SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૪૯ સંભાળ્યું હતું. તેમાં “વલ્લભીપતિ’, ‘વિધિના લેખ', સાંભરરાજ', “સોરઠી સિંહ', “વડીલોના વાંકે', “સર્વોદય', સંપત્તિ માટે અને પૈસો બોલે છે' જેવાં નાટકોનો સમાવેશ થાય છે. પૈસો બોલે છે' નાટકના ૫૪૭ પ્રયોગો ભજવાયા હતા. તેમના દિગ્દર્શન હેઠળનું આ છેલ્લું નાટક હતું. અભિનેત્રી મોતીબાઈના સાથમાં કાસમભાઈએ ગુજરાતી રંગભૂમિ પર, દેશી નાટકસમાજના ઉપક્રમે ૧૫ વર્ષ સુધી અનોખો અભિનય આપી પ્રેક્ષકોનાં દિલ જીત્યાં હતાં. ૫૧ નાટકોમાં તેમણે અભિનય આપ્યો હતો. ૪૧ નાટકોનું સંગીત સંભાળ્યું હતું. લગભગ ૧૨૦૦ ગીતની તરજો બનાવી હતી અને ૮000થી વધુ વખત નાટકના તખ્તા પર અભિનય આપ્યો હતો. અજમાવતા. ચિત્રકળાની પ્રત્યેક પરીક્ષા તેમણે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી છે. ચિત્રકળાના વધુ અભ્યાસ માટે તે મુંબઈની સરા જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં દાખલ થયા, પણ મૂળ જીવ શિલ્પકલાનો. આથી દત્તા મહાની સલાહ માની તેઓ ખામગાંવની શિલ્પકલા શીખવતી સંસ્થા “તિલક વિધાપીઠ'માં ગયા. અહીં ધંધે ગુરુજીએ તેમનો હાથ પકડ્યો અને શિલ્પકલામાં એટલા પાવરધા બનાવ્યા કે અંતિમ કસોટીમાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી તે સોજિત્રા આવ્યા. સોજિત્રામાં કામચલાઉ શિલ્પગૃહ ચાલુ કરી શિલ્પનિર્માણનો આરંભ કર્યો. અડાસ ગામના પાંચ શહીદોને સ્મરણાંજલિ અર્પવાના ઉદ્દેશથી તેમણે એક શિલ્પ તૈયાર કર્યું. પછી તેઓ વલ્લભવિદ્યાનગર ગયા. અહીંનું વિદ્યાકેન્દ્રી વાતાવરણ તેમને ખૂબ જ અનુકૂળ આવ્યું અને તેમણે ચારેક મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર પ્રતિમાનું સર્જન કયુ. આ પ્રતિમાં વલ્લભવિદ્યાનગરના પ્રવેશદ્વાર પાસે જ ગોઠવવામાં આવી છે. કેવળ ૨૭ વર્ષની ઉંમરે આ કાંસ્યપ્રતિમા તૈયાર કરી હતી. અનેક મુશ્કેલીઓ વચ્ચેથી પણ માર્ગ કાઢી લેવાની તેમની દઢતાની આ શિલ્પ દ્વારા તેમણે ખાતરી કરાવી. પછી તો ગુજરાતમાં ઘણે સ્થળે કાંતિભાઈએ તૈયાર કરેલી પ્રતિમાઓ જાહેર સ્થાન શોભાવવા માંડી. તેમણે તૈયાર કરેલી પ્રતિમાઓમાં જેમની પ્રતિમા હોય છે તેમના મુખભાવ મક્કમતા તથા સ્વભાવની ખાસિયતો યથાતથ પ્રદર્શિત થઈ હોય છે. ગાંધીજી, વિનોબા, રવિશંકર મહારાજ જેવા અડગ સત્યાગ્રહીઓના મુખભાવ સફળતાપૂર્વક કાંતિભાઈ દર્શાવી શક્યા કાસમભાઈની ઉત્તમ સેવાની કદરરૂપે શ્રી દેશી નાટકસમાજે ચાર નાટકો ભજવી તેની બધી આવક કાસમભાઈને અર્પણ કરી હતી. દેશી નાટકસમાજમાં તેમણે લગભગ ૪૦ વર્ષ સુધી દિગ્દર્શન, સંગીત વગેરે સફળતાપૂર્વક સંભાળ્યાં હતાં. નવોદિત કલાકારોને નાટ્યકલાની તાલીમ પણ તેઓ આપતા. તે કડક શિસ્તપાલનના હિમાયતી હતા. ઈ.સ. ૧૯૬૧માં તેમને રાષ્ટ્રપતિચંદ્રક અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. ઈ.સ. ૧૯૬૯ના ઓક્ટોબર માસની ૨૮મી તારીખે રંગમંચના આ સફળ કલાકારે સદાને માટે પોતાની કલા સંકેલી લીધી હતી. શિલ્પકળાના ગુજરાતી નિષ્ણાત કાંતિભાઈ બળદેવભાઈ પટેલ ઈ.સ. ૧૯૪૨ના “ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા કાંતિભાઈને બારડોલી કૉર્ટનું પિકેટિંગ કરવા માટે છે માસનો જેલવાસ ભોગવવો પડ્યો હતો. માતૃભૂમિની આઝાદીની ભારોભાર ઝંખના સેવનાર કાંતિભાઈ આમ તો એક ગણનાપાત્ર શિલ્પી છે. પિતા બળદેવભાઈ ડૉક્ટરી વ્યવસાયને કારણે બોર્નિયામાં વસતા હોવાથી કાંતિભાઈનો જન્મ બોર્નિયામાં ઈ.સ. ૧૯૨૫ના જુલાઈ માસની પહેલી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે સોજિત્રામાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીધું. આ વિદ્યાપીઠમાં કાંતિભાઈને દત્તા મહા નામના શિલ્પગુરુ સાથે પરિચય થયો. તેમના માર્ગદર્શન હેઠળ તેમણે શિલ્પવિધા હસ્તગત કરવાની શરૂઆત કરી. તે પહેલાં તેઓ પોતાનો હાથ ચિત્રકળા પર લગભગ બે દાયકા સુધી તેઓ વલ્લભવિદ્યાનગર ખાતે રહ્યા હતા. પછીથી ચાંદલોડિયામાં તેમણે એક વિશાળ શિલ્પભવન ઊભું કર્યું. સમગ્ર એશિયામાં આ શિલ્પભવનની બરોબરી કરે એવું અન્ય ભવન જોવા મળતું નથી. દેશવિદેશનાં અનેક અંગત કે જાહેર સંગ્રહાલયોમાં કાંતિભાઈએ બનાવેલી નાની-મોટી શિલ્પકૃતિઓ મોટી સંખ્યામાં આજે પણ ગોઠવાયેલી તેમની સફળ કલાયાત્રાનો ઉલ્લેખ અનેક સંદર્ભગ્રંથોમાં થયો છે. થોડો સમય તેઓ ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના નિર્ણાયક સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય તથા ઇન્ટરનેશનલ સર્વિસ ઓર્ગેનિઝેશનના સભ્યપદે રહી તેમણે નોંધપાત્ર સેવા બજાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy