SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ ધન્ય ધરા પ્રતિભાઓ વિશે વાચક પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરે એ હેતુ રાખ્યો છે. પોતાના કર્મક્ષેત્રે ઝળકી ઊઠનારી આ વ્યક્તિઓને, આવો, આપણે સ્મરણાંજલિ અર્પણ કરીએ. વિવિધ જીવનચરિત્ર લેખકોએ આ શ્રેણી તૈયાર કરવામાં લેખકને પરોક્ષ રીતે ખૂબ મદદ કરી છે તે બદલ હાર્દિક આભાર. આ ટૂંકાં જીવનચરિત્રો રજૂ કરનાર મૂળશંકર પ્રા. ભટ્ટનો જન્મ દ્વારકામાં થયો છે. માધ્યમિક શિક્ષણ દ્વારકામાં પૂરું કરી નાસિક (મહારાષ્ટ્ર)ની એચ.પી.ટી. કૉલેજમાંથી તે સ્નાતક થયા. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે તેમણે એમ.એ. કર્યું. મનન-વાચનનો એમને ગજબનો શોખ છે. ગ્રેજ્યુએટ થયા પછી ત્રણેક વર્ષ દ્વારકાની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. પછીથી ધી એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝ લિમિટેડ દ્વારા સંચાલિત દ્વારકાના દ્વારકા સિમેન્ટ વર્ક્સની સ્કૂલમાં એકધારા ૩૩ વર્ષ આચાર્ય રહ્યા. સેવાકાળ દરમિયાન કંપની દ્વારા સ્થપાયેલી વિશાળ કોલોનીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તથા ફેક્ટરીની ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને રેડક્રોસ સોસાયટી જેવી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા સંભાળી યથાશક્તિ સેવાકાર્ય કર્યું. એમના આદર્શ વિચારોએ આ ગ્રંથ સંપાદકને ઘણી પ્રેરણા આપી છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો શોખ છેક વિદ્યાર્થીકાળથી હતો. પરિણામતઃ અનુદિત કે રૂપાંતરિત વીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. ત્રણેક પુસ્તકો (ઈ.સ. ૨૦૦૭માં) મુદ્રણાધીન છે. અમારી ગ્રંથ પ્રકાશનશ્રેણીના શરૂથી જ તેઓ આધારસ્તંભ રહ્યા છે. તેમના ઋણી છીએ.–સંપાદક. ગુજરાતના ઉત્તમ શ્રેણીના ઈજનેર અનંત હીરાલાલ પંડ્યા બાલ્યાવસ્થાથી જ જેમને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ક્રાંતિકારી પૃથ્વીસિંહ અને ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું તેવા ડૉ. અનંત પંડ્યા ઈ.સ. ૧૯૦૯ના જુલાઈ માસની ૧૧મી તારીખે ભાવનગર મુકામે જન્મ્યા હતા. પિતા હીરાલાલ કૃષિ–ઇજનેર હતા. અનંતે ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. હસ્તલિખિત “કુમાર'નો જ્યારે પ્રારંભ થયો ત્યારના સંપાદકમંડળના તે સદસ્ય હતા. છેક શિશુકાળથી જ વિશિષ્ટ છાપ ઊભી કરનારા આ યુવાન આગળ જતાં ઝળકી ન ઊઠે તો જ નવાઈ કહેવાય. પંદર વર્ષની વયે અનંતભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી કરાંચી ખાતે આવેલી એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેમને “જેમ્સ બેકર્લી' સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ કારણે અમેરિકામાં અભ્યાસ કરવાનો અનંતભાઈ માટે માર્ગ ખુલ્યો અને તે મેસેગ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં દાખલ થયા. આ કૉલેજમાંથી એમ.એસ.ની પદવી હાંસલ કરી, મૃત્તિકા વિશ્લેષણ વિજ્ઞાનમાં સંશોધન ફેલોશિપ પ્રાપ્ત કરી “ધી ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ પોર્ટ્સ એન્ડ હાર્બર્સ” એ વિષય પર મહાનિબંધ લખી તે જ સંસ્થામાંથી “ડોક્ટરેટ ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ઈ.સ. ૧૯૩૩માં ભારત આવી બે વર્ષ સુધી નોકરી કરી ઈ.સ. ૧૯૩૫માં તે લંડન ગયા. લંડનમાં તે જે કંપનીમાં જોડાયા હતા તે કંપનીએ તેમને ધરતીકંપની અસર ન થાય તેવાં મકાનોની રચના સંબંધી સલાહ-સૂચના દેવા માટે ભારત મોકલ્યા. અહીં નોકરી કરતાં કરતાં જ સ્ટીલ, આર.સી.સી. અને વેલ્ડિંગ વિષયક સંશોધન કરી જેમ્સ એફ. લિન્કન આર્ક-વેલ્ડિંગ ફાઉન્ડેશનનું ૨૩ હજાર ડોલરનું પારિતોષિક તેમણે મેળવ્યું. કન્ટિન્યૂઅલ ફ્રેન્જડ બીમ કન્સ્ટ્રક્શન'ની પદ્ધતિ માટે તેમણે બ્રિટિશ પેટન્ટ મેળવ્યું હતું. લોખંડ તથા કૉન્ક્રીટ ડિઝાઇનમાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી. બંગાળના બેંગોલ એન્જિનિયરિંગ કૉલેજની જગ્યા ત્યારે ખાલી પડી. આ જગ્યા પર અત્યાર સુધી કેવળ અંગ્રેજોની જ Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy