SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રૉ. ચાર્લ્સ રેના ખૂબ જ પ્રભાવિત થયા હતા. ઈ.સ. ૧૯૭૨માં પેથાપુરમાં આવેલી માણેકલાલની વર્કશૉપની તેમણે મુલાકાત લીધી. એમણે કરેલી પ્રશંસાના પરિણામે માણેકલાલ સમગ્ર વિશ્વમાં વિખ્યાત બન્યા. તેમણે ‘બ્લૉક મેકિંગ આર્ટ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. માણેકલાલની ઉત્કૃષ્ટ કારીગીરી બદલ ગુજરાત સ્ટેટ આર્ટ રિસર્ચ એસોસિએશન તરફથી, ગુજરાતના રાજ્યપાલ તરફથી, બિહાર સ્ટેટ હેન્ડીક્રાફ્ટ તથા એન.આઇ.ડી. તરફથી તેમને સમ્માનપત્રો અર્પણ કરવામાં આવેલ છે. ઈ.સ. ૧૯૦૯માં તેમને રાષ્ટ્રપતિ એવૉર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૯૯૭૯૮નો ‘રવિશંકર રાવળ એવૉર્ડ' પણ તેમને અર્પણ થયો હતો. ગુજરાતી રંગભૂમિનાં જાજરમાન અભિનેત્રી વનલતા મહેતા ગુજરાતી રંગભૂમિ તેમજ બાલરંગભૂમિને ખૂબ જ સમૃદ્ધ બનાવનારાં વનલતાબહેન મહેતાએ પ્રથમ સૂર્યકિરણ સુરત ખાતે ઈ.સ. ૧૯૨૮ના જુલાઈની ૧૫મી તારીખે પેખ્યું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.એડ. કર્યું અને નાટ્ય–ડિપ્લોમા મેળવી અભિનયની તાલીમ માટેની ભારત સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિ પ્રથમ તાલીમી તરીકે પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૫૬થી ઈ.સ. ૧૯૫૮નાં બે વર્ષોમાં તે દેશના વિવિધ નગરોમાં ફર્યાં અને નાટ્યતાલીમને સઘન બનાવી. અત્યાર સુધીમાં જે ગુજરાતી નાટકોમાં તેમણે ભૂમિકા ભજવી છે અને યશભાગી બન્યાં છે તેમાંનાં કેટલાંક છે : ‘માઝમ રાત’, ‘રંગીલો રાજ્જા’, ‘મંગલ મંદિર’, ‘છીએ તે જ ઠીક’, ‘અલ્લાબેલી’, ‘સોના વાટકડી’, ‘ભારેલો અગ્નિ', ‘પૃથ્વીવલ્લભ’, ‘પૂનમની રાત', ‘સીતા', ‘સ્નેહનાં ઝેર', ‘સુમંગલા’, ‘ઢીંગલીઘર’, કાકાની શશી', ‘શુભદા’, ‘જોગસંજોગ’, ‘જુગલ જુગારી’, પલ્લવી પરણી ગઈ’, ‘એકલો જાને રે' અને આતમને ઓઝલમાં રાખ મા'. નાટ્યમંચ પર સફળ અદાકારી રજૂ કરવા બદલ તેમણે અનેક એવૉર્ડો અને વિવિધ પારિતોષિકો મેળવ્યાં છે, જેમાંના કેટલાંક છે : (૧) કનૈયાલાલ મુનશી ચંદ્રક, (૨) દિલ્હી ગુજરાતી સમાજ પારિતોષિક, (૩) ફેલોશિપ સોસાયટી તરફથી ઇનામ, (૪) મુંબઈ રાજ્યની નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રીનું પાોિષિક, (૫) ગુજરાતી ફિલ્મ માટેનો ઈ.સ. ૧૯૬૩નો શ્રેષ્ઠ અભિનેત્રી નૉર્ડ. Jain Education Intemational ધન્ય ધરા ઈ.સ. ૧૯૫૬થી વનલતા મુંબઈની ચોપાટીના રેતાળ મેદાનમાં બેસતાં અને અનાથ તથા શ્રમિક વર્ગનાં બાળકોને ગીત, સંગીત, અભિનય વગેરેની તાલીમ આપતાં. શહેરના અન્ય ગરીબ લત્તાઓમાં તેઓ આ પ્રવૃત્તિ આચરતાં. આ અનુભવ પરથી ‘મમતા’ નામની ગુજરાતી ટી.વી. સીરિયલ સર્જવામાં આવી અને અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારિત કરવામાં આવી. એવી જ બીજી સીરિયલ ‘પ્રેરણા' પણ બાળમાનસની ચર્ચા કરે છે. એ સીરિયલ પણ અમદાવાદ પરથી રિલે થઈ હતી. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે પણ તેમણે છોટે જવાન' નામની ફિલ્મ બનાવી છે. આકાશવાણી દ્વારા પ્રસારિત ‘બહુરૂપી' કાર્યક્રમ માટે તેમ જ દૂરદર્શન પરથી પ્રસારિત થતાં ‘સંતાકૂકડી' કાર્યક્રમ માટે વનલતાબહેને ઘણાં બાલનાટકો લખ્યાં છે અને તેની રજૂઆતમાં પણ સક્રિય સાથ આપ્યો છે. મુંબઈના દૈનિક ‘મુંબઈ સમાચાર'ના સાપ્તાહિક અંકમાં બારેક વર્ષો સુધી ‘બાળકોની ફૂલવાડી'નું સંપાદન કર્યું છે. સ્ત્રીઓને ઉપયોગી ‘મહિલા જગત'ની કોલમના પણ તેઓ સંપાદક રહ્યાં છે. દિલ્હી ચિલ્ડ્રન લિટલ થિયેટર'ના સેમિનારમાં હાજર રહી યોગદાન આપ્યું છે. તેમજ ગુજરાત સંગીત નાટ્ય અકાદમીમાં ‘બાલરંગભૂમિ' સમિતિનાં તે સદસ્ય રહી ચૂક્યાં છે. તેમણે પ્રકાશિત કરેલાં પુસ્તકોમાં બાળનાટકોનો અભ્યાસક્રમ', ‘વનલતા મહેતાની ૧૨ નાટિકાઓ', ‘ઇતિહાસ બોલે છે', બાળકો માટેનાં નાટકો’, ‘ઇતિહાસને પાને' વગેરે મુખ્ય છે. દિલ્હીની સંગીત નાટક અકાદમીને ઉપક્રમે તથા ઉત્તરપ્રદેશની અકાદમીના ઉપક્રમે તેમણે એક શિબિરનું આયોજન અને સફળ સંચાલન પણ કર્યું હતું. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ ચિત્રકાર વિનાયક પંડ્યા ગાંધીજી પ્રેરિત સત્યાગ્રહ ઝુંબેશમાં ઈ.સ. ૧૯૩૦માં ભાગ લઈ વિનાયક અનેક ગામડાંમાં ફર્યા હતા. ગામડાંઓમાં જવાથી ગ્રામલોકોનું દારિત્ર્ય તેમની સામે છતું થયું. આથી તેમણે દોરેલાં ચિત્રોમાં ગમે ત્યાંથી ગ્રામધર્મી ગરીબી કેન્દ્રસ્થાને રહેતી જણાય છે. વિનાયકભાઈનો જન્મ ભાવનગર ખાતે ઈ.સ. ૧૯૧૩ના માર્ચ માસની ૧૫મીએ થયો હતો. ૮૩ વર્ષનું કર્મઠ અને સમૃદ્ધ જીવન જીવી ઈ.સ. ૧૯૯૬ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે તેમણે સંસારના ચિત્રપટ પરથી ખસી જવાનું પસંદ કર્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy