SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી, જળ, વાયુ, પ્રકાશ અને અવકાશ-પાંચ તત્ત્વોનો બનેલો આ પિંડ યથા પિંડે તથા બ્રહ્માંડે. આત્મા આ પિંડમાં વસે છે અને પરમાત્મા આ બ્રહ્માંડમાં. એમાંનાં બે તત્ત્વો સ્થિર છે અને ત્રણ ચલાયમાન. એનાથી પંચભૂતોમાં ચેતના વ્યાપે છે. મૂતાના રિમે રેતના બ્રહ્માને પ્રેરણા થઈ અને સૃષ્ટિનું સર્જન કર્યું, તેમ પંચભૂતોના બનેલા આ પિંડને સચેતન-સક્રિય-સંવેદનશીલ રાખવા માટે પંચમહાભૂતો દ્વારા સતત પ્રેરણા મળવી જોઈએ. લોકોમાં પણ સાધારણ જનસમાજ મહામાનવોમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને ચૈતન્યમય બનાવતો ન હોય છે. ગીતામાં કહ્યું છે તેમ, વત્ યદ્ ગાવત શ્રેષ્ઠઃ તત્ તવેતરો ના શ્રેષ્ઠ માનવીના જીવનને સામાન્ય જન અનુસરે છે. યાદ રાખજો ઝંઝાવતો જ જીવનને પ્રાણવાન બનાવવાના છે. પ્રકૃતિનાં આ પંચતત્ત્વો પણ માનવીને સતત પ્રેરતાં રહે છે. ગાયત્રી મંત્ર એ કાંઈ ધર્મ-સંપ્રદાયના કિર્તનની પંક્તિ નથી. પ્રોદયાત્ એટલે પ્રેરણા આપ–એવી આરત છે, પ્રાર્થના છે, ઇચ્છા છે. કોની પાસે? આ પંચમહાભૂતોના ભ્રષ્ટા પાસે. પ્રાચીન આર્યાવર્તનો મનુષ્ય પ્રાત:કાળે જાગીને કુટિર બહાર નીકળતો, હરિયાળી પૃથ્વી પર ડગ ભરતો નદી-તળાવે પહોંચતો, મધુર વાયુ વચ્ચે શ્વાસોચ્છવાસ લેતો અને જળની અંજલિ આપીને કહેતો કે, હે ભગવાન સવિતા નારાયણના વરેણ્ય ભર્ગ = શ્રેષ્ઠ-ઉત્તમ કિરણો મારામાં પ્રેરણા જગવો. જીવન જીવવા માટે ઉત્સાહ પ્રેરો અને દિવસભર પ્રસન્નતાનો અહેસાસ કરાવો. આળસુ અને નિષ્ક્રિય જીવન પ્રસન્નતાનો અનુભવ કરતું નથી, સક્રિય અને ઉત્સાહી જીવન જ જીવ્યાનો અહેસાસ કરાવે છે. વિપત્તિને પણ વહાલથી વધાવતા શીખી લે તેજ વિજયની વરમાળા પામે છે. આમ જોઈએ તો આખું વિશ્વ આ પંચભૂતોનું અજબ સંયોજન છે. દેવ-દેવીઓનાં ચરિત્રોથી માંડીને શેરીના-સમાજના–દેશના મુઠ્ઠી ઊંચેરા માનવીઓ સુધી સૌ પ્રેરણાદાતા જ છે. ચાલવા-બોલવા શીખતા બાળકથી માંડીને આઝાદીની ચળવળમાં જાતને હોમી દેતા સમૂહ સુધી સૌ પ્રેરણાથી જ જીવે છે. એવી પ્રેરણા સમાજમાં રેલાવનારા આપણી વંદનાના અધિકારી બને છે. શ્રી કિશોરસિંહજીભાઈએ જ્યાં જ્યાં પ્રત્યક્ષ અનુભવ્યું–તેનો પ્રેરણાદાઈ નિચોડ આ લેખમાળામાં રજૂ કર્યો છે–ખૂબ ખૂબ ધન્યવાદ. ——રાહ જ ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું, પૂ. મુ. દેવરાસાગજી મ. . જો કે આ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy