઈ એન. મહેતા છે. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર' નવલકથા લખી ત્યારે એમણે ગુણ પ્રમાણે દરેક પાત્રનું નામ આપેલું છે, પણ શ્રી ઉત્તમભાઈનું પોતાનાં મા-બાપે અનાયાસે જ નામ પાડેલું લાગે છે. ઉત્તમભાઈએ પોતાના જીવનને એક ઉત્તમ શિખરે પહોંચાડ્યું છે, એટલું જ નહીં પણ પોતાનું જે ક્ષેત્ર છે, એમાં ઉત્તમતા સિધ્ધ કરી જ છે, એટલે એમની જે ઉત્તમતા છે, એ આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારની છે. | સ્વભાવની સરળતા, મનમાં કોઈ પણ પ્રકારનો અહમ્ રણકાર નહીં મળે. તમને બાળક જેવા લાગે, એકવડિયો એમનો બાંધો અને ખૂબ ઓછું બોલનારા પણ વાતચીતમાં ભારોભાર આત્મીયતા હોય એવા ઉત્તમભાઈનો જન્મ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર જેવડા મુઠ્ઠીભર્યા ગામડામાં ૧૪મી જાન્યુઆરી ૧૯૨૪માં થયો હતો. જો કે, અમે શેઢાપાડોશી ગણાઈએ. મારું ગામ મગરવાડા અને અમેદપુર, બન્નેની સીમ તો ભેગી જ છે). માતા કંકુબહેન અને પિતા નાથાભાઈની સ્થિતિ સામાન્ય. ઘરમાં જૈન સંસ્કારોની પ્રભાવકતા મોટી, એટલે ધર્મના સંસ્કાર એમને બાળપણથી જ મળ્યા છે. “અહિંસા પરમો ધર્મ' એમની ગળથૂથીમાં જ વણાયેલ છે, એટલે એમણે પ્રાથમિક શિક્ષણ ધૂળની ઢગલીઓ કરતાં કરતાં મેળવીને પછી હાઇસ્કૂલનો અભ્યાસ એમણે પાલનપુરમાં કર્યો. ‘પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં બારણાંમાં’ એ રીતે શ્રી ઉત્તમભાઈની શિક્ષણ માટેની લગની અને શિક્ષણ દ્વારા જીવનને ઉન્નત બનાવવાની લાગણીના કારણે તેઓ અભ્યાસમાં પણ ઉત્તમતા સિદ્ધ કરતા રહ્યા. ગામડા ગામનો વિદ્યાર્થી શહેરમાં જાય એટલે એને અનેક પ્રકારની મૂંઝવણો થાય, પણ એમણે તો પોતાનું મન અભ્યાસમાં લગાવ્યું અને હાઇસ્કૂલનું શિક્ષણ પાલનપુરમાં પૂર્ણ કરીને, વિજ્ઞાનની લાઇનમાં રહ્યા અને એટલે જ ખંતથી અભ્યાસમાં લાગી ગયા અને બી. એસ. સી. થયા. માણસે કંઈક મેળવવું હોય તે એની પાછળ લાગી જવું પડે. એટલે જન્મ વખતે જેને ઓઢાડવા માટે એક નાનકડા કપડાનો ટુકડો નહોતો મળ્યો એવા અબ્રાહમ લિંકન પોતાના મનની ધગશથી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા, અભ્યાસનાં પુસ્તકોની સુવિધા ન હોવાના કારણે દરરોજ અનેક કિલોમીટર ચાલીને વલ્લભભાઈ પટેલ પુસ્તકાલયનો ઉપયોગ કરીને પોતાની સિદ્ધિ મેળવી હતી. આમ, મનમાં કશુંક કરવાની ધગશ હોય એ માણસ ક્યારેય નિરાશ થતો નથી. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, “અશક્ય જેવો શબ્દ મારા જોડણી કોશમાં નથી.” એમ શ્રી ઉત્તમભાઈ પણ હંમેશાં ઉત્તમના જ આગ્રહી અને કોઈ પણ કામ હાથમાં લેતાં સો વખત વિચારે પણ જ્યારે એ કામ હાથમાં લીધું પછી એની પાછળ રાત-દિવસ જોયા વિના લાગી પડે, તે પૂર્ણ કર્યા વિના રહે નહીં, એવી તો એમની મક્કમતા! એટલે બી. એસ. સી. થઈને અમદાવાદમાં દવાઓ બનાવતી વિખ્યાત એવી “મેસર્સ સેન્ડોઝ લિમિટેડ’માં જોડાયા તે ૧૯૪૫થી ૧૯૫૮ સુધી એમાં કામ કર્યું, પણ એમાં એક કર્મચારી તરીકે એમના મનમાંય એવાં ઘોડાપૂર ઊમટે કે, મારે પણ આવી કોઈ દવાની કંપની કરવી જોઈએ, એટલે કામ કરતાં કરતાં ક્યારેક ખોવાઈ જાય પોતાના ભાવિ સપનામાં ! પણ સ્વપ્નોને જો સાકાર કરવાં હોય તો માણસે મંડી પડવું પડે એટલે એમણે ૧૯૫૯માં ‘ટ્રિનીટી લેબોરેટરીઝ' નામે દવાની કંપની શરૂ કરી. એમની પાસે આપ બળે આગળ વધવાની ધગશ અને વ્યવસાયની ઉત્તમ સૂઝ તો હતી જ અને દવાની કંપનીનો બારતેર વર્ષનો અનુભવ હતો. શ્રી ઉત્તમભાઈએ પોતાના અનુભવના આધારે એટલું તો : નક્કી કરી લીધું હતું કે, માનસિક દર્દી માટે બજારમાં કોઈ જ ' દવાઓ એ સમયે પ્રાપ્ત નહોતી અને એવી દવાઓની લોકોમાં વિશેષ જરૂર જણાતી હતી. માણસ જ્યારે પ્રજાની જરૂરિયાતની ' For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy