SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પછ૪ ધન્ય ધરા આશાદેવી તો એ જ બ્રહ્મવાદિની, મૃદુ વાત્સલ્ય તેજ- ધારિણી હતાં. ચહેરા ઉપર પતિના મૃત્યુની ગંભીરતા છતાં આંખ અને હોઠમાં શાંતિની લહર. જે કોઈ આવે તેને આશ્વાસન આપે. સેવાગ્રામમાંથી અમને આવી દૃષ્ટિ આપનાર બાબા નાયકમુજી અને માતા આશાદેવીને તેમની જન્મશતાબ્દી પ્રસંગે શતશત વંદના. માતાનું ઋણ કદી ફેડી શકાતું નથી. શ્રેયસ્સાધક વર્ગના આચાર્ય ઉપેન્દ્રાચાર્યજી શ્રેયસ્સાધક વર્ગની આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનો પાયો નાખનાર મૂળ પુરુષ તે શ્રીમદ્ નૃસિંહાચાર્યજી. તેમના પગલે તેમના પુત્ર ઉપેન્દ્રાચાર્યજીએ એ પ્રવૃત્તિને કેવળ સતેજ નહીં સવાઈ કરી મૂકી. તેમાં બળ પૂર્યું. આ પ્રવૃત્તિએ ગુજરાતમાં હિંદુ ધર્મથી અલગ નહીં, એવી અભિન્નતા જાળવી, બિનસાંપ્રદાયિકતાને કેન્દ્રમાં રાખી. સર્વ મુમુક્ષુઓને દિવ્ય તત્ત્વનો સાક્ષાત્કાર કરવામાં મદદ કરી. ઉપેદ્રાચાર્યજીનો જન્મ અધ્યાત્મપ્રેમી, ચિંતક એવા શ્રીનૃસિંહાચાર્યજીને ત્યાં માતા રુકિમણીદેવીને ત્યાં સંવત ૧૯૪૨ના કાર્તિક વદ એકમે થયો હતો. બાળ ઉપેન્દ્રમાં બચપણથી જ પરમાત્માની વિભૂતિમત્તાનાં કેટલાંક ચિહ્નો ગોચર થતાં હતાં. સાત વર્ષની નાની વયે તેમણે અમરકોષ અને લઘુ કૌમુદીનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાર વર્ષની નાની વયે તેમણે પિતાનું છત્ર ગુમાવતાં પિતાના અમર વારસા રૂપ “શ્રેયસ્સાધક વર્ગનું આચાર્ય પદ ગ્રહણ કર્યું. ગ્રહણ કર્યું એટલું જ નહીં, એને અત્યંત અલૌકિક રીતે દીપાવ્યું. મુમુક્ષુઓ માટે તેઓ પણ પોતાના પિતાની જેમ સાહિત્ય વારસો મૂકતા ગયા છે. વડોદરા મળે, કારેલીબાગમાં આવેલ વિશ્વવંદ્ય ઉદ્યાન એ આ પંથના સાધકો માટેનું તીર્થ છે, જેમાં ઉપાસના અને સાધના મંદિર સાથે ભૂખંડ મધ્યે ઉપવાસીને અંકિત દેહાકૃતિમાં વિવિધ ચક્રોની સમજૂતી આપી છે. એ સાધકો માટે જેટલાં પ્રેરક એટલાં જ પવિત્ર છે. ઉપેન્દ્રાચાર્યજીએ આ આશ્રમમાંથી અનેક શ્રેયાર્થીઓને એની પ્રેરણા આપ્યા કરી. આવા વિશિષ્ટ મહાજનોની એક ખાસ ખાસિયત એ જોવા મળે છે કે તેઓ જનતાના હૃદયમાં ઊંડે ઊંડે રહેલી આધ્યાત્મિક સરવાણીને સહજ રીતે પ્રસ્કૂટિત કરતા હોય છે. એમના આચાર, વિચાર અને સમગ્ર દેહવ્યાપારમાંથી એ ચેતના ઊભરાતી હોય છે, પરંતુ એ જ્યારે રસરૂપ કે શબ્દરૂપ ધારણ કરી આવિર્ભાવ પામે છે ત્યારે એ જીવનરસ કેવળ પ્રભુમય બની રહે છે અને સંસારના ઘોર અરણ્યમાંથી મહાસિદ્ધિના સ્થાન પ્રતિ ગતિ કરતા પથિકને માટે એ અવર્ણનીય આનંદ સાથેનું અમૃત પાથેય બની જાય છે. | શ્રી ઉપેન્દ્રાચાર્યજીની વાણી ગ્રંથસ્વરૂપે આપણને “શ્રી ઉપેન્દ્રગિરામૃત'માંથી મળી આવે છે. પરમ સુખદ મુક્તિની અવસ્થાની પ્રાપ્તિનો માર્ગ એ “શ્રેયસ'નો માર્ગ છે અને સંસારના સુખનો માર્ગ એ પ્રેયસનો માર્ગ છે. સંસારનાં સુખો ક્ષણિક હોય છે, અલ્પજીવી હોય છે, જ્યારે મુક્તિનું પરમ સુખ તો અનંતકાળ પર્યત ટકનારું અવિનાશી હોય છે. આવા અવિનાશી સુખનો સાક્ષાત્કાર કરાવવો એ શ્રેયસ્સાધક વર્ગનું લક્ષ્ય છે. શ્રેયાર્થી કનુભાઈ માંડવિયા - (અવસાન તા. ૧૧-૧-૨૦૦૫) કનુભાઈનું કાર્યક્ષેત્ર જૂનાગઢ, સ્વરાજ્યસૈનિક-અગ્રણી કોંગ્રેસી અને વકીલી વ્યવસાય સાથે સામાજિક અને સર્વોદયની પ્રવૃત્તિમાં છેવટ સુધી સક્રિય રહેલા. છેલ્લાં થોડાં વર્ષથી તેમણે વકીલી વ્યવસાયમાંથી મુક્તિ મેળવી હતી, પણ બે સંતાન અમદાવાદ અને બે જૂનાગઢ તેથી એક પગ અમદાવાદ અને બીજો જૂનાગઢ રહેતો. અમદાવાદ આવે ત્યારે અચૂક ફોનથી ખબર આપે. અનુકૂળતા હોય તો સપરિવાર જીવનસ્મૃતિમાં મળવાનું પણ ગોઠવે. સંસ્કારની કેળવણી પોતાનાં સંતાનોને વારસામાં આપી શકાય એનો ઉત્તમ નમૂનો અમે તેમના જીવનમાં અને તેમની વિદુષી દીકરીઓમાં જોયો છે. તેમના પરિવારના આરાધ્ય પુરુષ ઠાકુર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ. એના અનુષંગમાં ગાંધીજી, વિનોબા, સંતબાલ વગેરેની સંતપરંપરાનો શ્રદ્ધાયુક્ત સત્સંગ અને ધાર્મિક પ્રવાસો યથાયોગ્ય ચાલુ જ રાખે. કનુભાઈ સાથે વાર્તાલાપ થાય ત્યારે તેમના અસીલોનાં દૃષ્ટાંતો કરતાં આદર્શ અધ્યાત્મપુરુષોનાં જીવનના પ્રેરણાદાયી પ્રસંગો જાણવા મળે. તેમનો વાચનપ્રેમ પણ એવો જ. સાચા ધર્મનું મુખ્ય લક્ષણ છે, જીવનનાં બધાં ક્ષેત્રોમાં તેની વ્યાપકતા હોય. એક ક્ષેત્રમાં ધર્મ અને બીજામાં સ્વાર્થી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy