SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નાટ્યપ્રયોગ રજૂ થયો હતો. આ નાટકનું દિગ્દર્શન સંભાળનારા જયશંકર સુંદરીને તેમણે વફાદારીપૂર્વક સહાય કરી હતી. જયશંકર સુંદરી, જશવંત ઠાકર અને દીના ગાંધી જેવાં શક્તિશાળી દિગ્દર્શકોએ રજૂ કરેલ ‘જુગલ જુગારી’, ‘બાલચરિત’, ‘વિજ્યા’, ‘રંજના’, મેના ગુર્જરી', ‘મિથ્યાભિમાન’ અને ‘શ્રુતપતિ’ જેવાં નાટકોમાં તેમણે સફળ અભિનય આપ્યો છે. ‘દર્પણ નાટ્યવિભાગ'ની સ્થાપના તેમણે કરી છે. આ વિભાગને ઉપક્રમે કેટલાંક પ્રયોગશીલ નાટકોનું દિગ્દર્શન તેમણે સંભાળ્યું હતું. ગુજરાતમાં તથા ગુજરાત બહાર પણ આ નાટકો ભજવાયાં છે. ભવાઈવેશનું સાચું મહત્ત્વ સમજાવવા તેમણે કાર્યશિબિરોનું આયોજન કર્યું છે, ભવાઈમેળાઓનું આયોજન કર્યું છે અને ભવાઈ તાલીમકેન્દ્રોની સ્થાપનામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. તેમણે લખેલી રેડિયો-નાટ્યકૃતિઓ વિવિધ રેડિયો કેન્દ્રો પરથી પ્રસારિત થઈ છે. આ કૃતિઓમાં કેટલીક છે ‘અમ્મા’, ‘વાલાભાઈનું વલોણું’, ‘ચીની જાદુગરનો વેશ’, ‘પહેલી પ્યાલી', ‘માઈ’ વગેરે. યુરોપ, અમેરિકા અને ચીન જેવા પ્રદેશોમાં પ્રવાસ ખેડી તેમણે નાટ્યકલાનો સાચો પરિચય ત્યાંની પ્રજાને આપ્યો છે. દિલ્હી સંગીત-નાટક એકેડેમી તરફથી તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત થયો છે. ગુજરાતી લલિતેતર ગદ્યસાહિત્યકાર કૌશિકરામ વિઘ્નરામ મહેતા પિતા વિઘ્નરામ અને માતા હરદયાગૌરીને ત્યાં ઈ.સ. ૧૮૭૪માં સુરતમાં જન્મેલા કૌશિકરામે સુરતમાંથી જ ઈ.સ. ૧૮૮૯માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને વડોદરા કૉલેજમાંથી ભાષા અને સાહિત્યના વિષયો સાથે ઈ.સ. ૧૮૯૨માં બી.એ. થયા. ગ્રેજ્યુએટ થયા પછી વિવિધ ગામોની માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે સુકીર્તિ અર્જિત કરી. તેમના અંતિમ સેવાકાળ દરમિયાન રાજકોટ તથા ભાવનગરમાં શિક્ષણાધિકારી તરીકે તેમણે સેવા આપી. ત્યાંથી નિવૃત્ત થઈ અમદાવાદના સુસંસ્કારી ધનપતિ અંબાલાલ સારાભાઈની કુટુંબશાળામાં જોડાયા. અમદાવાદસ્થિત વનિતાવિશ્રામના પણ તેઓ અધ્યક્ષ હતા. Jain Education International ૫૫૧ શિક્ષણશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા-સાહિત્ય તથા વૈદિક ધર્મમાં તેમને વિશેષ રુચિ હતી. આ વિષયો પર અનેક લેખો લખી પોતે ઊંડા અભ્યાસી છે તેની ખાતરી કરાવી હતી. સંસ્કૃતના સઘન અભ્યાસના પરિપાકરૂપે તેમણે ઈ.સ. ૧૮૯૬માં ‘રામાયણસાર' તથા ‘સરલ સંસ્કૃત' ભાગ ૧-૨ પ્રગટ કર્યા હતા. ‘મહાકાલ’ તથા ‘સદુપદેશ શ્રેણી’ વગેરેમાં તેઓ નિયમિત રીતે લેખો આપતા. ઈ.સ. ૧૯૦૫માં તેમણે ‘ભક્તિપદ્યતરંગિણી’ શીર્ષક હેઠળ શ્રી–શ્રેય-સાધક અધિકારી વર્ગની આઠ કવિયત્રીઓની ભક્તિ રચનાઓ પ્રસિદ્ધ કરી હતી. ઈ.સ. ૧૮૯૯માં ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું હતું. ‘પુરુષ અને સ્ત્રી’ ભાગ ૧-૨ પણ તેમણે પ્રકાશિત કર્યા છે. થોડા સમય માટે તેમણે ‘સ્વધર્મજાગૃતિ’ નામનું માસિક પણ ચલાવ્યું હતું. ઈ.સ. ૧૯૦૪માં ‘સવૈયા’ નામથી એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક ગુજરાતને ભેટ આપ્યું. ઈ.સ. ૧૯૨૫માં બાળકો માટેની વાર્તાઓનું તેમનું પુસ્તક ‘સો ટચની વાતો’ છપાયું. તેઓ સુરતની ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પણ બન્યા હતા. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાની પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રસ લેતા. આ રીતે શિક્ષણ અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે તેમણે સરાહનીય પ્રદાન કર્યું હતું. ઈ.સ. ૧૯૫૧માં તેમનું મૃત્યુ થયું. સ્કાઉટ અને ગાઈડ પ્રવૃત્તિ ખાતર જીવન અર્પણ કરનાર ગુણવંતરાય મંગળભાઈ ભટ્ટ ગુણવંતરાયનો જન્મ રાજપીપળાના અવિધા ખાતે ઈ.સ. ૧૮૯૩ના માર્ચ માસની ૧૬મી તારીખે થયો હતો. માતાનું નામ રુક્મણિબહેન. માતા–પિતા બંને ભક્તિભાવવાળાં, નીડર અને કઠોર પરંતુ સાચું કહેનારાં. ગુણવંતરાયે છ ધોરણ સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછીથી ગામમાં જ તેમના પિતા મંગળભાઈના પ્રયાસથી સ્થપાયેલી અંગ્રેજી શાળામાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. ગુણવંતભાઈ ધાર્મિક વૃત્તિના હોઈ વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે ધર્મજિજ્ઞાસુ મંડળની સ્થાપના કરી હતી. તેમણે માધ્યમિક શિક્ષણ નાંદોદમાં પૂરું કર્યું. આ શાળામાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે કેટલીક શિષ્યવૃત્તિઓ મેળવી. મેટ્રિક પાસ કરી તેઓ ગામમાં જ એક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત થયા. પછીથી ચેન્નઈ જઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy