SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જૂનાગઢની સંતસભા દ્વારા ‘સ્વરસાધના’ એવોર્ડ તેમને મળ્યો છે. મુંબઈની કલાગુર્જરી સંસ્થાએ તેમને ‘કલાગુર્જરી' એવોર્ડથી સમ્માન્યા છે. ગુજરાત સંગીત-નાટક અકાદમીએ તેમને ‘ગૌરવ પુરસ્કાર' અર્પણ કર્યો છે. ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમીના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સંગીત શીખવા ઉત્સુક સંગીતપ્રેમીઓને વિનામૂલ્યે સંગીત-શિક્ષણ આપી રહ્યા છે. સંગીત શીખનારાઓ પ્રત્યે ભીખુભાઈને પિતા સમાન સ્નેહ-પ્રેમ હોવાથી દેશવિદેશમાં તેમણે બહોળો શિષ્યવર્ગ ઊભો કર્યો છે. એ શિષ્યવર્ગમાં હરેશ ભાવસાર, અશોક શાહ, સુશીલ ભાવસાર વગેરે ગણનાપાત્ર છે. અત્યાર સુધીમાં તેમણે વલસાડ સ્થિત ‘કલાયતન’ બીલીમોરાની ‘સ્વરસાધના’, નવસારી ખાતે કાર્યરત રહેલી ‘નવસારી સંગીત મંડળી' જેવી વિખ્યાત સાંસ્કૃતિક સંસ્થાઓમાં મૂલ્યવાન સેવા આપી છે. મુંબઈ લેજિસ્લેટિવ એસેમ્બલીના અધ્યક્ષ, લોકસેવક અને સ્વાતંત્ર્યસેનાની ભોગીલાલ ધીરજલાલ લાલા ‘લાલા કાકા' તરીકે જનસમુદાયમાં જાણીતા થયેલા ભોગીલાલના પિતા ધીરજલાલ ન્યાયાધીશ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સુરતના ઓલપાડામાં લીધું હતું. વડોદરા કૉલેજમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા. પછીથી કાયદાની ડિગ્રી મેળવી તેમણે ઈ.સ. ૧૯૦૧થી વકીલાતના ધંધામાં ઝંપલાવ્યું, પરંતુ જ્યારે મહાત્મા ગાંધીએ અસહકારની ઝુંબેશ ચલાવીને વકીલોને વકીલાત છોડવાની વાત જાહેર કરી ત્યારે ભોગીલાલે મબલખ નાણાં કમાવી આપતા આ ધંધાને ત્યાગી સ્વાતંત્ર્ય ચળવળમાં ઝંપલાવ્યું. સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સેવાકાર્ય કરતાં તેમણે પરદેશી કાપડના બહિષ્કારની ચળવળમાં દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવામાં, તિલકસ્વરાજ ફાળો એકત્ર કરવામાં તથા રાહતકાર્યોમાં પોતે પૂરા દિલથી જોડાઈ ગયા. ઈ.સ. ૧૯૩૦માં સવિનય કાનૂનભંગની લડતમાં ભાગ લેવા માટે તથા ઈ.સ. ૧૯૪૨માં ‘ભારત છોડો'ની ચળવળ વખતે તેમને જેલમાં પૂર્યા હતા. મુંબઈ રાજ્યની વિધાનસભાના તેઓ સભ્ય હતા અને ઈ.સ. ૧૯૫૬થી ૧૯૬૦ સુધી એ જ વિધાનસભાના અધ્યક્ષ બની પ્રશંસાપાત્ર સેવા બજાવી હતી. તદુપરાંત અમદાવાદ Jain Education International 493 જિલ્લા ગ્રામવિકાસ મંડળના તેઓ ઉપપ્રમુખ તથા અમદાવાદ જિલ્લા પુરવઠા સલાહકારસમિતિના પણ હોદ્દેદાર હતા. અમદાવાદમાં બહેરાંમૂંગાંઓની સંસ્થા સ્થાપી ત્રીસ વર્ષ સુધી એ સંસ્થાનું મંત્રીપદ શોભાવ્યું હતું. ગુજરાતના ખેડૂતોને લાલાકાકા માટે ખૂબ જ આદર હતો. સરદાર પટેલના વિશ્વાસુ સાથી તરીકે તેમણે લોકાદર પ્રાપ્ત કર્યો હતો. પુત્ર અર્જુનલાલનું ઈ.સ. ૧૯૬૦માં અવસાન થતાં તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી. ઈ.સ. ૧૯૬૨માં જનસેવાની કદરરૂપે રૂપિયા બે લાખની થેલી તેમને અર્પણ કરવામાં આવી હતી. લોક-કલ્યાણના હેતુ માટેનું એક ટ્રસ્ટ બનાવી આ રકમ આ ટ્રસ્ટને તેમણે સોંપી હતી. ઈ.સ. ૧૮૭૭ના ડિસેમ્બરની સાતમી તારીખે અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. અમદાવાદમાં જ ઈ.સ. ૧૯૬૫માં ઑગષ્ટની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. છાપકામ માટેનાં લાકડાનાં બીબાંના નિષ્ણાત કારીગર માણેકલાલ ત્રિકમલાલ ગજ્જર ઈ.સ. ૧૯૮૦ થી ઈ.સ. ૧૯૯૫ સુધી દિલ્હી ખાતે ભરાયેલા આંતરરાષ્ટ્રીય મેળામાં માણેકલાલે પોતાના કલાનમૂના રજૂ કર્યા હતા. હસ્તકલાના ભરાયેલા દેશ-વિદેશનાં અનેક પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો છે. ભારતનાં તેમજ પરદેશનાં વિખ્યાત સંગ્રહાલયોમાં તેમની કાષ્ઠકલાના ઉત્કૃષ્ટ નમૂના સચવાઈ રહ્યા છે. ગુજરાતનાં ભૂતપૂર્વ ગવર્નર શારદાબહેન મુખરજીએ તેમની કળાની અતિશય પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર માણેકલાલનો જન્મ ગાંધીનગર જિલ્લાના કડી ગામે ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલની વીસમી તારીખે થયો છે. તેમણે કેવળ ગુજરાતી સાત ધોરણ સુધી તથા અંગ્રેજી પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ઈ.સ. ૧૯૪૩થી કાપડના છાપકામ માટે વપરાતાં બીબાં બનાવવાની અઘરી કલા તેમણે હસ્તગત કરી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. સરકારી સહયોગ મેળવી માણેકલાલે બ્લૉક બનાવવાની તાલીમ આપતી એક સંસ્થા ઈ.સ. ૧૯૬૭માં શરૂ કરી. વીસેક ઉત્તમ કારીગરો તૈયાર કર્યા. તેમણે તૈયાર કરેલાં બીબાં પરદેશ પણ મોકલાય છે. કેલિકૉ મ્યુઝિયમ ઑફ ટેક્સટાઇલના ઉપક્રમે તેમણે એક સુંદર બ્લૉક બનાવ્યો હતો. આ જોઈ અમેરિકાથી ભારત વલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy