SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વસુંધા દીધી અણપ્રીછી પ્રતિભાઓ [વિવિધક્ષેત્રે વિજયી નીવડેલાં તેજસ્વી ગુજરાતીઓ] 'कुलं पवित्रं जननी कृतार्था वसुंधरा पुण्यवती च हनम् ।' જેના જન્મ થકી માતા કૃતાર્થ થાય, જેના જીવન થકી કુળ પવિત્ર થાય અને જેના કર્મ થકી આ પૃથ્વી પુણ્યવતી બને એવાં ચરિત્રો યુગો પર્યંત આદરના અધિકારી બને છે. એવાં ચરિત્રોનાં ગુણગાન ગાતાં કાવ્યો યુગો સુધી ગુંજતાં રહે છે, એવાં ચરિત્રોનાં પાળિયા અને પ્રતિમાઓ યુગો સુધી પૂજાતાં રહે છે. કોઈ ગામ–સીમમાં ખોડાયેલો પાળિયો પોતાના વીરતા, પરમાર્થ અને ન્યોચ્છાવરીનો સંદેશ એના ગામકુટુંબ અને વંશવેલાને આપતો રહે છે. તેમ કોઈ રાષ્ટ્રના પાટનગરના વિશાળ ચોક વચ્ચે બિરાજતી પ્રતિભા, માત્ર તે દેશને જ નહીં, પણ દેશ-વિદેશના પૃથ્વીપટે પ્રેરણાનાં પીયૂષ પાતી રહે છે. પણ, આભની અટારી કાંઈ આટલા ટેકાથી જ નથી ટકી રહી શકતી. એ સિવાય પણ સમાજમાં સાર૫થી જીવનારાં લોકો હોય છે. ત્યાં સુધી કે પ્રત્યેક વ્યક્તિમાં અમુક માત્રામાં કોઈ સા૨૫ કે કોઈ મર્યાદા રહેલી હોય છે. માત્ર રામ પાસે જ શંબૂક-વધનો જવાબ નથી એવું નથી; હિટલર પણ કોઈ ક્ષણે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે એમ ઇતિહાસ નોંધે, એટલે નગરજીવનમાં તો સમૂહ માધ્યમોની સગવડ છે એટલે સારપની નોંધ શણગારીને મુકાતી હોય છે, જ્યારે અંતરિયાળ ગામડામાં કે જંગલના છેવાડાના મુલકમાં ઘટતી ભયાનક કે કરુણ ઘટનાની કોઈને જાણ પણ થતી નથી, એનો મતલબ એવો નથી કે એ ઘટના ઘટી નહીં. ઝવેરચંદ મેઘાણીજી દ્વારા પ્રકાશિત થયેલી લોકકથાઓએ એ સુપેરે દર્શાવી આપ્યું કે પ્રત્યેક માણસ ઉમદા ગુણોથી ભર્યોભર્યો હોઈ શકે. પ્રત્યેક માણસમાં સારમાણસાઈનાં અનેક લક્ષણો હોઈ શકે. માણસાઈના પ્રેરક દીવડાઓ ગામેગામ ઝળહળતા હોઈ શકે. આપણામાં એ ઓળખવાની, આદર કરવાની દૃષ્ટિ હોવી જોઈએ. ૧૯૨૦થી ૧૯૪૭માં ભારતમાતાના ખોળે માથું મૂકનારાં કેટલાં હશે? એ બધાનો સરવાળો મહાત્મા ગાંધી છે, વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ છે. ઉપરાંત સર્વસ્વનો ત્યાગ કરનારા ઘણા છે. એ વણપ્રીછી પ્રતિભાઓથી જ સમાજ ટકે છે, ઇતિહાસ રચાય છે અને સંસ્કૃતિ વિકસે છે. આપણે પિતૃસૃષ્ટિમાં માનતા હોઈએ તો, જેમ પ્રતિમાની પૂજા કરીએ છીએ, તેમ આ પ્રતિભાઓને આકાશ તરફ હાથ જોડવા જોઈએ! —મૂળશંકર પ્રા. ભટ્ટ આ લેખમાળાનાં ઘણાં કર્મવીર ગુજરાતીઓ દેશમાં અને વિદેશમાં સમ્માન પામ્યાં છે અને ભારે ઠાઠમાઠ વચ્ચે ગૌરવ પુરસ્કારથી વિભૂષિત થયાં છે. ઈસુની વીસમી સદીમાં વિદ્યમાન ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓની સંક્ષિપ્ત જીવનઝરમર અહીં આપી છે. હકીકત ટૂંકમાં આપવાની હોઈ વિસ્તારપૂર્વક વિગતો આપવાનો અવકાશ ન હોઈ, ગૌરવશાળી ગુજરાતી Jain Education Intemational For Private & Personal Use Only ૫૪૩ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy