SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શ્રદ્ધાના કારણે શ્રી ઉત્તમભાઈ આ રોગની સામે ઝઝૂમતા સ્વસ્થ મને સારા બનીને બહાર આવ્યા. શ્રી ઉત્તમભાઈ મેમદપુર જેવા નાનકડા ગામડામાંથી બહાર આવીને એક મોટા ઉદ્યોગપતિ બન્યા છે, પણ એમનામાં કોઈ જ પ્રકારનું અભિમાન આવ્યું નથી. તેઓ માને છે કે, આંબા ઉપર કેરીઓ જેમ વધારે બેસે એમ આંબો નીચો નમતો હોય છે, આવી છે એમની નમ્રતા! એટલે તો આજે શ્રી ઉત્તમભાઈ અનેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, પણ જે વ્યક્તિ સિદ્ધિઓના શિખરે બેસે છે, એની પાછળ કોઈકની પ્રેરણા જરૂર હોય છે. કોઈનો મૂંગો આનંદ એમાં ભળેલો હોય છે. એવાં જેમને વંદન કરવાની ઇચ્છા થાય એવાં શારદાબહેનનો હૂંફાળો સહવાસ એમને મળતો ના રહ્યો હોત તો કદાચ, ઉત્તમભાઈ આજે જે છે, તેમાં એટલી પરાકાષ્ઠા ન પણ આવી હોત. આવી પ્રેરણાનાં પીયૂષ પીને ઉત્તમભાઈએ ઉત્તમ શિખરો સર કર્યાં છે પણ એમને મન કોઈ મોટો કે નાનો નથી. તે દરેકને એક માણસ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે અને પોતે માણસ બનવાનો. એટલે તો એમનામાં અભિમાનનો એક અંશ પણ જોવા મળશે નહીં તેથી એક વખત મળ્યા પછી વારંવાર મળવાની ઇચ્છા થાય એવા ભલા આદમી હતા. દરિયાવબહેન નામ તો દરિયાવબહેન ! ગામ તો દાંતા-ભવાનગઢ. કામ તો બાલમંદિરમાં શિક્ષિકા. પાલનપુરથી અંબાજી જતાં રસ્તામાં દાંતા આવે. વાહનમાં જતાં દૂરથી ડુંગર ઉપર વસેલું દાંતા આવીને પાંપણે વસી જાય. એમાંય જો ચોમાસાની મોસમ હોય તો એની રમણીયતા અનેરી લાગે. ત્યાંના સ્વર્ગસ્થ મહારાજાના નામ પરથી ભવાનગઢ પણ કહેવામાં આવે છે. સાચા અર્થમાં એમાં દરિયાદિલનાં એક બહેન વસે છે. એમના નામની પણ એટલી જ યથાર્થતા છે. જીવનની ખારાશને પોતાના હૈયામાં ભંડારીને પણ જગતને કંઈક આપ્યું છે એમણે. એમનો ઘૂઘવતો દરિયો એ પાણીનો નહીં પણ દુઃખનો છે. સાગર તો ખારો જ હોય છે પણ એ ખારાશને પોતાનામાં સમાવી બીજાને તો સ્નેહનું–પ્રેમનું નિર્મળ જળ જ પાયા કર્યું છે દરિયાબહેને!! Jain Education International Foto જિંદગી પણ કેવી? સંઘર્ષનાં-દુઃખોને પર્વતોમાં— પથ્થરોમાં અથડાતા વહેતા ઝરણા જેવી! લગ્ન પછી દીકરો મોરધન અને દીકરી મીનુનો જન્મ. પતિ રેલ્વેમાં નોકરી કરે. ત્યારે એમનો વસવાટ પાલનપુરમાં. પણ એક દિવસની વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે બારણાંની સાંકળ ખખડી! એમણે બારણું ખોલ્યું તો પતિનો મૃતદેહ એમની સામે જ હતો! જીવનની શરૂઆતના આનંદનો એક યુગ અહીં પૂરો થતો હતો. એમના માટે આંસુનો સહારો બાકી રહ્યો હતો. એમના જીવનમાં પણ હાથ-પગ જોડીને બેસી રહે ક્ષત્રિયાણી શાની? બન્ને બાળકોને મોટાં કરવાની જવાબદારી એમના શિરે હતી! પણ સહારો કોનો! પોતાની માતા અને મામાની હૂંફ હતી. વૈધવ્યનો ખૂણો પાળવાના બદલે કમર કસી હતી સંઘર્ષોની સામે એમણે. જેને પોતાનું ધ્યેય નક્કી છે એ જીવનમાં કંઈક મેળવી શકે છે. અહીં જીવવાનું અને જિવાડવાનું ધ્યેય હતું—એમના માટે. એમણે જૂની પ્રાથમિક શાળાંત સુધીનો અભ્યાસ કરેલો. મામાના સહકારથી નારદીપુરમાં પી. ટી. સી. કર્યું. પછી સ્વીકારી લીધી બાલમંદિરમાં સર્વિસ! ત્યારે મીનુ-મોરધન ઘણાં નાનાં! એમનું શિક્ષણ પણ શરૂ થયું. ઘરનું, બાલમંદિરનું, બાળકોનું કામ! સાથે સાથે શીખ્યાં સીવણનું પણ. બે-પાંચ વરસ બહાર રહ્યા પછી પોતાને ત્યાં દાંતામાં જ સ્થિર થયાં! ત્યારે ગામમાં રહેવા ઘર નહોતું પણ મુસીબતોથી હારી જાય તો દરિયાબહેન ન કહેવાય! દાંતામાં સ્થિર થયા પછી નોકરીની સાથે ઘેર રાખવા માંડ્યાં ભેંસો હાથીના બચ્ચાં જેવી! વહેલી સવારે ઊઠવું, ભેંસોનું છાણ-પાણી કરવું, દોહવી, ખાણઘાસની વ્યવસ્થા કરવી અને પછી નાહી-ધોઈને તૈયાર. ઘરના કામમાં લાગી જવું. સાડા સાતના ટકોરે પહોંચી જવું બાલમંદિરમાં તે સાડા અગિયાર સુધી! પછી આવીને રસોડાનું કરવાનું. બાએ જમવાનું બનાવ્યું હોય! જમ્યા પછી સિલાઈ મશીન પર બેસી જવાનું તે ઢળજો સાંજ વહેલી ! ‘થાક’ અને ‘આળસ' એ બે શબ્દો એમના શબ્દકોશમાં ક્યારેય નહોતા. કામ જ જિંદગી હતી. અને એના આધારે જ પોતાની વિખેરાઈ ગયેલી જિંદગી એમણે નવેસરથી પાળી પંપાળીને ઉગાડી હતી. સહરાના રણને લીલુંછમ્મ બનાવવાનો અભરખો હતો એમને! એટલે જ તો રાત-દિવસ જોયાં નહોતાં એમણે! પણ ક્યારેય પોતાનું દુ:ખ બીજાને જોવા દીધું નથી. સદાય હસમુખો રહેતો એમનો ચહેરો અને આનંદમાં રહેતાં એ પોતે. દુઃખને ઘૂંટીને એમણે અમૃત બનાવ્યું હતું. આંસુને આનંદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy