SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ આંદોલન સમયે તેમણે સમાજમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા હૃદયસ્પર્શી અરજ ગુજારી. તેથી પ્રભાવિત થઈને ગુજરાતની જેમ સાબરકાંઠા જિલ્લામાં પણ કાર્યકરોએ અસ્પૃશ્યતાનિવારણ માટે પ્રયત્નો કર્યા. તેવે વખતે ખેડા જિલ્લાના વસો ગામના વતની પુરષોત્તમદાસ સોલંકીએ સાબરકાંઠાના પ્રાંતિજ ગામે આવીને, ભંગીઓ માટે અલગ શાળા શરૂ કરીને અસ્પૃશ્યતાનિવારણનું કપરું કામ શરૂ કર્યું. તેઓ જાતે ભંગી જ્ઞાતિના હોવાથી ભંગી સમાજને તો તેઓ વિશ્વાસમાં લઈ શક્યા પરંતુ ઉજળિયાત સમાજ સામે તેમણે સતત ઝઝૂમવું પડતું હતું. ઈ.સ. ૧૯૩૩માં પણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, પ્રાંતિજ વગેરે તાલુકાના લોકો અસ્પૃશ્યોના પૈસાને પાણી છાંટીને પવિત્ર કર્યા પછી જ સ્વીકારતા હતા! લોકલ બોર્ડની શાળાઓમાં પણ અસ્પૃશ્યોનાં બાળકોને દાખલ કરવામાં આવતાં નહોતાં! મંદિરપ્રવેશ કે હોટલપ્રવેશ તો અસ્પૃશ્યો માટે માત્ર કોરી કલ્પનાના જ વિષય હતા! લોકોના માનસને અસ્પૃશ્યતાના ભોરિંગે ભરડો લીધો હતો. અસ્પૃશ્યોની એ દારુણ પરિસ્થિતિ જોઈને પુરષોત્તમદાસનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમના અમલ માટે સાંબરકાંઠા જિલ્લામાં જ ધૂણી ધખાવી! તેમણે સાબરકાંઠામાં અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ પ્રાંતિજ ગામે ભંગીબાળકો માટે અલગ શાળા સ્થાપીને શરૂ કરી. તેઓ માનતા હતા કે શિક્ષણ મેળવવાવાથી અસ્પૃશ્યોમાં સ્વમાન અને સ્વચ્છતાના ભાવ પેદા થશે અને બીજી બાજુ ઉજળિયાતોની તેમના પ્રત્યેની સૂગ દૂર થઈ શકશે. તેઓ માત્ર ભંગી બાળકો માટે અલગ શાળા શરૂ કરીને જંપ્યા ન હતા. તેઓ ઇચ્છતા હતા કે લોકલબોર્ડની શાળાઓમાં અસ્પૃશ્ય બાળકોને દાખલ કરાવવાથી અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય સુપેરે થઈ શકશે. તેથી તેમણે પ્રાંતિજ તાલુકાના તાજપુર અને સોનાસણ ગામની શાળાઓના આચાર્યોને માનવતાભરી અપીલ કરીને હિરજન બાળકોને તે શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો. એ સમયે પ્રાંતિજ નગરના જાહેર પુસ્તકાલય ‘રમણ પુસ્તકાલય'માં પણ અસ્પૃશ્યો દાખલ થઈ શકતા ન હતા. પુરષોત્તમદાસ સોલંકીએ નિયમિત રીતે પુસ્તકાલયમાં જવાનું શરૂ કર્યું. પરિણામે ગામલોકો ઉશ્કેરાયાં. એક ભંગી પુસ્તકાલયમાં પ્રવેશે તે તેમને માટે અસહ્ય બિના હતી. છેવટે તારીખ ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ મુસલમાનોને ઉશ્કેરીને તેમને અટકાવવા પ્રયત્નો થયો. તેમની સાથે દરજીભાઈઓ પણ Jain Education International ધન્ય ધરા જોડાયા. પુરષોત્તમદાસને ગાળો સહિતની ધમકી આપી, પરંતુ તેઓ ગભરાય તેવા ન હતા. તેમણે તો ગાળો-ધમકીઓ ગળી જઈને હિંમતભેર પુસ્તકાલયમાં નિયમિતપણે જવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે તેમની સાથે હિંમતપૂર્વક ભંગીભાઈઓ અને અન્ય અસ્પૃશ્યો પણ પુસ્તકાલયમાં જવા લાગ્યા! પુરષોત્તમદાસ સોલંકી, અસ્પૃશ્યો પીવાનાં પાણીની હાલાકી અનુભવી રહ્યા હતા તે જોઈને પણ ભારે વ્યથિત થતા. તેથી તેમને પીવાનું પાણી મળી રહે તે માટે જીવનભર ઝઝૂમતા રહ્યા હતા. શ્રી પુરષોત્તમદાસ સોલંકી માત્ર અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ ચલાવીને અટકી ગયા ન હતા. તેઓ તો ગાંધીજીની આગેવાની હેઠળ ચાલતી આઝાદીની લડતમાં પણ તન, મન અને ધનથી જોડાયા હતા. તેની શરૂઆત તેમણે ૧૯૩૦ના મીઠાના સત્યગ્રહમાં જોડાઈને કરી હતી. પ્રાંતિજ તાલુકાના આગેવાન વાસુદેવ અભયરામ શર્માની જેમ તેઓ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા મથ્યા હતા. તેઓએ ગાંધીજીની દાંડીકૂચ વખતે નવાગામ તથા નડિયાદની સભાઓમાં હાજરી આપી હતી તથા પ્રાંતિજ તાલુકાનાં ગામોમાં ‘સ્વરાજસબરસ’ પણ વહેંચ્યું હતું. ૧૯૪૨ની ‘હિંદ છોડો' ચળવળ દરમ્યાન ચાલેલી ભૂગર્ભપત્રિકા પ્રવૃત્તિમાં તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગોપાલભાઈ પટેલ, ચૂનીલાલ બુટાલા અને પુરષોત્તમ સોલંકી વગેરે આગેવાનો ભૂગર્ભ પત્રિકા પ્રવૃત્તિ સંભાળતા. પુરષોત્તમ સોલંકીનો તો સમગ્ર પરિવાર આ પ્રવૃત્તિમાં જોડાયો હતો. તેમનાં માતા ધૂળીબા, પત્ની માણેકબાઈ, સફાઈકામદારો તથા છાત્રાલયના વિદ્યાર્થીઓ, હરિભાઈ ચૌહાણ, કેવળભાઈ વગેરે ભૂગર્ભ પત્રિકાઓ સાદરા, હિંમતનગર, મોડાસા વગેરે સ્થળે પહોંચાડતા. વહેલી સવારે સફાઈકામદારો ટોપલામાં પત્રિકાઓ અને ગુંદરિયું લઈને જતા અને લોકો ઊઠે તે પહેલાં પત્રિકાઓ ચોંટી જતી તે જોઈને પોલીસતંત્ર પણ હેરાન થતું અને તાગ મેળવવાના કામે લાગી જતું! આમ પુરુષોત્તમ સોલંકી સાબરકાંઠામાં એક રહસ્યમય વ્યક્તિ બની ગયા હતા. પોલીસતંત્ર તેમના પર ખાસ નજર રાખતું તેથી તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. આમ શ્રી સોલંકીએ ગાંધીજીની હરિજનોદ્વાર પ્રવૃત્તિમાં તથા આઝાદીની લડતમાં જોડાઈને પોતાના સેવાના ભેખને દીપાવ્યો હતો. આઝાદીપ્રાપ્તિ પછી તેઓ સતત હિરજનોદ્વાર પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહ્યા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy