SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૦ દેશમાં તમામ ક્ષેત્રે વ્યાપ્ત ભ્રષ્ટાચારથી ખિન થઈ તેઓ એપ્રિલ ૧૯૪૮માં પેરિસ પરત આવ્યા. પેરિસમાં જ ઈ.સ. ૧૯૫૫ના ડિસેમ્બર માસમાં તેમનું નિધન થયું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનારા ઇજનેર તથા જલસોતક્ષેત્રના નિષ્ણાત સી. સી. પટેલ છોટાલાલ પટેલના પુત્ર ચન્દ્રકાન્તનો જન્મ ઈ.સ. ૧૯૩૮ના એપ્રિલની ૨૬મીએ થયો છે. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ અભ્યાસની અંતિમ પરીક્ષામાં તેઓ પ્રથમ સ્થાને રહી ઉત્તીર્ણ થયા હતા. એ રીતે કેન્દ્રીય સેવા માટેની સમગ્ર ભારતની અને ભારતીય રેલવેની સિવિલ એન્જિનિયરોની ભરતીની પરીક્ષાઓમાં પણ પ્રથમ નંબરે રહી તેમણે પોતાની બૌદ્ધિક પ્રતિભાની ખાતરી કરાવી આપી છે. ત્યારથી આજ સુધીમાં ચંદ્રકાંત પટેલે ગુજરાત રાજ્યના મુખ્ય ઇજનેર તરીકે, કેન્દ્ર સરકારના સિંચાઈ અને ઊર્જા મંત્રાલયના કાયમી સચિવ તરીકે, રાષ્ટ્રસંઘના જળસંપત્તિ અંગેના ટેકનિકલ સલાહકાર તરીકે, ગુજરાતના સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે, ભારતબાંગ્લાદેશ સંયુક્ત જળસંપત્તિ પંચના ચેરમેન તરીકે, ઇન્ટરનેશનલ લૉ એસોસિએશનના જળસંપત્તિને લગતા કાયદાની સમિતિના સભ્ય તરીકે એમ વિવિધ જવાબદારીભર્યા સ્થાનો પર રહી ખૂબ જ સફળ ઇજનેર સાબિત થયા છે. ઈ.સ. ૧૯૯૬થી તેમને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ પર રહીને ડૉ. પટેલે ગુજરાત રાજ્યની જળસંપત્તિનો વિકાસ સાધવા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું છે. નેશનલ અકાદમી ઑફ એન્જિનિયરિંગ નામની સંસ્થાના તેઓ સક્રિય સભ્ય છે. જળસંપત્તિક્ષેત્રે ચંદ્રકાંતભાઈએ કરેલા મૂલ્યવાન પ્રદાન માટે તેમને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑફ સાયન્સની માનદ્ ડિગ્રી આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇરિગેશન એન્ડ પાવર નામની સંસ્થાએ તેમને “શાંતિ–વાદવ-મોહન” એવોર્ડ આપ્યો છે. વિવિધ સંસ્થાઓમાં જવાબદારીભર્યા પદો પર રહી તેમણે જે યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે તેમાંની કેટલીક આ મુજબ છે : ગુજરાત રાજ્યની વિવિધલક્ષી નદીખીણ યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો અને કાર્યાન્વિત કર્યો. કેન્દ્રીય સ્તરે સિંચાઈ અને પૂરનિયંત્રણના પ્રકલ્પોનું આયોજન કર્યું અને પ્રકલ્પને અમલમાં મૂક્યો. આ પદ પર રહી તેમણે જળવ્યવસ્થાપનની નીતિવિષયક બાબતોનો કુશળતાથી રાષ્ટ્રીય સ્તરે વહીવટ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે દેશની વિપુલ વિસ્તાર ધરાવતી ભૂમિને સિંચાઈ યોજનામાં સામેલ કરી શકાઈ અને મોટા પ્રમાણમાં જળવિદ્યુત-શક્તિ પેદા કરવામાં આવી હતી. દેશની જુદી-જુદી નદીઓને જોડી, તેમના પાણીનો સંગ્રહ કરી પૂરનિયંત્રણ અને નૌકા માર્ગ માટે ઉપયોગ કરવાની તેમની ભાવિ યોજના છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામને ઉપક્રમે જળસંપત્તિને લગતા અગત્યના પ્રકલ્પો તૈયાર કરી તેને સફળતાપૂર્વક અમલી બનાવ્યા હતા. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના જળવિવાદનો નિકાલ કરવાની દિશામાં ચંદ્રકાંતભાઈએ તકનિકી સેવા આપી હતી. આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા ગુજરાતી અર્થશાસ્ત્રી સુરેન્દ્ર પટેલ અર્થકારણક્ષેત્રે ઉચ્ચ પદવીઓ ધરાવતા સુરેન્દ્ર અસરકારક વક્તા પણ છે એ હકીકત તેમની ઉજ્વળ ખ્યાતિમાં એક વિશેષ પીંછું ઉમેરે છે. ભડિયાદ (ગુજરાત) ખાતે ઈ.સ. ૧૯૨૩ના સપ્ટેમ્બર માસની ચોવીસમીએ જન્મેલા ડૉ. સુરેન્દ્ર વડોદરા રાજ્યનાં વિવિધ ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તથા ધંધુકાની હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં દાખલ થયા. ઈ.સ. ૧૯૪૫માં બી.કોમ. થઈ ઈ.સ. ૧૯૪૭માં અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી સાથે જોડાયેલ હાર્ટન સ્કૂલ ઑફ ફાઇનાન્સમાંથી એમ.બી.એ. થયા. ઈ.સ. ૧૯૪૯માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. અભ્યાસક્ષેત્રે આટલી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ડૉ. પટેલ ભારત આવ્યા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ પદ પર તેઓ માંડ એક વર્ષ રહ્યા પછીથી તેમને રાષ્ટ્રસંઘના આર્થિક બાબતોના કાર્યાલયમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy