SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એટલે બંનેના ચહેરા ઉપર સ્મિતની ચાંદની ચમકી ઊઠે! આવો અનુભવ અમને ઘણી વખત થયો છે. ૧૯૯૬-૯૭માં એમને શિક્ષણક્ષેત્રે પ્રદાન માટે ગુજરાત સરકારનો રૂપિયા એક લાખનો એવોર્ડ મળ્યો હતો. આવા હતા પટેલ સાહેબ! વિદ્વત્તા અને વિનમ્રતા સાથોસાથ રહી શકે છે અથવા એકબીજાને શોભાવે છે એમ અમદાવાદ આવ્યા પછી ત્રણ પુરુષોમાં અનુભવ્યું હતું. એ હતા – યશવન્ત શુક્લ, પુરુષોત્તમ માવળંકર અને ચિ. ના. પટેલ સાહેબ. કોઈકે કહ્યું કે બીમારીની બાણશય્યા પર એમની અડધી જિંદગી વીતી, પણ બીમારીને એમણે પચાવી જાણી હતી. ઓપરેશન પછી પણ સહેજ ચેતન આવતાં તેમનું મુખસ્મિત આપણી ચિંતા ગ્લાનિનાં વાદળો દૂર કરવા એટલું જ ઓજસ્વી બની રહેતું. તેમની પ્રકાશિત કૃતિના અમને પ્રેમાધિકારી ગણતા. તેમની આત્મકથા અને વાલ્મીકિ રામાયણ વગેરે પુસ્તકો તો મને મળ્યાં જ હતાં. તેમને હાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી ગાંધીચરિત પ્રગટ થયું. બે આવૃત્તિ થઈ. બંને મને મોકલી– પોતાના પ્રેમાક્ષર પાડીને. તત્ત્વપ્રેમીઓમાં પટેલ સાહેબ દીવાદાંડીરૂપ હતા. સેવાગ્રામ આશ્રમના સૂત્રધાર શ્રી ચિમનલાલ શાહ શ્રી ચિમનલાલ શાહ બાપુની હયાતીથી તેમના સેવાગ્રામ આશ્રમની વ્યવસ્થા અને સંચાલન કરી રહ્યા હતા. છેલ્લાં ૩૦ કરતાં વધારે વર્ષોથી શરીરબળે ક્ષીણ થયા છતાં આત્મબળે ગાંધીજીનાં પુત્રવધૂ શ્રી નિર્મળાબહેન ગાંધીની સહાયથી આશ્રમવ્યવસ્થા સંભાળી રહ્યા હતા. સેવાગ્રામ આશ્રમમાં શ્રી ચિમનલાલભાઈ એટલે આશ્રમી ઘરેણું. શરીર સાવ ક્ષીણ-આહારમાં સંતરાં અને દૂધ. વિહાર– યાત્રા સંપૂર્ણ બંધ છતાં એકસ્થળે રહીને આશ્રમનું સુંદર સંચાલન કરતા. તેમની કુનેહ અને કરકસરભરી વ્યવસ્થાથી વર્ષો સુધી આશ્રમને લોકાધારિત રાખ્યો. જેવા ચિમનલાલભાઈ તેવાં જ તેમનાં પત્ની શકરીબહેન. એ પણ આશ્રમને સમર્પિત. તેમની એકમાત્ર દીકરી શારદાબહેન, ગાંધીજીને હસ્તે સુરતના ગોરધનદાસ ચોખાવાલા સાથે પરણેલ. Jain Education International ૫૦ આશ્રમમાં મુલાકાતીઓને બાપુની દૃષ્ટિ સમજાવવી અને તેમની આગતા-સ્વાગતા-વ્યવસ્થા બધું નમ્રતાપૂર્ણ કરતા. અમારા સેવાગ્રામનિવાસ દરમિયાન અમારી સાથે ખૂબ જ પ્રેમભાવ રાખતા. મુનિશ્રી સંતબાલજીના અનન્ય શિષ્ય ભાલનળકાંઠા પ્રયોગના પાયાના કાર્યકર શ્રી છોટાલાલ વસનજી મહેતા [અવસાન : ૫-૪-૧૯૮૬] કોઈ પણ મહાપુરુષનું કાર્ય તેમના શિષ્યો કે તેમના અનુયાયીઓ મારફતે સમાજવ્યાપી થતું હોય છે. મૂળ પુરુષ પ્રત્યેની ભક્તિ અને વફાદારી-વિશ્વાસથી વળગી રહીને એ પુરુષનો સંદેશો આમજનતા સુધી પહોંચાડી શકાતો હોય છે. મુનિશ્રી સંતબાલજીના ધર્મમય સમાજરચનાના પ્રયોગમાં તેમને જે જે સાથીઓ મળ્યા તેમાં સંતબાલજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાવાનોમાં છોટુભાઈ અગ્રીમ ક્રમે હતા. છોટુભાઈનું મૂળ વતન તો ગોંડલ, પરંતુ તેમના પિતામહ ભાઈચંદભાઈ જેતપુર તાલુકાકોર્ટના શિરસ્તેદાર તરીકે જેતપુર આવ્યા ત્યારથી તેમનો પરિવાર જેતપુરવાસી બન્યો. તેમના પિતા વસનજીભાઈ કાઠી દરબારોના કામદાર હતા. તેમનાં માતા જલુબહેન ધર્મપ્રેમી અને બહાદુર હતાં. શૌર્ય અને સેવાની સુગંધ તેમના જીવનમાંથી છોટુભાઈને વા૨સામાં મળી હતી. પંદર વર્ષની નાની વયે સમરતબહેન સાથે તેમનાં લગ્ન થતાં કુટુંબની જવાબદારી વધી. તેમાં પોતે યોગદાન આપવા લાગ્યા, પણ એમ લાગ્યું કે અહીં રહ્યે કુટુંબનું પૂરું થશે નહીં. તેથી કોઈ મિત્રની ભલામણ લઈ તેઓ આકોલા ગયા. ગયા ત્યારે નાટક કંપનીવાળા તેમના મિત્ર જૂઠાભાઈ પાસેથી રૂપિયા બસો ઉછીના લઈને ગયા. ભણતર માંડ પાંચ ચોપડી જેટલું; ન પૂરું ગુજરાતી આવડે, ન અંગ્રેજી આવડે, ન નામું આવડે, પરંતુ પોતાની હૈયાઉકલત તેમ જ જે પેઢીમાં જોડાયા હતા તેમાં પોતાની શાખ અને વિશ્વાસથી તેના ભાગીદાર બનવા જેટલી પાત્રતા મેળવી લીધી. પેઢીએ ખામગાંવમાં શાખા ખોલતાં એનો વહીવટ છોટુભાઈએ સંભાળ્યો. નસીબે યારી આપી અને ધંધામાં નામ કમાયા. ખામગાંવની તાલુકા કોંગ્રેસના પ્રમુખ બન્યા. વેપારી કુનેહ, મળતાવડો સ્વભાવ અને પરગજુ વૃત્તિને કારણે નાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy