SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પછ૮ ધન્ય ધરા નાના ઝઘડાઓમાં તેઓ ખૂબ ઉપયોગી થઈ પડતા. તેમાં મહારાષ્ટ્રના અનન્ય લોકસેવક સાને ગુરુજીનો સત્સંગ થયો. શ્રીમદ્ રાજચંદ્રના તેમ જ બચપણના જૈન ધર્મના સંસ્કાર તો હતા જ, તેમાં સાને ગુરુજીની પ્રેરણા મળતાં તેઓ લોકોના કામ કરવા તરફ વધારે ઢળ્યા, તો બીજી તરફ વેપારમાં પડેલ અપ્રામાણિકતા અને વ્યવહારશુદ્ધિના અભાવે તેમને અકળાવી મૂક્યા. નિર્મળ આજીવિકાની શોધ અંગે મંથનભર્યા પત્રો તેમણે–અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમ પાસે રહેતા પોતાના મિત્ર શ્રી બુધાભાઈને લખ્યા. તેમણે વેપાર છોડીને પોતાની પાસે આવી જવા સલાહ આપી. આમ છોટુભાઈએ વેપારને તિલાંજલિ આપી અને કોઈ મોટા વેપારની–જીવનવ્યાપારની ન્યાયપૂર્ણ આજીવિકા આપે તેવા-વ્યાપારની શોધ અર્થે અમદાવાદ આવ્યા. શંકરલાલ બેંકરે વડોદરામાં ખાદીભંડાર ખોલવાની પ્રેરણા આપી. વડોદરાના જાણીતા અગ્રણીઓ શ્રી વેલચંદ બેંકર, મગનભાઈ શં. પટેલ, છોટાભાઈ સૂતરિયા, ચૂનીભાઈ શાહ વગેરેની મદદથી ૧૯૩૭માં ખાદીભંડારની સ્થાપના કરી. | મુનિશ્રીના સહવાસથી છોટુભાઈમાં જૈન ધર્મમાંથી વિકસેલું સર્વધર્મ ઉપાસનાનું એક મંગલ તત્ત્વ ખીલી ઊઠ્યું હતું. તેઓ ઉપવાસ કરતા, મૌન પાળતા, ધ્યાનયોગ-આસન, પ્રાણાયામ–બધામાંથી પસાર થઈ ચૂક્યા હતા. પ્રાર્થના તેમને પ્રિય હતી. જપ તેમને માટે શ્વાસોચ્છવાસમય બની ગયા હતા. મુનિશ્રીની સર્વધર્મ પ્રાર્થનાનાં પીયૂષ પી પીને તેઓ– “સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વશાંતિમાં ખપ લાગો.” એ વેણ તેમની વાચાનાં નહીં હૃદયનાં બની ગયાં હતાં. સર્વધર્મ ઉપાસના માટે તેમણે પોતાની કર્મભૂમિ શિયાળમાં ઉપાસના મંદિર બંધાવ્યું. પોતાના ગુરુ સંતબાલજીને ત્યાં ચાતુર્માસ માટે નોતર્યા, મુનિશ્રીએ ૧૯૬૭ના ચાતુર્માસ ત્યાં તેમની સાથે ગાળ્યા અને છોટુભાઈની ખીલી ઊઠેલી આધ્યાત્મિક ભૂખને સંતોષી. ગુરુ અને શિષ્યનો એકત્વભાવ અથવા કહો કે અંતભાવ ત્યારથી સતત ખીલતો ગયો. તે ૧૯૭૫ના મે માસમાં ચિંચણી આવી પોતાના ગુરુમાં સમાઈ ગયા. એ ભાવને સાધક છોટુભાઈએ લેખિત શબ્દોમાં આમ દર્શાવ્યો : “આપે તો આપના હૃદયમાં મને સ્થાન આપેલ છે. મારા હૃદયમાં આપનું સ્થાન છે જ, પરંતુ ત્યાં અહમત અને મમત્વ પડ્યાં છે એથી કષાયો જ પોષાયા. હવે આપના ચરણકમળમાં સમર્પિત થાઉં છું.” ગુરુ-શિષ્યની પવિત્ર ભાવના આપણા દેશે જે ખીલવી છે તેવી અન્યત્ર ઓછી હશે. તેમાં સંતબાલજીએ નવી દૃષ્ટિ પૂરી. પોતાના આ વહાલા શિષ્યને ગીતામાં અર્જુને “કરિષ્ય વચન તવ” એમ જ્યારે ભગવાનને કહ્યું અને ભગવાને તેને“યથેચ્છસિ તથા કુરુ” હવે તને ફાવે તેમ જ તું કર” કહી જે પ્રત્યુત્તર વાળ્યો હતો એ જ ઉપલા બોલ ટાંકી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. છોટુભાઈએ જેમ પોતાની જાતને સમર્પણ કરી, તેમ પોતાનું વહાલું સર્જન-દીકરી કુમારી કાશીબહેનને પણ એ જ માર્ગે વાળી એનું સમર્પણ કરાવ્યું. વેડછી આશ્રમકુલના પ્રાણ શ્રી જુગતરામ દવે-વેડછી આશ્રમ [અવસાન ઃ ૧૪ માર્ચ, ૧૯૮૫] આ માર્ચ માસમાં ગાંધી પરિવારના બે આપ્તજનો જતાં, બાપુએ ખીલવેલ આશ્રમી જીવનમાં એક મોટો ખાલીપો ઊભો થયો છે. પ્રથમ છે વેડછી આશ્રમકુલના પ્રાણ શ્રી જુગતરામ દવે અને બીજા છે સેવાગ્રામ આશ્રમના સંચાલક શ્રી ચિમનલાલ ન. શાહ. બંને આશ્રમવાસીઓએ પોતાના અંતિમ શ્વાસ પોતપોતાની તપોભૂમિમાં જ છોડ્યા. ૧૮૮૮ના સપ્ટેમ્બર માસની ૧૮ મી તારીખે સૌરાષ્ટ્રના લખતરમાં જન્મેલા શ્રી જુગતરામભાઈએ માર્ચની ૧૪મીએ ૯૭ વર્ષની દીર્ઘ સેવાઓ આપી પોતાના આત્માને બ્રહ્મલીન કર્યો. ગુજરાતના લોકસેવકોમાં શ્રી રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતાના દેહવિલય પછી એકમાત્ર આસ્થાસ્થાન શ્રી જુગતરામભાઈ જ હતા. તેમણે કાળના પ્રવાહમાં વહી ગયેલા આશ્રમી જીવનને પુનર્જીવન આપ્યું. રાષ્ટ્રીય શિક્ષણના રથને આગળ ધપાવવામાં જીવનભર કાંધ આપી. વેડછી આશ્રમમાં બાલશિક્ષણથી માંડીને વિશ્વવિદ્યાલય સુધીના ઉચ્ચ શિક્ષણપ્રાપ્તિની તક સ્થાનિક આદિવાસી પ્રજાને ઘરઆંગણે સુલભ કરી આપી. અછૂત, આદિવાસી, અવર્ણ કે સવર્ણ એવા ભેદભેદને દૂર કરી આશ્રમી જીવનના ઓવારે સૌને એક કરી, અનામતબિનઅનામતના આટાપાટા ખેલનારાઓ માટે એક જીવંત દૃષ્ટાંત ઊભું કર્યું. Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy