SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૦૫ સ્વકેન્દ્રિતતા ન હોય. ઘરમાં પ્રેમ અને બહાર હિંસા ન ચાલે. કનુભાઈએ પોતાના જીવનમાં ગાંધીજીનાં સત્ય, અહિંસા, અસહિષ્ણુતા આગ્રહપૂર્વક કેળવ્યાં હતાં અને એ જ વારસો પોતાનાં સંતાનો ઝીલે એવો મમતાભર્યો આગ્રહ પણ રાખતા. એ અર્થમાં તેઓ સાચા શ્રેયાર્થી હતા. તેમના પરિવારજનોમાં આ સંસ્કારધન સદા વધતું રહે એ જ કનુભાઈને સાચી અંજલિ ગણાશે. ઋષિવર કૃષ્ણશંકર શાસ્ત્રી | (તા. ૪-૫-૨૦૦૨) ઋષિવર કૃષ્ણશંકર શાસ્ત્રીનો ૮૭ વર્ષની વયે ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ, સોલા ખાતે દેહવિલય થયો. ગુજરાતના અગ્રણી ભાગવતકથાકારોમાં ડોંગરેજી મહારાજ અને કૃષ્ણશંકર શાસ્ત્રીનાં નામ ભેગાં બોલાતાં. શાસ્ત્રીજીએ દેશભરમાં અને વિદેશોમાં કથા કરી અનેક લોકોને ભક્તિરસનો આનંદ અને શાંતિ પહોંચાડ્યાં છે. તેમની કથા સાંભળવા ભલભલા વિદ્વાનો પણ આવતા. તેમના કંઠની મધુરતા ભક્તિગંગામાંથી સ્ત્રવતી ત્યારે ભલભલાના હૃદયમાં ભક્તિસાગર ઊમટતો. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધી ભાષાઓમાં એ જ મધુરતા રણકતી. | ગુજરાતમાં ભાગવત વિદ્યાપીઠ એ તેમનું ચિરંજીવ સ્મારક છે. ત્યાં સંસ્કૃત પાઠશાળા, રામનામબેંક, ઋષ્ણુસેવા, ગોસેવા-ગોસદન, વાનપ્રસ્થ સેવા આશ્રમ જેવા વિવિધ વિભાગો દ્વારા આમજનતાને પ્રત્યક્ષ તેનો લાભ મળી રહ્યો છે. તેમનું પંચાંગ અને ‘ભાગવતામૃત” પત્રિકા તથા ભાગવત ઉપરના ગ્રંથો અને અન્ય સાહિત્ય આપણા ભક્તિસાહિત્યનાં મોંઘેરાં ઘરેણાં રૂપ છે. તમામ સંતોની એક જ શીખ-ઈશ્વરસેવ્ય છે અને ઈશ્વરદર્શન માટે ભક્તિનો માર્ગ હરિએ કંડારી આપ્યો છે. આ છે તેનાં વિવિધ સ્વરૂપો : श्रवणं कीर्तनं विष्र्णो स्मरणं पादसेवनम् । अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥ ભગવાનનાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસત્વ, સખ્ય અને આત્મનિવેદન–આ નવ પ્રકારની ભક્તિ છે. શાસ્ત્રીજી સદા તેમાં નિમજ્જ રહ્યા અને વૈકુંઠવાસી બન્યા. સંતપ્રકૃતિના ગોકુળભાઈ મહેતા (અવસાન ઃ ૬-૧૦-૧૯૮૬) રચનાત્મક સેવકોના અગ્રણી, ગાંધીજી, વિનોબા અને જયપ્રકાશબાબુના સાથી એવા ગોકુળભાઈ દ. ભટ્ટ ઑકટોબર માસની ૬ઠી તારીખે ૯૦ વર્ષની જૈફ ઉમરે આ દુનિયા છોડી ગયા. ગોકુળભાઈનું કાર્યક્ષેત્ર રાજસ્થાન રહ્યું તેમ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર, તેમાંય મુંબઈ–બરાબરના જોડે રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રીપદ જેવા સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા પછી પણ તેમની નિષ્ઠા રચનાત્મક કાર્ય તરફ વધુ ઢળેલી રહી હતી. રાજકારણ કે સત્તાનું મૂળ જનતાનું હૃદય છે અને એ માટે સૌથી પ્રથમ સાધવા જેવી કોઈ વસ્તુ હોય તો દેશના શિક્ષણમાં વધુ ને વધુ રાષ્ટ્રીયતાનો રંગ ઉમેરવાની છે, જે રંગથી પોતે પૂરા રંગાયા હતા. એ એમની મૂળશ્રદ્ધા હતી. પોતાની યુવાનીમાં કૉલેજ ત્યજી, મુંબઈમાં રાષ્ટ્રીય શિક્ષણ અને સત્યાગ્રહ છાવણીમાં જે તાલીમ મળી તેનો સર્વવ્યાપી પ્રચાર તેમના સમગ્ર જીવનમાં જણાઈ આવતો હતો. આજના સેવકોમાં કે રચનાત્મક કાર્યકર્તાઓમાં એક પ્રવૃત્તિ પ્રત્યેની થેયલક્ષિતા જવલ્લે જોવા મળે છે. અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહેતા હોવાથી પ્રવૃત્તિનું તેજ તેમના જીવનમાં કે સંસ્થામાં નીખરી આવતું ઓછું જોવા મળે છે. આપણી બુદ્ધિ પ્રવૃત્તિ માટે દોડાદોડ કરતી હોય છે. ગોકુળભાઈના જીવનમાં અનેક જીવનરસ હતા, મુખ્યમંત્રીપદારૂઢે પહોંચનારમાં એ હોય જ! રાજકારણ, સાહિત્ય, શિક્ષણ, ગોસેવા, હરિજનસેવા, ગ્રામોદ્યોગ, નશાબંધી, ભૂદાન, ગ્રામસેવા એવા જાતજાતના રસોમાંથી બાપુ જન્મશતાબ્દી ટાણે પોતાની સમગ્ર શક્તિ, ભક્તિ સ્વરૂપે એકમાત્ર નશાબંધીને અર્પણ કરવાનો દઢ નિશ્ચય કર્યો. આ નિર્ણય કરવામાં તેમના આંતરજીવનનો અંતસહવાસ મુખ્ય પ્રેરક હશે એમ અમને લાગે છે. મનિશ્રીની રાજસ્થાનયાત્રામાં તેઓએ સાથે રહી શ્રમણભક્તિનું દર્શન કરાવ્યું હતું. ગુજરાતને ઘાડગે મહારાજનું ચરિત્ર હમણાં જ તેમણે આપ્યું છે. ગોકુળભાઈનું જીવનબળ એ એમનું યોગબળ હતું. બધા કાર્યક્રમોમાંથી પોતાની બુદ્ધિને ખેંચી, કેવળ નશાબંધીમાં એકાગ્ર કરી હતી; એકમુખી કરી હતી. બહુમુખી પ્રતિભા ધરાવનાર ગોકુળભાઈ જેવાની આ અડોલ એકમુખતા નશાબંધી–આપણા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy