SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૮ ધન્ય ધરા જોડાવાની તક સાંપડી. આ પદ પર એશિયામાંથી જોડાનાર અર્થશાસ્ત્રીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી. યુનોના આ કાર્યાલયમાં તેમણે ઈ.સ. ૧૯૫૦થી ઈ.સ. ૧૯૮૪ સુધી લગભગ સાડાત્રણ દાયકા સેવા આપી. ઈ.સ. ૧૯૮૪માં જ્યારે તેઓ સેવાનિવૃત્ત થયા ત્યારે જીનીવા ખાતે આવેલ અન્ધટાડના કાર્યાલયમાં ટેક્નોલોજી ડિવિઝનના વડા તરીકે જોડાયા હતા. એ જ સંસ્થામાં સેવાકાળનાં અંતિમ વર્ષોમાં તેઓ નિયામક હતા. રાષ્ટ્રસંઘની સેવાઓમાંથી નિવૃત્ત થઈ તેઓ બે વર્ષ માટે સસેક્સ યુનિવર્સિટી (ઇગ્લેન્ડ)ના આર્થિક વિકાસ અભ્યાસ-વિભાગના સીનિયર ફેલો બન્યા. આ પદ પરથી છૂટા થયા પછી એટલે કે ઈ.સ. ૧૯૮૭થી તેઓ અદ્યાપિ પર્યન્ત મુલાકાતી પ્રોફેસર તરીકે વિવિધ યુનિવર્સિટીઓમાં સેવા આપે છે. આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં ઇંગ્લેન્ડની સસેક્સ યુનિવર્સિટી, કેનેડાની ડેલહાઉસી યુનિવર્સિટી તેમ જ સેન્ટ મેરીઝ યુનિવર્સિટી તથા અમદાવાદની સંશોધન સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમી એન્ડ સોશ્યલ રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે. યુરોપના ફિનલેન્ડ દેશના પાટનગર હેલસિંકી ખાતે આવેલી તથા રાષ્ટ્રસંઘ યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્થિક વિકાસ અધ્યયન અને સંશોધન સંસ્થાના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ સુરેન્દ્ર કાર્યરત રહ્યા છે. ભારતના આયોજન મંડળના પસ્પેક્ટિવ પ્લાનિંગ વિભાગના તેઓ સલાહકાર હતા. આફ્રિકા, એશિયા અને દક્ષિણ આફ્રિકા જેવા ખંડોના અનેક દેશોમાં તેઓ આર્થિક સલાહકાર તરીકે રહી ચૂક્યા છે. ઈ.સ. ૧૯૮૭થી કરી એક વર્ષ માટે ડૉ. સુરેન્દ્ર પટેલ સાનજુઆન (યૂએટરિકો) ખાતે ગવર્નરની કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સલાહકાર તરીકે પણ નિયુક્ત થયા હતા. તેમણે બહોળા પ્રમાણમાં લેખો તથા પુસ્તકો લખ્યાં છે. તેમનાં ગણનાપાત્ર પુસ્તકોમાંનાં કેટલાંક છે : ધી ઇન્ડિયા વી વૉન્ટ”, “એસેઝ ઇન ઇકોનોમિક ટ્રેન્ઝક્શન’, ‘ઇન્ડિયાઝ સર્ચ ફોર ટેક્નોલોજિકલ સેલ્ફરિલાયન્સ”, “ઇન્ડિયન ઇકૉનોમી”, “ટેક્નૉલોજિકલ ટ્રાન્સફોર્મેશન ઇન ધી વર્લ્ડ' અને ડેવલપમેન્ટ ડિસ્ટન્સ બિટ્વીન નેશન્સને ગણવામાં આવે છે. વિશ્વનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા તેમના સંશોધન-લેખોની સંખ્યા ૯પથી પણ વધુ થવા જાય છે. આંતરરાષ્ટ્રીય નામના ધરાવતાં કેટલાંક સામયિકોના મહેમાન સંપાદક તરીકે પણ તેમણે પ્રશસ્ય કામગીરી બજાવી છે. અર્થશાસ્ત્રક્ષેત્રે અનેક મહત્ત્વની બાબતો વિષે તેમણે કરેલા સઘન અભ્યાસના આયોજન તથા અહેવાલોનું પ્રકાશન પણ કર્યું છે. વન્ય જીવનના વિખ્યાત છબીકાર સુલેમાન પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ઈ.સ. ૧૯૩૪માં જન્મેલા સુલેમાન પટેલના પિતા એક સાધારણ ખેડૂત હતા. સુલેમાને માત્ર સાત જ ધોરણોનો અભ્યાસ કર્યા બાદ શાળાજીવનને કાયમી સલામ કરી દીધી હતી. ઈ.સ. ૧૯૪૮માં જવાહરલાલ નેહરુ ગિરના અભયારણ્યનું ઉદ્ઘાટન કરવા ગિરવિસ્તારમાં આવ્યા હતા. એ વખતે સરકાર-નિયુક્ત એક ફોટોગ્રાફર દૂર બેઠેલા સિંહોના ફોટો પાડી રહ્યો હતો. આ પ્રક્રિયા જોઈ રહેલા સુલેમાનને કેમેરા અને ફોટોગ્રાફીનું એવું તો ઘેલું લાગ્યું કે તેમણે થોડા જ સમયમાં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેમની ઉંમર તે વખતે માત્ર ૧૬ વર્ષની. એ દિવસોમાં ફોટોગ્રાફી ખર્ચાળ મનાતી અને ધનવાન લોકોના આનંદપ્રમોદ માટેના સાધન તરીકે તેને ગણવામાં આવતી. ફોટોગ્રાફીનો કસબ તો હજુ વિકસી રહ્યો હતો. તેને લગતું પૂરું સાહિત્ય પણ ગ્રામ્યવિસ્તારોમાં સહેલાઈથી ઉપલબ્ધ ન હતું. મોટી મુશ્કેલી તો એ હતી કે આ પ્રકારનાં વનમાં વસતાં પ્રાણીઓના ફોટોગ્રાફ વિવિધ પ્રકારની તકલીફો વેઠીને પણ પાડ્યા પરંતુ તે ફોટોગ્રાફોનું કરવું શું? આ જાતના ફોટોગ્રાફ ખરીદવા લોકો ટેવાયેલાં નહોતાં. આવા સંજોગોમાં પશુપક્ષીઓના ફોટોગ્રાફ પાડવા રખડપટ્ટી કરતા સુલેમાનને બધા ધૂની સ્વભાવના યુવાન તરીકે ઓળખતા. સુલેમાનના સાલસ સ્વભાવને કારણે હેતુમિત્રો પાસેથી આ ખર્ચાળ શોખ પાછળ થતાં ખર્ચની મદદ મળી રહેતી. ધ્રાંગધ્રામાં ફેક્ટરી ચલાવતા કરોડપતિ ગ્યાનચંદભાઈ જૈનને સુલેમાન માટે સહાનુભૂતિ ઊપજી અને તેમણે મોંઘી કિંમતનો એક કેમેરા સુલેમાનભાઈને અપાવી દીધો. આથી સુલેમાનભાઈના ફોટોગ્રાફીક્ષેત્રના કામે વેગ પકડ્યો. થોડો વખત મુંબઈમાં સોહરાબ મોદી દ્વારા ચલાવાતા મિનરવા મુવિટોન'માં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરી આવ્યા પરંતુ તેમને ઘેલું લાગ્યું હતું વનમાં નિવાસ કરતાં પ્રાણીઓના વિધવિધ પૉઝને કેમેરામાં કેદ કરવાનું. આથી ફિલ્મી દુનિયા છોડી તેઓ માદરે વતન આવ્યા અને પોતાના શોખને વેગ સાંપડે એ રીતે વન્ય Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy