SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ ચાતુર્માસ તેમણે પોતાને ઘેર કરાવ્યું. મહારાજશ્રીની આવા શ્રમલક્ષી ખેડૂતો પ્રત્યે બહુ મોટી આશા હતી. તેઓ કહેતા : “પથાભાઈ જેવા નિર્વ્યસની અને સુસંસ્કારી શ્રમલક્ષી ખેડૂતો પાંચ પાંચ કુટુંબોને પોતાની પાંખમાં લઈ લે તો ભારતનાં ગામડાં ગોકુળિયાં બની જાય......’ શીલધર્મી રાજપુરુષ બાબુભાઈ જ. પટેલ ખેડા જિલ્લાની ખમીરવંતી ભૂમિમાં, સાક્ષરનગરી નડિયાદ ખાતે, પિતા જશભાઈ અને માતા ચંચળબાની કૂખે તા. ૯મી ફેબ્રુઆરી, ૧૯૧૧ના સુપ્રભાતે જન્મનાર બાબુભાઈએ કેવળ નડિયાદ કે ખેડા જિલ્લાને જ નહીં ગુજરાત અને ભારતને પોતાની સેવાઓ આપી વિશ્વપ્રતિભામાં પોતાનું નામ અંકિત કરાવ્યું, માત્ર ૧૯ વર્ષની વયે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા, અને જીવનભર ગાંધીના માર્ગને વળગી રહ્યા. તેઓ પોતે કહે છે : “જાહેરજીવનની શરૂઆતથી મને ગાંધીવિચારનું પ્રબળ આકર્ષણ રહ્યું છે. ગાંધીવિચાર અંગેની મારી શ્રદ્ધા અતૂટ રહી છે, જગત આખાના તમામ પ્રશ્નોનો ઉકેલ ગાંધીવિચારમાંથી મળી શકે એમ છે તે વાત દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતી જાય છે.” આ અસર નીચે તેમણે પોતાનું અંગત અને જાહેરજીવન ગાંધી વિચાર પ્રમાણે ઘડ્યું, અને અનુસરતા રહ્યા. ૧૯૩૭માં ખેડા જિલ્લાની બેઠક ઉપર ધારાસભામાં ચૂંટાઈ ગૃહના સૌથી નાની વયના અભ્યાસુ ધારાસભ્ય તરીકે ચમકી ઊઠ્યા. પછી તો ૧૯૪૬માં, ૧૯૫૨માં, ૧૯૬૭માં, ૧૯૭૫માં અને છેલ્લે અતિ આગ્રહે મોરબીમાંથી ૧૯૯૦માં ચૂંટાયા. આ વર્ષો દરમિયાન તેઓ ૧૯૭૫માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ૧૯૯૦માં ગુજરાત રાજ્યના નર્મદામંત્રી તરીકે સેવા આપી. પોતાના જીવનકાળ દરમિયાન દીર્ઘકાળ સુધી તેમણે જે વિવિધ સંસ્થાઓને સેવા આપી તેમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગરના કુલપતિ, ગુજરાત રાજ્ય ખનીજ વિકાસ નિગમ, ગુજરાત ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડ, અમૂલ ડેરી, આ ઉપરાંત સંખ્યાબંધ સંસ્થાઓમાં તેઓએ સભ્ય યા ટ્રસ્ટી બની Jain Education International ધન્ય ધરા માર્ગદર્શન આપ્યું. તેમાં નોંધપાત્ર ટ્રસ્ટીશીપ વિચારધારાના પ્રયોગમાં હરિજનસેવા, નશાબંધી, ગોવધબંધી, કુદરતી હોનારતો, આસામ રાહતકાર્ય, મોરબીરાહત અને બીજી અનેક રચનાત્મક સંસ્થાઓમાં પ્રત્યક્ષ માર્ગદર્શન કરાવતા રહ્યા. આમ તેઓએ પોતાનાં જાહેરજીવન, સમાજસેવા, રચનાત્મક કાર્યો અને રાજકારણમાં અગત્યનું પ્રદાન આપી, ગુજરાતનું નામ રોશન કરતાં સને ૨૦૦૨નો સરદાર વલ્લભભાઈ પટેલ - વિશ્વપ્રતિભા એવોર્ડ જે વિશ્વ ગુજરાતી સમાજ તરફથી અપાય છે, તે તેમને અર્પણ થતાં ધન્યતા અનુભવી. ગાંધીજી પછી તેમના જીવનમાં બીજી પ્રેરણામૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીની બની રહે છે. આ પૈતૃકધર્મમાં રાષ્ટ્રધર્મ-યુગધર્મ એટલો તો ઓતપ્રોત બની રહ્યો કે બેઉ એક સિક્કાની જેમ બે બાજુ સમ, ક્યાંય સાંધો કે રેણ ન મળે. આ બંને પ્રેમમૂર્તિઓ તેમની મનોરચનાના આદર્શરૂપ બન્યા. એનું સ્થૂલ-પરિણામ ગાંધીનગર બન્યું તેમાં જોવા મળે છે. બાબુભાઈએ પોતાની શક્તિ-બુદ્ધિ-ભક્તિ ઠાલવી ગાંધીનગર ખીલવ્યું તો બીજી તરફ ત્યાંની વનરાજીમાં અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણને ઝૂલતા કર્યા. એક તરફ ગાંધીમૂલ્યોનું પોતાનાં જીવનમાં આચરણકરનાર નિષ્ઠાવાન લોકસેવક ગાંધીભક્ત બને છે તો બીજી તરફ સ્વામિનારાયણે પ્રબોધેલ શિક્ષાપત્રીને ચરિતાર્થ કરનાર આ સાધુ જીવે સંપ્રદાયના સંસ્કારો પોતાના જીવનમાં સાદ્યંત સાચવ્યા છે. આવો સમન્વય વર્તમાનમાં ગાંધીજીના આશ્રમી શ્રી કિ. ઘ. મશરૂવાળાના જીવનમાં આપણને સહજ જોવા મળે છે. આ બંને ભક્તિપ્રવાહોથી એમની ભીતરની રાષ્ટ્રભક્તિ-માનવપ્રીતિ-સદાય ઉદીપ્ત થતી રહેલી જોવા મળે છે. ગીતાના બોધને જીવનમંત્ર બનાવી (જે એમનો આદર્શ હતો) ત્યે વે વર્નયમિતઃ સંસિદ્ધિમ્ નમતે નરઃ પોતાને ફાળે જે કામ આવ્યું તે નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક દિલ રેડી એમણે કર્યાં, આવાં કાર્યોમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરની યોજના, અમદાવાદમાં શાહીબાગ ખાતે સરદારનું રાષ્ટ્રીય સ્મારક, નર્મદાયોજના અને છેલ્લે મોરબીની રેલ હોનારતમાં, પોતે મુખ્યમંત્રી હોવા છતાં, મોરબીને પુનઃ બેઠું કરવા તેમણે સમગ્ર રાજ્યનો કારભાર એક માસ સુધી મોરબીથી ચલાવ્યો અને રાજકારણમાં એક અનોખું દૃષ્ટાંત પૂરું પાડ્યું. ૧૯૮૨ના મે મહિનામાં દેવનાર સત્યાગ્રહમાં પૂરું એક અઠવાડિયું મુંબઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy