SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ ધન્ય ધરા મેળવવા માટે તેઓ ૧૯૧૯માં મુંબઈ ગયા ત્યારે ગાંધીજીએ આઝાદીની લડતનું સુકાન સંભાળી ૧૯૨૦માં અસહકારની લડત શરૂ કરી હતી અને રાષ્ટ્રને રચનાત્મક કાર્યક્રમમાં જોડાવા હાકલ કરી હતી. તે સાંભળીને પરીક્ષિતલાલે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને અમદાવાદ જઈ પોતાની બહેન સુમિત્રા સાથે એ કાર્યક્રમમાં જોડાઈ ગયા! તે સમયે રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ચૂકી હતી. તેમાં તેમણે પ્રવેશ મેળવી, કોચરબ ખાતે હરિજનોને શિક્ષણ આપવા રાત્રિવર્ગો શરૂ કર્યા. તે વખતે હરિજનોની ગરીબાઈ, અબુધપણું, અજ્ઞાનતા જોઈને તેમને ભારે આઘાત લાગ્યો. તેથી ગુજરાતમાં હરિજનોદ્ધારની પ્રવૃત્તિનો તેમણે પ્રારંભ કર્યો અને સમગ્ર જીવન તેમાં જ સમર્પી દીધું! એ પ્રવૃત્તિની તાલીમ લેવા માટે તેઓ ગાંધી આશ્રમ, ગોધરાના સુપ્રસિદ્ધ હરિજન સેવક મામા સાહેબ ફડકે સાથે ત્રણ માસ સુધી રોકાયા અને મામા સાહેબ પાસેથી તાલીમની સાથે પ્રેરણા પામીને હરિજનોદ્ધાર પ્રવૃત્તિ શરૂ કરી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોમાં અસ્પૃશ્યતાનિવારણ પ્રવૃત્તિ મહત્ત્વની હતી. મામાસાહેબ ફડકે, ઠક્કરબાપા, ઇન્દુલાલ યાજ્ઞિક અને પરીક્ષિતલાલ મજમુદાર તેના આધારસ્થંભો હતા. તે પ્રવૃત્તિ માટે ઈ.સ. ૧૯૨૩માં ઠક્કરબાપાના અધ્યસ્થાને અંત્યજ સેવામંડળ' સ્થપાયું. પરીક્ષિતલાલ તેના મંત્રી હતા. તેમણે અબ્રામા અને નવસારીમાં હરિજન આશ્રમો સ્થાપી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે “ગુજરાત હરિજન સેવક સંઘ'ની સ્થાપના કરીને ગુજરાતમાં અસ્પૃશ્યતાનિવારણ પ્રવૃત્તિની બુનિયાદને મજબૂત બનાવી. ઈ.સ. ૧૯૨૧-૨૨માં સૌરાષ્ટ્રમાં અસ્પૃશ્યતાનિવારણ માટે “કાઠિયાવાડ રાજકીય પરિષદ' નામની સમિતિ રચી. તેમાં પરીક્ષિતલાલના માર્ગદર્શન હેઠળ ફૂલચંદભાઈ શાહ, મણિલાલ કોઠારી, અમૃતલાલ શેઠ અને સ્વામી શિવાનંદજીએ મહત્ત્વનું કાર્ય કર્યું. તેમાં છગનલાલ જોશી, આત્મારામ અને હંસરાજ જોડાયા. તેમણે કચ્છમાં એ પ્રવૃત્તિ વિસ્તારીને કચ્છમાં પ્રચલિત ભૂંડી-ભૂખી’ નામનો હરિજનોને ન્યાયાધીશને બદલે જમીનદારો ન્યાય આપે તેવો ધારો હતો તે ધારો દૂર કરાવ્યો! એ અરસામાં હરિજનોને સાર્વજનિક કૂવેથી પાણી ભરવા દેવામાં આવતું ન હતું. પરીક્ષિતલાલે એ અમાનવીય વ્યવહાર બંધ કરાવવા ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ તરીકે ૧૯૩૫માં ‘તરસ્યાને પાણી’ નામે પત્રિકા પ્રસિદ્ધ કરી, તેમને માટે અલગ કૂવા બનાવવા માટે “જે. કે. ફંડની સ્થાપના કરી. પરિણામે ગુજરાતમાં હરિજનો માટે ઘણા કૂવા અસ્તિત્વમાં આવ્યા. ૧૯૩૭માં ૮૦૧ નવા કૂવાનું નિર્માણ અને ૧૧૦૫ જૂના કૂવાઓની મરામત કરાવીને તેમણે હરિજનોની પીવાના પાણીની સમસ્યા ઉકેલવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને લાગતું કે અલગ કૂવાનું અસ્તિત્વ હિંદુ સમાજ માટે કલંકરૂપ છે. તેથી તેમણે બધાને માટે સામાન્ય કૂવાની ઝુંબેશ ઉપાડી. પરિણામે ૧૯૩૭ સુધી માત્ર એક જ કૂવો સાર્વજનિક કૂવા તરીકે જાહેર થયો. તે જાણી ગાંધીજી ભારે દુઃખી થયા. તે પછી તેમણે પ્રવાસ દરમ્યાન રાત્રિરોકાણ ભંગીને ઘેર કરવાની જાહેરાત કરી! તેની લોકમાનસ પર સારી અસર થઈ. તેથી હરિજનો માટે ૪૦ કૂવા ખુલ્લા મૂકાયા. આમ તેમની ‘તરસ્યાને પાણીની ઝુંબેશ કંઈક અંશે સારું પરિણામ લાવી શકી! અસ્પૃશ્યતાને લીધે અંત્યજોનાં બાળકોને સાર્વજનિક શાળાઓમાં દાખલ કરવામાં આવતાં ન હતાં. એ અરસામાં વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડે તેમના રાજ્યમાં અંત્યજ શાળાઓ' શરૂ કરાવી. ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીના અધ્યક્ષપદે ગોધરામાં મળેલી પ્રથમ રાજકીય પરીષદ વખતે ગોધરામાં જ ભંગી બાળકો માટે, મામા સાહેબની નિશ્રામાં શાળા શરૂ કરવામાં આવી, જે ગુજરાતમાં ભંગીઓ માટેની પ્રથમ સ્કૂલ હતી. ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ તરીકે પરીક્ષિતલાલે પણ અંત્યજશાળાઓ, આશ્રમશાળાઓ અને રાત્રિવર્ગો શરૂ કરાવ્યાં. પરિણામે ભાવનગરમાં ત્રણ, રાજકોટમાં બે અને અમદાવાદમાં અંત્યજો માટે એક શાળા શરૂ થઈ, પરંતુ અંત્યજો માટે અલગ શાળાઓ હિંદુ સમાજ માટે કલંકરૂપ છે એમ માનીને પરીક્ષિતલાલની આગેવાની હેઠળ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૩૫ના રોજ હરિજન સેવક સંઘની કારોબારીએ ઠરાવ કર્યો કે “અલગ શાળાઓ બંધ કરી તેમને સાર્વજનિક શાળામાં દાખલ કરવાં.” પરિણામે ૧૯૩૫માં ૮૭ અંત્યજ બાળકો સાર્વજનિક શાળાઓમાં પ્રવેશ મેળવી શક્યાં. અને હરિજનો માટેની ૫૪ અલગ શાળાઓ બંધ કરવામાં આવી! કાકાસાહેબ કાલેલકરે પરીક્ષિતલાલને પત્ર લખીને હરિજનોની કન્યાઓને કેળવણી આપવાની જોગવાઈ કરવા અનુરોધ કર્યો. તે માટે કેટલુંક ભંડોળ આપવાની પોતાની ઇચ્છા દર્શાવી. પરિણામે એપ્રિલ ૧૯૩૩માં અમદાવાદ મુકામે ત્રણ ભંગી બાળાઓની સંખ્યાથી ભંગી બાળાઓના છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. તે પછી તેને “હરિજન કન્યાઆશ્રમમાં બદલવામાં આવ્યું. ધીમે ધીમે “હરિજન કન્યાઆશ્રમ' કાયમી Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy