SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ લોકશિક્ષકનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૯૯૯માં તેમને અપ્પાસાહેબ પટવર્ધન સ્મૃતિ-પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતનાં વિખ્યાત મહિલા–ચિત્રકાર ઊર્મિ રસિકલાલ પરીખ અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા પ્રાપ્ત કરનાર ઊર્મિબહેન ચિત્રવિષયની પસંદગી કરતી વખતે પોતાની માન્યતાને મક્કમતાથી વળગી રહે છે. પરિણામ એ આવે છે કે તેમનાં ચિત્રો આત્મ-ચિત્રો તરીકે વધારે પ્રખ્યાત થયાં છે. આ તબક્કે ઊર્મિબહેન જાણે કે અમૃતા શેરગીલની ચિત્રશૈલી ગુજરાતીમાં ઉતારી રહ્યાં હોય એમ લાગે. ગુજરાતના પ્રતિષ્ઠિત ચિત્રકાર રસિકલાલ પરીખનાં પુત્રી ઊર્મિનો જન્મ ઈ.સ. ૧૯૪૮ના માર્ચની ૨૯મી તારીખે થયો છે. ચિત્રોમાં ભારતીય શૈલીને અનુસરતાં ઊર્મિ તેમણે જે સંસ્થામાં અભ્યાસ કર્યો તે જ સંસ્થામાં પિતા રસિકલાલ સેવા આપતા. આથી અહીં તેમ જ ઘર આગળ એમ બંને સ્થળે પિતાનું માર્ગદર્શન મળ્યું હતું. તેથી તેમનાં ચિત્રોમાં રસિકલાલની શૈલી પ્રાધાન્ય ભોગવતી જોઈ શકાય છે. બાળપણથી જ ચિત્રકાર પિતાનો સાથ મળ્યો હોવાથી ઊર્મિ પાવરધાં કલાકાર બન્યાં છે, પરંતુ કુદરતે તેમની કસોટી કરવા ધાર્યું હશે તેથી છેક શિશુવયથી તેમને સ્નાયુગત ગાત્રશોષનો અસાધ્ય રોગ લાગુ પડ્યો. સમય જતાં શરીર તથા મન પર રોગની પ્રતિકૂળ અસર થવા લાગી. રોગની ગંભીરતાને કારણે ઊર્મિબહેન ચિત્રકલાની સાધના ઇચ્છા પ્રમાણે કરી શકતાં નથી. તેમનાં ચિત્રો પર રોગને પરિણામે થતી શારીરિક પીડા તથા માનસિક વ્યાધિની અસર દેખાય છે. તેઓ નવતર પ્રયોગો કરવાનાં શોખીન છે. તેમણે અમૂર્ત ચિત્રશૈલી પર પણ હાથ અજમાવ્યો છે. પ્રયોગશીલતાના પરિણામ સ્વરૂપ પીંછીના એક જ લસરકા સાથે માનવીઓનાં સ્વરૂપોનું આલેખન કરવાની કલા તે હસ્તગત કરી શક્યાં છે. તેમનાં માનવપાત્રો કરુણામય આંખો ધરાવતાં નજરે પડે છે. આ કરુણતા ઘેરા તથા કાળા રંગોના વિનિયોગ દ્વારા તેમના ચિત્રોમાં દિવ્ય વાતાવરણ ખડું કરે છે. કષ્ટદાયક રોગનો સામનો બહાદુરીપૂર્વક કરી રહેલાં ઊર્મિબહેનની ચિત્રકૃતિઓમાં આ કારણે શાંત રસ પ્રધાન હોય છે. અપરિણીત ઊર્મિબહેન પોતાની એકલતા આત્મચિત્રોમાં રજૂ કરે છે. અત્યારની પળે આટલી મોટી સંખ્યામાં આત્મચિત્રો Jain Education International ધન્ય ધરા દોરનાર અન્ય કોઈ કલાકાર ગુજરાતમાં નથી. વ્યક્તિચિત્રો દોરતી વખતે ઊર્મિબહેન માનવપાત્રને સામે બેસાડે છે, પરંતુ તે પાત્રને તંતોતંત ચિત્રફલક પર આલેખવાને બદલે તેની આકૃતિનો અલ્પ ખ્વાબ મેળવી સામે બેઠેલા પાત્રને કોરાણે મૂકી મૌલિક સર્જનશક્તિનો ઉપયોગ કરી ચિત્ર પૂરું કરે છે. આ કારણે તેમનાં ચિત્રો કઠોર નથી દેખાતાં પરંતુ પીંછીના મૃદુ સંચાલનથી પ્રવાહી સ્વરૂપે તૈયાર થતાં દેખાય છે. વિદેશનાં કલાપ્રિય અને સૌન્દર્યશોખીનોના સંગ્રહોમાં તેમની કૃતિઓ મોટી સંખ્યામાં સચવાઈ છે. તેમની ચિત્રકૃતિઓનાં પ્રદર્શનો પણ યોજાયાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને એક એવોર્ડ અર્પણ કર્યો હતો. ઈ.સ. ૧૯૯૬માં ગુજરાત લલિત કલા અકાદમીએ પણ ‘ગૌરવ પુરસ્કાર'થી તેમનું બહુમાન કર્યું હતું. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના પ્રતિષ્ઠિત દિગ્દર્શક, સંગીતકાર અને અભિનેતા કાસમભાઈ નથુભાઈ મીર ‘વડીલોના વાંકે', ‘સંપત્તિ માટે’, ‘લીલાવંતી’, ‘વીણાવેલી’ તથા ‘ઉમાદેવી' જેવાં નાટકોમાં સફળતાપૂર્વક મુખ્ય ભૂમિકા ભજવનાર અને પ્રવીણ નાટ્ય અભિનેતા તરીકે કીર્તિ મેળવનાર કાસમભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૬માં થયો હતો. કેવળ ૧૧ વર્ષની કાચી વયે ઈ.સ. ૧૯૧૭માં તે આર્યનૈતિક નાટકસમાજમાં જોડાયા. બીજે વર્ષે વિજય નૌતમ નાટક સમાજમાં, ઈ.સ. ૧૯૨૦માં શ્રી દેશી નાટક લિમિટેડમાં અને છેવટે ઈ.સ. ૧૯૨૪માં શ્રી દેશી નાટક સમાજમાં જોડાયા હતા, ત્યારે ૧૮ વર્ષના હતા. ૨૧ વર્ષની વયે દેશી નાટકસમાજના તેઓ દિગ્દર્શક અને સંગીતકાર બન્યા હતા. ઈ.સ. ૧૯૩૬માં તેમનાં પ્રથમ પત્નીના અવસાનનો તાર તેમને મળ્યો. તે વખતે કાસમભાઈ તખ્તા પર નાટક ભજવી રહ્યા હતા. આ કરુણ સમાચાર જાણ્યા પછી પણ ભારે આત્મસંયમ જાળવી તેમનું શૃંગારરસનું પાત્ર ભજવવું ચાલુ રાખ્યું હતું. બીજું લગ્ન બે વર્ષ બાદ ઈ.સ. ૧૯૩૮માં થયું ત્યારે ‘વડીલોના વાંકે'માં તે પુષ્કરની મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેમને વધારે રજા મળી શકે તેમ ન હોવાથી મુંબઈથી સીધા લગ્નમંડપમાં પહોંચ્યા અને લગ્ન પતાવી ફરીથી મુંબઈ પહોંચી ગયા હતા. કાસમભાઈએ ૫૦ જેટલાં નાટકોનું સફળદિગ્દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy