SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૮૦ “બહેન, તમે રામાયણ વાંચ્યું છે?” “તેમાં આવે છે કે હનુમાનજીએ લંકા બાળી, પણ પૂરી બાળી નહીં, કારણ બતાવશો બહેન?” બહેનો મૂંગાં! ડ્રાઇવર કહે, “બહેન લંકામાં એક વિભીષણ હતા. પુણ્યાત્મા હતા. એમના પુણ્યપ્રતાપે લંકા બચી ગઈ. આ હમણાં ગયાં એ માજીના પ્રતાપે દિલ્હી સુરક્ષિત છે, નહીંતર અહીં તો લંકાથી બદતર થઈ ગયું છે.” કુમાર મંગલસિંહજી [અવસાન ઃ ૨૧-૨-૧૯૮૫] ત્યક્તા ભુંજીથાઃ કુમાર મંગલસિંહના કલાપ્રિય આત્માને ‘ગુજરાત સમાચાર'માં પ્રથમ પાને જે કેટલીક સુંદર છબીઓ તસવીરકાર ભાઈ ઝવેરીલાલ મહેતા રજૂ કરતા હોય છે તેમાં ગરવા ગુજરાતનું લાવણ્ય અને કળાલાસ્ય રજૂ થતાં હોય છે, તો ક્યારેક તેમાં સંવેદનાના સૂર જગાડનાર ધીમો સાદ પણ સંભળાય છે. તા. ૨૩મી જાન્યુઆરીની તસવીરે એવું એક હમદર્દ પેદા કર્યું. તસવીર લાઠીના રાજવી કલાપીના ખંડિયેર જેવી હાલતવાળા મહેલની, અને તેમાં વેરવિખેર પડેલી કુમાર મંગલસિંહની મનોહર કલાકૃતિઓની હતી. તેની નીચે લખ્યું હતું: ૯મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે અન્ય નવ પ્રખ્યાત કલાકારો સાથે જેમનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન થનાર હતું એવા જાણીતા ચિત્રકાર લાઠીના કુમાર મંગલસિંહજીનું અમદાવાદમાં ૭૦ વર્ષની વયે કેન્સર હૉસ્પિટલમાં ૨૧મીએ અવસાન થયું. કુ. મંગલસિંહજી સ્વ. કલાપીના પુત્ર હતા અને તેમનાં મુંબઈ, પૂના, ગ્વાલિયર સહિત ઘણાં સ્થળોએ ચિત્ર પ્રદર્શનો યોજાઈને ઇનામો મેળવ્યાં હતાં......” ' ૧૯૫૪માં સંતબાલજીના ચાતુર્માસ લાઠીમાં હતા. એ પ્રસંગે થોડા દિવસ તેમની સાથે રહેવાનું બન્યું હતું. બરાબર એ જ અરસામાં કુમાર મંગલસિંહ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ઓરડાને ગુજરાતની કલાથી વિભૂષિત કરી મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને પોતાના મહેલમાં પધારવાનું પ્રેમપૂર્ણ નિમંત્રણ આપી ગયા હતા. આ પ્રસંગે મહારાજશ્રી સાથે અમને પણ તેમના મહેલની મુલાકાત લેવાની તક મળી હતી. શરૂઆતમાં મહારાજશ્રીએ થોડો સમય રણવાસમાં જઈ ત્યાંના સ્ત્રીસમાજને મુલાકાત આપી. પછી કુમાર મંગલસિંહજીએ અમને મહેલ દેખાડ્યો. તેમનાં કલાત્મક ચિત્રોનો પરિચય તેઓ જાતે આપતા હતા, ત્યાંના મ્યુઝિયમમાં રાખેલ હથિયારો, પ્રાચીન કલાવસ્તુઓ, રાજા રવિ વર્માનાં ચિત્રો આ બધાંમાં મહારાજશ્રીને એટલો રસ ન પડ્યો જેટલો કુમાર મંગલસિંહજીનાં ચિત્રોમાં પડ્યો. પણ આ બધાં ચિત્રોમાંથી એક ચિત્ર વિશેષ સ્મરણમાં રહી ગયું છે. એ હતું બુદ્ધ, યશોધરા અને રાહુલનું. સિદ્ધાર્થ રાજગૃહનો ત્યાગ કરી, પરિવ્રાજક બન્યા છે અને બુદ્ધ બનીને પોતાના મહેલમાં પ્રથમ પ્રથમ આવે છે તે પ્રસંગનું. એક રાજવી રાજયગાદીનો ત્યાગ કરી મહાન સિદ્ધિ સાથે પાછા આવે છે ત્યારે યશોધરા પોતાના પુત્ર રાહુલને એના પિતા પાસે પોતાનો વારસો માગવા સમજાવે છે. એમ કહેવાય છે કે બુદ્ધ રાહુલને સંન્યાસ દીક્ષા આપીને પોતાનો અમર વારસ આપ્યો. એક કલાકાર રાજવી પોતાના રાજગૃહમાં સંતબાલજી જેવા શ્રમણોત્તમ સાધુને પ્રસંગનું માધુર્ય પોતાની લાક્ષણિક શૈલીમાં સમજાવી રહ્યા હતા. સંતબાલજી મહારાજે પણ એમાં ખૂબ રસ દાખવ્યો. તેમની કલાપ્રીતિ તે દિવસે અમને જેવી જોવા મળી તેવી અન્ય ક્યારેય જોવા મળી નથી. કુમાર મંગલસિંહે કહ્યું : “બુદ્ધનો સંદેશો શબ્દો દ્વારા કેટલાં હૃદય સુધી પહોંચ્યો છે, એની અમને ખબર નથી, પરંતુ અજન્ટાના કલામંડપોએ ત્યાંના ભીંતચિત્રો દ્વારા જે ધર્મસંદેશ ફેલાવ્યો છે તે અમારા જેવા કલાકારો અને દુનિયાભરની કલાશાળામાં પહોંચી ગયો છે.” મહારાજશ્રી : “કારણ કે એ કલાની પાછળ શુદ્ધ આત્મચેતન્ય હતું. ગુરુદેવે સત્યમ્ શિવમ્ સુંદરમ્ એ ત્રણ શબ્દોમાં કલાની વ્યાખ્યા આપી દીધી છે. સત્ય એ જ જીવનની ઊંચામાં ઊંચી કલા, એ શિવમ્ એટલે હિતકારી હશે તેનું સૌન્દર્ય ઝળકી ઊઠશે.” એમના ભોજનખંડની દીવાલો પર દોરેલાં કેટલાંક ભીંતચિત્રો દેખાડ્યાં. લગભગ આખી જ દીવાલો જીવતાં ચિત્રોથી મઢી હતી. જે હતું. ગુરુ.પી દીધી છે. સત્ય છે તેનું સૌન્દર્ય For Private & Personal Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy