SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ us સૌ સમાજસેવકો માટે અનુકરણીય બની રહો! એ જ સાચી શ્રદ્ધાંજલિ હો! વેડછી આશ્રમના ગાંધીભક્ત ચિમનલાલ પ્રા. ભટ્ટ [અવસાન : ૧૧-૭-૧૯૮૬] સ્વરાજ્ય આશ્રમ, વેડછીની આદ્યસ્થાપક ત્રિપુટી-શ્રી ચૂનીભાઈ મહેતા, શ્રી જુગતરામ દવે અને શ્રી ચિમનલાલ ભટ્ટ, તેમાંના અંતિમ શ્રી ચિમનલાલ પ્રા. ભટ્ટનું તા. ૧૧-૭-૮૬ને શુક્રવારે પોતાના પ્રિયસ્થાન વેડછી આશ્રમમાં નિધન થયું છે. ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણી કે જેણે પાછળથી નઈ તાલીમ' એવું નામ ધારણ કર્યું, તેને અનન્યભાવે વરેલા ગુજરાતના ગાંધીસેવકોમાં તેઓ આગલી હરોળના હતા. ૧૯૨૦માં, સુરતમાં, બાપુના એક ભાષણે તેમના દિલનો કબજો લીધો. કૉલેજશિક્ષણ ફગાવીને તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. તેમના પિતા બ્રિટિશ સલ્તનતમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેમ છતાં એ જમાનાનાં કૌટુંબિક અને સામાજિક બંધનો ફગાવી આ યુવાને વિદ્યાપીઠ પસંદ કરી. ત્યાં સ્નાતક થયા. સ્નાતક થયા બાદ પોતાના મિત્ર કરસનદાસ માણેક સાથે કરાંચીની એક રાષ્ટ્રીય શાળામાં જોડાયા. અસહકારનું આંદોલન ઊપડતાં ગુજરાતમાં આવ્યા અને સુરતની રાષ્ટ્રીય શાળામાં જોડાયા. ૧૯૨૭માં ગુજરાતને માથે ભારે રેલસંકટ આવતાં સરદારે ગુજરાતના યુવાધનને તેમાં સહાય કરવા હાકલ કરી. ચિમનભાઈ જુગતરામભાઈની છાવણીમાં ભળી ગયા. ત્યાં જે સ્નેહસંબંધ બંધાયો તે તેમને બારૈડોલી ખેંચી લાવ્યો. ૧૯૨૮માં જુગતરામભાઈનું ઉદ્યોગ વિદ્યાલય બારડોલીથી વેડછી આવ્યું, તેની સાથે જ વેડછી આશ્રમને ચિમનભાઈ જેવા સંનિષ્ઠ, તરવરિયા, કુશળ કાર્યકર મળ્યા. આમ એકધારાં ૬૦ જેટલાં વર્ષ તેમણે પોતાની કર્મભૂમિ વેડછી આશ્રમમાં ગાળ્યાં. એક મહાતપ કર્યું, જે પ્રજા સમાજના મહા પ્રવાહથી વિખૂટી પડી ગઈ છે તેને સાથે લેવા બાપુચીંધ્યા-શિક્ષણ, સંસ્કાર, ગ્રામોદ્યોગ, સહકારી પ્રવૃત્તિ—જેવાં રચનાત્મક કાર્યો દ્વારા આ પ્રવાહમાં ભેળવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. વેડછી આશ્રમના ઉદ્યોગમંદિરથી માંડીને જિલ્લાસ્તરની, રાજ્યસ્તરની અને ગાંધી વિદ્યાપીઠ જેવી સંસ્થાઓને જીવંત અને જ્વલંત રાખવા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યા કર્યું. Jain Education International ધન્ય ધરા એક જીવનનિષ્ઠ આચાર્યના જીવનમાં જે ગુણો સહજ ખીલેલા જોવા આપણે ઝંખીએ તે સઘળા ચિમનભાઈમાં જોવા મળતા. સફાઈ, પાકશાસ્ત્ર, વસ્ત્રવિદ્યા-ઉદ્યોગો, રમતગમત, કલા, સંગીત અને સાહિત્ય આ બધાં તેમના રસનાં જીવંત કેન્દ્રો હતાં. તેથી તેઓ વિદ્યાર્થીઓમાં આત્મીય હતા. કાકાસાહેબ કહે છે તેમ તેઓ–સંસ્કારધન લોકસેવક’ હતા. તેમણે લોકભાષામાં, લોકોને કંઠે ચડે તેવાં કથા ગીતો અને કાવ્યો આપ્યાં. “મારું વતન આ મારું વતન હાં!” “ગાઓ! મનભર મોહન-ગીત !'' જેવાં તેમના અત્યંત લોકપ્રિય ગીતો અનેકના કંઠે રમતાં જોવા મળે છે. તેમના ‘ગાંધીકથાગીતો’ અને ‘ભાઈ અને વેરી’ (ગજેન્દ્રમોક્ષનું વ્યાખ્યાન) એ ગ્રંથસ્થ કાવ્યપ્રસાદી છે, પરંતુ ચિમનભાઈની ખરી ખૂબી તો તેમના કંઠની હલકમાં હતી. ગુજરાત અને ઇતર પ્રાંતોમાં તેમ જ અમેરિકા સુધી પણ તેઓ ગાંધીકથા પીરસી આવ્યા છે. તેમનાં કથાકાવ્યો કંઠેથી નહીં પરંતુ બાપુ પ્રત્યેની ભક્તિથી હૃદયથી ઝરતાં! વેડછી આશ્રમમાં આવતા મહાનુભાવોનું સ્વાગત આશ્રમી આચારથી તો થતું જ, પરંતુ સવિશેષે શ્રી ચિમનભાઈના કથાભક્તિ-સંગીતથી પણ થતું. કાકાસાહેબ કાલેલકરથી માંડીને મુનિશ્રી સંતબાલજી જેવા સંત પુરુષો આગળ તેમણે જે ભક્તિસંગીત રેલાવ્યું હતું તેને માણવાની તેના એક અદના સાથીદાર તરીકે આ લેખકને પણ તક મળી હતી. For Private & Personal Use Only ભારતીય ઋષિપરંપરાના ચિ. ના. પટેલ ગાંધી જીવનશૈલીને એક જ વાક્યમાં અનેક લોકોએ ઓળખાવી છે, એ છે ‘સાદું જીવન અને ઉચ્ચવિચાર' આ વ્યાખ્યા આપણી સંસ્કૃતિના ઋષિમુનિઓ અને ગુરુકુળોના ગુરુમૂર્તિઓએ આચરી બતાવી છે. જેમની દિવ્યદૃષ્ટિના ફળરૂપે ઉપનિષદો વગેરે આપણી પાસે મોજૂદ છે. પટેલ સાહેબ આ ઋષિકુળના હતા. પટેલ સાહેબનું સ્થાન ઊંચું, તેમ માન પણ ઊંચું અને તેથી તેમની નિકટતા સાધતાં સંકોચ થાય, પણ એક વખત તમે તેમના સંપર્કમાં આવો, તમારી સમસ્યાને રજૂ કરો, પછી જુઓ એમનો શિક્ષક સ્વભાવ! તમારા ચહેરા ઉપર સમાધાનનું સ્મિત ન ઊઠે ત્યાં સુધી સમજાવે અને સમાધાન થાય www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy