SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ ધન્ય ધરા અંગતમંત્રી બની રહ્યાં અને સરદારનું સાહિત્ય પ્રગટ કરાવ્યું. તેમનું સંક્ષિપ્ત જીવન મૃણાલિનીબહેન દેસાઈએ આલેખ્યું છે અને તેની પ્રસ્તાવના મનુભાઈ પંચોળીએ લખી છે. તેમના આખા જીવનના સારરૂપ એક પ્રસંગ ટાંકીને મણિબહેનનું જીવન કેવું પરોપકારી અને પુણ્યવંતું હતું તે નીચેના દાખલાથી જાણી શકાય છે. શતાબ્દી વંદનામાં તેઓ આપણી વંદનાના અધિકારી પુણ્યસ્મૃતિની સુગંધ (જન્મ : એપ્રિલ, ૧૯૦૩) દેશ તેની જમીન-જંગલ-નદીઓ–પહાડો, સોના-રૂપામાં નથી જ નથી, તેના સાવધ, નિસ્વાર્થ અને સામાજિક મનોવૃત્તિવાળા નાગરિકોમાં છે. આવા નાગરિકો કે સામાજિક નથી હોતા ત્યાં જંગલો નાશ પામે છે. જમીન ધોવાઈ જાય છે. પૂર તારાજી કરે છે અને આંતર કે બાહ્ય કલહો દેશનો નાશ કરે છે, છતાં આ માણસોમાં કોઈ કોઈ દિવ્યાત્માઓ હોય છે. તેનું સ્મરણ-પઠન-પાઠન કરવાનું કે રાષ્ટ્ર કરે છે તે સુરક્ષિત મંડળીઓ, સર્વોદયમેળાઓ અને સાહિત્ય પ્રચાર દ્વારા એમણે ગાંધીને જીવતા રાખ્યા. જ્યાં રચનાત્મક કામનું નામનિશાન ન હતું અને જે ધરતી સેવા..... સેવા ઝંખતી હતી એવાં સૂકાં અને લૂખાં ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં એમના અને એમના સાથીઓના પરિશ્રમ અને પ્રેમપુરુષાર્થથી ઠેકઠેકાણે સર્વોદયની સરવાણી કુટી નીકળી. ગાંધી વિચારની એક નવી ચેતના લહેરાવા લાગી. એક માણસનો પ્રેમભર્યો પુરુષાર્થ શું કરી શકે તેનું જીવતું પ્રમાણ તેઓ પૂરું પાડતા ગયા. પાછળ ચાલતા આવતા સાથીઓને તેમણે સેવાના અક્ષયવ્રતનું ભાથું બંધાવ્યું. આઝાલ પછી સર્વોદય અને ભૂદાનપ્રવૃત્તિના પૂરમાં અનેક યુવકો ખેંચાઈ આવ્યા. અમારા જેવા કેટલાય યુવાનો માટે એ યુગ 'સંદેશ' બની ગયો, પરંતુ સંદેશ સાંભળવો અને એ પ્રમાણે આચરવું એ તદ્દન જુદી વાત બની જતી. આમ યુવાનો માટે એક પગ જીવનપરિવર્તનની ધરતી પર અને બીજો પગ સલામત મનોભૂમિકા પર રહેતો. કેટલાક મિત્રો ક્રાંતિને ખેંચી ખેંચીને પોતાની જાત સુધી લાવ્યા, પરંતુ પોતે ક્રાંતિનું વાહન ન બની શક્યા. જ્યારે શ્રી રતિભાઈ જોશી, મોતીભાઈ ચૌધરી અને બાબુભાઈ જેવા પોતે જ એના કેન્દ્ર રૂપ બની ગયા. પરિણામે તેમની આસપાસ મિત્રોનાં ઝૂમખાં ને ઝૂમખાં ઊભરાવાં લાગ્યાં. એ સૌને નવાં કેન્દ્રો અને નવી સંસ્થાઓમાં હૂંફ આપી ગોઠવતા રહ્યા અને એ રીતે નવી સંસ્કૃતિના પાયાને વિસ્તારતા ગયા. નવી સંસ્કૃતિના ઉદ્ગાતા બની ગયા. કુ. મણિબહેનની પુણ્યસ્મૃતિની સુગંધા મણિબહેન એટલે સરદારનાં એકનિષ્ઠ સેવિકા અને પુત્રી. સરદારના જીવનને ધબકતું, આનંદિત અને કર્તવ્યશીલ રાખવામાં એકમાત્ર તેમનો જ અજોડ ફાળો ગણી શકાય. ૧૯૭૦માં અમારે જ્યારે નવજીવનમાં જોડાવાનું થયું ત્યારે શરૂઆતના દિવસોમાં સરદાર સાહેબને ભેટ મળેલ પુસ્તકોનું વર્ગીકરણ વગેરેમાં જતો. ત્યારે અવારનવાર તેમને મળવાનું અને માર્ગદર્શન મેળવવાનું થતું. તેમની પ્રકૃતિ એવી કે કામ સિવાયની વાત કહે નહીં અને વગર કામે તેમનો સમય છીનવાય નહીં. કર્તવ્યપરાયણ! ૧૯૨૫માં સ્નાતક થયા બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોડાયાં. જેલવાસ ભોગવ્યો. રાજ્યસભા અને લોકસભાનાં સભ્ય. એમણે ૨૧ વર્ષ સુધી સરદાર પટેલની સેવા કરી અને સ્વ. મણિબહેન આવા દિવ્યાત્મા હતાં. સરદારની અને તે દ્વારા દેશની સેવા-સુરક્ષામાં કાયા ઘસી નાખી. જેમણે તેમની સાદાઈ, પરિશ્રમ, અવિરત પરિશ્રમ જોયાં છે તે કદી તેમને વીસરી નહીં શકે. સાદાઈમાં તો તેમને કોઈ ન લગે. જાતે જ કાંતેલ સૂતરના એકરંગી સફેદ એક નાનોય ડાઘ નહીં તેવાં વસ્ત્રો, જાતે જ કાંતેલાં, જાતે ધોયેલાં અને જાતે જ સાંધેલાં, સીવેલાં સુઘડ વસ્ત્રો. કડક ખરાં, કોઈનું જેમતેમ ન ચલાવે. કઠોર લાગે, પણ નાળિયેર જેવાં કઠોર, કાચલી, નીચે મીઠું પોષક પાણી ! - દિલ્હીમાં એમને કોઈને ત્યાં બે બહેનો ટેકસીમાં મૂકવા ગયાં. મૂકીને પાછાં ફરતાં હતાં ત્યાં ટેકસી ડ્રાઇવરે પૂછ્યું, “આ માજી કોણ હતાં?” “મણિબહેન પટેલ.” “સરદાર વલ્લભભાઈનાં પુત્રી!!” હા, હા,-એ જ.” ડ્રાઇવરે તરત જ ગાડી બંધ કરી નીચે ઊતરી જે રસ્તેથી મણિબહેન ગયાં હતાં તેની ધૂળ માથે ચડાવી. બંને બહેનો તો મણિબહેનથી પરિચિત હતાં જ છતાં તેઓ દંગ થઈ ગયાં. કહે, “તમને આટલી બધી ભક્તિ?” પેલા ભક્તહદય ડ્રાઇવરે કહ્યું, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy