SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ * ૫૮૫ ખાતે રોકાઈ ગોપ્રેમીઓ, ગોસેવકો અને સત્યાગ્રહીઓને એક અનોખી હૂંફ પૂરી પાડી અને ભારતના અર્થતંત્રમાં ગાય-એમની ગોભક્તિનું આદર્શ પ્રમાણ છે. પોતાના હસ્તે વિકાસ પામતી ગાંધીનગરની ભૂમિમાં તેમણે ૨૦, ડિસેમ્બર, ૨૦૦૨માં અંતિમ શ્વાસ લઈ અક્ષરવાસ સ્વીકાર્યો. તેમની ૯૫મી જયંતીએ ગુજરાતની પ્રજાએ પોતાના વત્સલ-વહાલા નેતાને “શીલધર્મી રાજપુરુષ” તરીકે નવાજી સ્મૃતિગ્રંથ અર્પણ કર્યો. ગાંધીવિચાર-પ્રેમી બંસીભાઈ શાહ. (જન્મ : ૧૯૨૩, અવસાન તા. ૧૮-૧૧-૨૦૦૫) નવેમ્બરની ૧૮મી તારીખે ગુજરાતના એક સપૂત ગાંધીના અર્થશાસ્ત્ર સાથે વિજ્ઞાનનું સંયોજન કરવા મથતા શ્રી બંસીભાઈ શાહનો દીપ બુઝાયો છે. તેમનું કાર્યક્ષેત્ર “અતુલ' રહ્યું હોવાથી તે વિષયના નિષ્ણાતો સિવાય, અન્યના સંપર્કમાં આવવાની તેમની મર્યાદા હતી. અહીં તેમના જીવનનો આછો પરિચય કરીએ. તેમનો જન્મ ગુજરાતના એક નાના ગામ ઝાલોરમાં સન ૧૯૨૩માં થયો હતો. પિતા સરકારી ડૉકટર હતા. તેમનું બાળપણ અને શાળાકીય શિક્ષણ દ. ગુજરાતમાં પારડી ખાતે થયું. ગુજરાત કૉલેજમાંથી તેઓ બી.એસસી. અને મુંબઈની વીજેઆઈટીમાંથી એમ.એસસી. ટેક. થયા. ત્યાર પછી અમેરિકામાં એમ.એસ. કર્યું. તેઓ શિક્ષણમાં તેજસ્વી હતા, એ જમાનામાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં રાજ્યભરમાં ચોથા ક્રમાંકે આવ્યા હતા અને અમેરિકા પણ તેઓ ભારત સરકારની સ્કોલરશિપથી ગયા હતા. તેઓ અત્યંત મેધાવી, નિષ્ઠાવાન, પ્રામાણિક અને રાષ્ટ્રપ્રેમી હતા. વિદ્યાર્થી અવસ્થાથી તેમનામાં રાષ્ટ્રભાવના જાગી હતી. રાષ્ટ્રીય લડતોમાં સક્રિય ભાગ લેતા અને અશ્રુત પટવર્ધન, રામમનોહર લોહિયા જેવા નેતાઓના તેઓ ગાઢ મિત્ર હતા. બંસીભાઈએ પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત અને નિવૃત્તિજીવનની વસંત અને પાનખર વલસાડ પાસે આવેલ રંગ-રસાયણના કારખાના અતુલ પ્રોડકટ્સથી કરી. એ વર્ષો દરમિયાન એમનાં પત્ની સરોજબહેન, ગાંધીસરદારની સંસ્થાઓ સાથે ગાઢ સંપર્કમાં હતાં. તેથી બંસીભાઈ પણ નારાયણ દેસાઈ વ.ના સંપર્કમાં આવ્યા હતા. ધરમપુરમાં આદિવાસી આશ્રમશાળાઓનું સંચાલન સરોજબહેન કરતાં તેથી આદિવાસીઓના ઉત્કર્ષમાં પણ તેઓનો સક્રિય સહકાર મળી રહેતો. વલસાડ તાલુકાની પ્રાથમિક શાળાઓ માટેની વિજ્ઞાનપ્રયોગ પુસ્તિકા અને તેની કિટ ડિઝાઇન કરી હતી અને એ માટેના શિક્ષકો તૈયાર કરવાના તાલીમશિબિરો પણ ચલાવ્યા. એવી જ રીતે અમદાવાદની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં વર્ષો સુધી પરીક્ષક રહ્યા હતા. એમને વાચનની ભૂખ પણ ખૂબ. જ્ઞાનેશ્વરી ગીતા, ઉપનિષદો તેમના પ્રિય ગ્રંથો હતા. સાહિત્યમાં કવિતામાં પણ તેઓ ખૂબ રુચિ ધરાવતા. અંગ્રેજી સાહિત્યના રસિયા, શૈલી, હેમિન્વે, શેકસપિયર, ચાર્લ્સ ડિકેઇન, ટાગોર, મેઘાણી, કલાપી તેમના પ્રિય કવિ હતા. | સામાજિક ક્ષેત્રે તેમણે નેત્રયજ્ઞોમાં રસ લઈ અતુલ, વલસાડ, વાપી વગેરે સ્થળે કરાવેલ. તેમનો મુખ્ય ફાળો તો તેમનાં પત્ની સરોજબહેનનાં બાળકલ્યાણ, આદિવાસી, મહિલા શિક્ષણ પ્રવૃત્તિમાં તેમને પ્રોત્સાહન આપી, પૂરી સગવડ અને સ્વતંત્રતા આપી એ ગણાવી શકાય, જેથી સરોજબહેન વિવિધ સામાજિક સંસ્થાઓમાં જવાબદારીભર્યા સ્થાનોમાં ભાગ લઈ સેવા આપતાં. જાણીતાં મહિલા અગ્રણી વસુબહેન તેમને “સારસ'ની જોડલીની ઉપમા આપતાં. ૮૨ વર્ષનું ભરપૂર જીવન પસાર કરી એમણે ૧૮મી નવેમ્બરે આપણી વચ્ચેથી વિદાય લીધી. સદ્ગતનાં પત્ની સરોજબહેન અને તેમનાં સંતાનોને દિલી સહાનુભૂતિ. અંતમાં એમના પ્રિય કવિ હરીન્દ્ર દવેની પંક્તિઓ સાથે તેમની શ્રદ્ધાંજલિ પૂરી કરીશું : મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો! નવી સંસ્કૃતિના ઋત્વિજ અને ઉગાતા બાબુભાઈ શાહ બાબુભાઈએ મહેસાણા અને બનાસકાંઠામાં સંખ્યાબંધ સંસ્થાઓ ઊભી કરી. બાલવાડીઓ અને આશ્રમશાળાઓ, છાત્રાલયો અને ઉ.બુ. વિદ્યાલયો, ખાદી કેન્દ્રો અને ગ્રામોદ્યોગ કેન્દ્રો, પશુ-સુધારણા, મઘનિષેધ, પ્રૌઢશિક્ષણ, સહકારી For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy