SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શરૂ કર્યું. તા. ૪-૭-૧૯૪૬ના રોજ અને એ છાત્રાલય સાથે જાણીતા સમાજસેવક શ્રી ઠક્કરબાપાનું નામ જોડીને તેને ‘શ્રી ઠક્કરબાપા હરિજન છાત્રાલય' નામ આપવામાં આવ્યું. ત્યારથી માંડીને શ્રી નાગરદાસભાઈ જીવન પર્યંત એ છાત્રાલયનું જીવની જેમ જતન કરતાં કરતાં, સુપેરે સંચાલન કરીને ૨૦મી સદીના ઉત્તરાર્ધના ૫ દાયકા સુધી હિરજનોનાં બાળકોને શિસ્ત, સંયમ, શ્રમ, સ્વાધ્યાય સહિતનાં શિક્ષણનાં પીયૂષ પાનાર ચાલક પિતા સિદ્ધ થયા છે. પરિણામે તેમના છાત્રાલયમાં શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યનાં વિભિન્ન વહીવટી ક્ષેત્રોમાં ટોચનું સ્થાન પામી શક્યા છે. વિરમગામ વિસ્તારના હિરજન કુમારો માટે આવાસ સહિતની સુવિધા પેદા થતાં નાગરદાસભાઈને એકાંગી સંતોષ થયો હતો, પરંતુ હરિજન કન્યાઓ માટે એવી કોઈ સુવિધા ન હતી. તેઓ ઇચ્છતા હતા કે હિરજન કન્યાઓ પણ શિક્ષિત, સંસ્કારી અને સ્વાવલંબી બને. છેવટે તેમના અથાગ પ્રયત્નોથી વિરમગામ પાસેના અલીગઢ મુકામે ૨૭મી ઓગસ્ટ ૧૯૮૧ના રોજ એક હરિજન બાળાના હાથે દીપ પ્રગટાવીને માત્ર ૧૧ બાળાઓની સંખ્યા સાથે, ભાડાના મકાનમાં કન્યાછાત્રાલય શરૂ કરવામાં આવ્યું. એ છાત્રાલય સાથે અદના હરિજન સેવક શ્રી પરીક્ષિતલાલ મજમુદારનું નામ જોડીને તેનું શ્રી પરીક્ષિતલાલ મજમુદાર કન્યાછાત્રાલય' નામાભિકરણ કરવામાં આવ્યું. એ છાત્રાલયના મકાન માટે મુંબઈનિવાસી શ્રી આરાભાઈ શાહે માતબર ફાળો એકઠો કરાવી આપ્યો. પરિણામે ટૂંક સમયમાં જ શ્રી નાગરદાસભાઈના પરિશ્રમને કારણે તમામ સુવિધાવાળું સુંદર કન્યાછાત્રાલય બની શક્યું. શ્રી નાગરદાસભાઈ હિરજન બાળાઓને પોતાની દીકરીઓની જેમ પ્રેમપૂર્વક શિક્ષણ સહિત સેવા, શ્રમ અને ઘરસંસાર ચલાવવાનું વ્યવહારુ જ્ઞાન પણ આપતા હતા. તેથી તેમના નિધન સમયે બાળાઓએ પોતાના પિતા ગુમાવ્યા હોય તેવી લાગણી સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડીને તેમને હૃદયદ્રાવક, અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી! શ્રી નાગરદાસભાઈ શ્રીમાળીના નિધન પછી તેમના સુપુત્ર શ્રી અરવિંદભાઈ શ્રીમાળી, શ્રી ઠક્કરબાપા કુમારછાત્રાલય અને શ્રી પરીક્ષિતલાલ મજમુદાર કન્યાછાત્રાલયનો સુપેરે વહીવટ અને વિકાસ કરી રહ્યા છે. શ્રી નાગરદાસભાઈ મૂળે તો શિક્ષણનો જીવ હતા. તેઓ છાત્રાલયોના સંચાલન સાથે શિક્ષણનું કાર્ય પણ સુપેરે બજાવતા Jain Education Intemational ૫૪૧ હતા. ઈ.સ. ૧૯૬૦થી તેઓ વિરમગામની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે કાર્યરત હતા. તેમની શિક્ષણક્ષેત્રની નિષ્ઠાપૂર્વકની સેવાઓની કદર કરીને ગુજરાત રાજ્યે તેમને ૧૯૬૭માં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમ્માન્યા હતા. તે પછી તેમણે બીટ નિરીક્ષક તરીકે પણ સેવાઓ આપી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૩૩મી જન્મજયંતી પ્રસંગે, તેમની પૂર્ણકદની પ્રતિમા મૂકવાના સ્થળનું ભૂમિપૂજન, શિક્ષણક્ષેત્રના સન્નિષ્ઠ, દલિત લોકસેવક તરીકેનું માન આપીને શ્રી નાગરદાસભાઈના હાથે કરાવવામાં આવ્યું હતુ. શિક્ષણ તથા સમાજક્ષેત્રની તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદરરૂપે તેઓ વિવિધ પ્રસંગોએ, સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ, સ્વાધ્યાય પરિવારના પ્રણેતા શ્રી પૂ. પાંડુરંગ શાસ્ત્રી, મામાસાહેબ ફડકે, પરીક્ષિતલાલ મજમુદાર, કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, વિમલા તાઈ વગેરે મહાનુભાવોના વરદ્ હસ્તે સમ્માન પામવા સદ્ભાગી બન્યા હતા. આમ, મૂક સમાજસેવક, ઉત્તમ શિક્ષક, અદના સ્વાતંત્ર્યસેનાની, હરિજન કુમારો તથા કન્યાઓના પાલક પિતા જેવી વિભિન્ન પ્રતિભાસંપન્ન છતાં અત્યંત નમ્ર, કલિયુગના ઋષિ સમા શ્રી નાગરદાસભાઈ સાચા અર્થમાં સમાજનું ઘરેણું હતા! સેવાવ્રતધારી શ્રી પુરષોત્તમદાસ સોલંકી ભારતમાં ચાલેલી આઝાદીની લડત દરમ્યાન ગાંધીજીએ પ્રજાની ખુમારીને સંકોરી, પ્રજાના પુરુષાર્થમાંથી જ આઝાદી નિપજાવવાના હેતુથી, પ્રજાને અસહકારના આંદોલનનો કાર્યક્રમ આપ્યો હતો અને તેની સાથે પંચાંગી રચનાત્મક કાર્યક્રમને જોડવામાં આવ્યો હતો, જેમાં દારૂબંધી, કોમી એકતા, ખાદી પ્રવૃત્તિ, રાષ્ટ્રીય શિક્ષણ તથા અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમનો સમાવેશ થતો હતો. એ કાર્યક્રમ પૈકીના અસ્પૃશ્યતાનિવારણનાં કાર્યમાં અસ્પૃશ્યતાનિવારણની સેવાના વ્રતધારી શ્રી પુરષોત્તમદાસ સોલંકી તન, મન અને ધનથી જોડાયા હતા. હિંદમાં આચારના અતિરેકથી અને વર્ણવ્યવસ્થાની સંકુચિત ભાવનાથી અસ્પૃશ્યતા જન્મી અને દૃઢ બની હતી. ગાંધીજીને તેનો કડવો અનુભવ ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકામાં થયો હતો. ભારતના વિશાળ વર્ગને તેનો કપરો અન્યાય સહન કરવો પડે છે તેનો ખ્યાલ આવતાં તેમને લાગ્યું કે “ભારતમાં અસ્પૃશ્યોને જે અન્યાય સહન કરવો પડે છે તે દૂર ન થાય તો ભારતને સ્વતંત્ર થવાનો અધિકાર ન રહે. તેથી અસહકારના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy