SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૨ ધન્ય ધરા તેઓએ બેચલર ઓફ ટ્રેઇનિંગ (બી.ટી.)ની શિક્ષક માટેની આવશ્યક ડિગ્રી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૨૧માં ભારતભરમાં સ્કાઉટ-પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિને વેગ આપવામાં ગુણવંતરાયભાઈનો સહયોગ મહત્ત્વનો હતો. સ્કાઉટ પ્રવૃત્તિનું શિક્ષણ પણ તેમણે ચેન્નઈમાં જ લીધું. ત્યાર પછી ગુજરાત આવી શુક્લતીર્થમાં નર્મદ હાઇસ્કૂલની અને નર્મદ સ્કાઉટ-સેનાની સ્થાપના કરી. આ સેનામાં છોકરા-છોકરીઓ બંનેને સામેલ કરવામાં આવતાં અને જીવનોપયોગી વિવિધ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ઈ.સ. ૧૯૫૦માં ગુજરાતમાં સ્કાઉટ અને ગર્લગાઇડની સ્થાપના થઈ. ગુણવંતરાયે આ પ્રવૃત્તિ કુશળતાપૂર્વક ચલાવી હોઈ સંચાલક તરીકે તેમનું નામ નક્કી થયું. તેમણે હોંશભેર આ જવાબદારી સ્વીકારી. ૭ થી ૧૮ વર્ષની વયનાં બાળકોને આ પ્રવૃત્તિમાં સામેલ કર્યો. ૧૮થી ઉપરની ઉંમરનાં માટે યુવકવીર' તથા વીરાંગના' નામ આપી તેઓને પણ કાર્યશીલ બનાવ્યાં. - ઈ.સ. ૧૯૫૫માં ૯૨ વર્ષની વય થતાં સ્કાઉટિંગની પ્રવૃત્તિમાંથી તેમણે નિવૃત્તિ સ્વીકારી. આ પ્રવૃત્તિના સફળ સંચાલન પાછળ જીવનનાં ૩૩ મૂલ્યવાન વર્ષોનું તેમણે પ્રદાન કર્યું. ગુણવંતરાય ૬૩ વર્ષના થયા ત્યારે તેમના પ્રશંસકોએ એક સમ્માન-સમારંભનું આયોજન કર્યું હતું અને તેમને એક થેલી અર્પણ કરી હતી. ઈ.સ. ૧૯૯૧ના મે માસની નવમી તારીખે સ્કાઉટિંગ પાછળ જીવન ગાળનાર આ સંસ્કારી પુરુષે આંધ્રપ્રદેશના સિકંદરાબાદ ખાતે ચીરવિદાય લીધી. ગુજરાતી વ્યવસાયી રંગમંચના પ્રસિદ્ધ નાટ્યકાર અને | ગીતકાર ચિમનલાલ ભીખાભાઈ જોષી (‘મનસ્વી’–પ્રાંતિજવાળા) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મુકામે ચિમનલાલનો જન્મ ઈ.સ. ૧૯૦૪માં થયો હતો. શાળાના શિક્ષણ પાછળ સમય ગાળવાને બદલે સમજણા થવા સાથે જ ચિમનલાલે પોતાની જાતને રંગદેવતાને ચરણે સમર્પિત કરી દીધી. રંગમંચના કવિ જી. એ. વૈરાટી, જયશંકર સુંદરી તથા બાપુલાલ બી. નાયક જેવા વ્યવસાયી રંગભૂમિ પર તેજસ્વી કારકિર્દી ધરાવતા મહાનુભાવો પાસેથી તેમણે નાટ્યકલાનું શિક્ષણ મેળવ્યું. રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાયેલાં નાટકો માટે જે ગીતો તેમણે રચ્યાં છે તે એટલાં લોકપ્રિય નીવડ્યાં હતાં કે તેમાંનાં કેટલાંક આજે પણ જૂની પેઢીનાં લોકો આદરપૂર્વક ગાઈ સંભળાવે છે. ઈ.સ. ૧૯૨૭માં રજૂ થયેલ “વલ્લભીપતિ’ગીત “ઝટ જાઓ, ચંદનહાર લાવો”; “માયા અને મમતા'નું “અભિસાર અભિનય અંગ ધરી રસિકા રસપંથ પર જવા નીસરી”, કે “રાણકદેવી'નું “લાખ લાખ દીવડાની આરતી ઉતારજો” આજે પણ કર્ણપ્રિય રહ્યાં છે. પંડિત ઓમકારનાથ ઠાકરે પણ ગીતકાર “મનસ્વીની ખૂબ પ્રશંસા કરી હતી. જેમ તેઓ ગીતકાર હતા તે જ રીતે તેઓ ક્યારેક અભિનય પણ કરતા. નાટ્યપ્રયોગો લખવા પર પણ તેઓ હાથ અજમાવતા. “તોફાની તલવાર' તથા “ચૂંદડી'માં તેમણે સફળતાપૂર્વક ભૂમિકા ભજવી હતી. લગભગ પચાસેક વરસો સુધી ચિમનલાલ રંગભૂમિ સાથે સંકળાયેલા રહ્યા હતા અને વ્યવસાયી નાટ્યભૂમિની પ્રશંસનીય સેવા કરી હતી. | નાટ્યક્ષેત્રે તેમણે દર્શાવેલી અનુપમ સર્જનશક્તિની કદરરૂપે ઈ.સ. ૧૯૬૭માં મુંબઈ ખાતે કવિ મનસ્વીનું બહુમાન કરવામાં આવ્યું હતું. મનસ્વી પ્રાંતિજવાળાએ મુખ્યત્વે લક્ષ્મીકાંત નાટકસમાજ, આયર્નતિક નાટકસમાજ તથા ગુજરાતી નાટક મંડળી માટે ગીતો લખ્યાં છે. મણિલાલ પાગલ, શયદા, જી. એ. વૈરાટી, નંદલાલ શાહ વગેરે નાટ્યલેખકોએ લખેલાં નાટકોમાં ગીતો લખ્યાં છે. જુદા જુદા ૩૬ નાટ્યલેખકોનાં ૧૦૩ નાટકોમાં લગભગ 3000 જેટલાં ગીતો તેમણે રચ્યાં છે. ૨૪ જેટલી ચિત્રકથાઓ તૈયાર કરી તે કથાઓના સંવાદો પણ તેમણે જ લખ્યા છે. ઈ.સ. ૧૯૬૯માં જુલાઈની ત્રીજી તારીખે મહારાષ્ટ્રના એકાદર ગામે તેમના જીવન પર તેમણે આખરી પડદો પાડી દીધો. ગુજરાતના બાળસાહિત્યકાર ચિમનલાલ પ્રાણલાલ ભટ્ટ ભરૂચમાં ઈ.સ. ૧૯૦૧ના નવેમ્બર માસની ૨૧મી તારીખે જન્મેલા ચિમનભાઈને કેવળ બાળસાહિત્યકાર કહેવાથી તેમને અન્યાય થાય તેમ છે. તેઓ કવિ હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા અને કરાંચી ખાતે આવેલ પ્રખ્યાત શિક્ષણ સંસ્થા શારદામંદિરમાં અધ્યાપક પણ હતા. વેડછીમાં આવેલા સ્વરાજઆશ્રમના નિયામકનું પદ પણ તેમણે શોભાવ્યું હતું. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy