SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છેવટે તેમની દર્દભરી અપીલથી ભંગીઓ પીગળ્યાં અને નીચે આવ્યાં. સદીઓથી કચડવામાં આવેલા દલિતોની એ મનોદશા જોઈને મામાસાહેબ ભારે દુઃખી થયા અને તરત જ ભંગીઓમાં શિક્ષણ દ્વારા સમજદારી અને પરિવર્તન લાવવા ગોધરામાં જ અંત્યજ શાળા શરૂ કરવા તત્પર થયા. પરિણામે ૧૯૧૯ના જૂનમાં ગોધરામાં પાંજરાપોળની પાછળ મામાસાહેબના અથાગ પરિશ્રમને લીધે ભંગી બાળકો માટે અંત્યજ શાળા શરૂ થઈ શકી. મામાસાહેબના પ્રબળ પુરુષાર્થથી તે શાળા વિસ્તરીને ગાંધી આશ્રમ ગોધરા’માં પરિણમી. તે પછી મામાસાહેબે પોતાનું સમગ્ર જીવન ગાંધી આશ્રમમાં જ રહીને ભંગીઓનાં દલિતોનાં બાળકોને સંસ્કાર સહિતનું શિક્ષણ આપતાં આપતાં અંત્યોદય અને ભંગીકષ્ટમુક્તિનાં કાર્યોમાં સમર્પી દીધું! ગોધરાનો ગાંધી આશ્રમ એટલે મામાસાહેબના તપોબળે નિર્માણ પામેલું ગુરુકુળ! તેમાં પંચમહાલ જિલ્લાનાં અને ગુજરાતનાં અસ્પૃશ્ય બાળકો ગાંધી વિચારધારા પર આધારિત સંસ્કારી શિક્ષણ મેળવતાં. અર્વાચીન યુગના ઋષિ સમા મામાસાહેબના ઋષિકુળનો કાર્યક્રમ પ્રાતઃકાળે પાંચ વાગ્યેથી શરૂ થયો. મામાસાહેબ દૂર દૂર ગામોમાં પગપાળા ફરી ફરીને, દલિત કુટુંબોને સમજાવીને તેમની પાસેથી મેલાઘેલા ‘દલિતકુમારો’ માગી લાવતા. બાળપોથીના વર્ગમાં દાખલ થતા મેલાંઘેલાં દલિત બાળકોનાં મળમૂત્ર સાફ કરવાં, સ્નાન કરાવવું, કપડાં ધોવાં, તેમના આરોગ્યની કાળજી રાખવી વગેરે કષ્ટદાયક કાર્યો મામાસાહેબ જાતે જ મા'ની મમતાથી કરતા અને માધવભાઈ નાગર એ બાળકોને પ્રભુની વેલના પાંગરેલાં પુષ્પો ગણીને તેમને સ્વાદિષ્ટ રસોઈ બનાવી હેતે હેતે જમાડતા! તેથી દલિત બાળકોનો આશ્રમમાં પ્રવેશ મેળવવા ધસારો વધી ગયો, ત્યારે મામાસાહેબે એ બાળકોને સમાવવા માટે ગાંધી આશ્રમનું વિસ્તરણ કરી, ૧૯૪૮માં લુણાવાડામાં ‘પ્રગતિમંદિર’ નામે બીજો આશ્રમ શરૂ કર્યો. તેનું સંચાલન મામાસાહેબની નિશ્રામાં રહીને મામાસાહેબના અંતેવાસીઓ શ્રી છોટુભાઈ ગોહિલ, માધવભાઈ નાગર અને માવજીભાઈ મકવાણા સુપેરે કરતા હતા. ઈ.સ. ૧૯૧૯માં ગોધરામાં અંત્યજ શાળા સ્થાપીને શરૂ કરેલું અંત્યોદય અને ભંગીકષ્ટમુક્તિનું કપરું કાર્ય મામાસાહેબે જીવનના અંતિમ શ્વાસ સુધી હોંશે હોંશે કર્યું. તેથી તેમને તેમના સાથી કાર્યકરો ‘ગાંધીજીના બ્રાહ્મણ ભંગી' તરીકે ઓળખતા. તેમણે સ્થાપેલ ઋષિકુળ સમા ‘ગાંધીઆશ્રમ’ ગોધરામાં જ તેમણે તારીખ ૨૯ જુલાઈ, ૧૯૭૪ના રોજ પોતાની જીવનયાત્રા Jain Education International vato હંમેશને માટે સંકેલી લીધી ત્યારે ગુજરાતભરનાં વિશાળ સંખ્યામાં એકઠા થયેલાં દલિતોએ “હાય હાય હવે અમે અનાથ થઈ ગયાં” એમ કહી ચોધાર આંસુએ રડતાં રડતાં પોતાના પાલક પિતાસમ મામાસાહેબને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. મામાસાહેબના ‘અંત્યોદય સેવા-તપ'ના પ્રતાપે પેદા થયેલા તેમના અનેક દલિત માનસપુત્રો વિશ્વવિદ્યાલયોની ઉચ્ચ ઉપાધિઓ મેળવીને આજે ગુજરાત સહિત ભારતનાં વિભિન્ન રાજ્યોમાં, શિક્ષણ, વહીવટ, સમાજકારણ અને રાજકારણ ક્ષેત્રે ઉચ્ચ દરજ્જાઓ શોભાવતાં શોભાવતાં આ લેખના લેખક જેવા તેમના અનેક વિદ્યાર્થીઓ મામાસાહેબના ચરણોમાં પ્રણામ કરી ગૌરવ અનુભવે છે. ટૂંકમાં ઈ.સ. ૧૯૧૯થી ૧૯૭૪ સુધીના ગાળામાં મામાસાહેબ ફડકેએ કરેલી અંત્યજસેવા, આઝાદીની લડત લડતાં લડતા ૧૯૩૧, ૧૯૩૨ અને ૧૯૪૨ એમ કુલ ત્રણવાર ભોગવેલી જેલયાત્રા, પ્રાચીનકાલીન ઋષિની જેમ તેમણે કરેલું ભારતીય સંસ્કૃતિનું જતન અને આજીવન બ્રહ્મચારી રહીને ભારતીય રાષ્ટ્રને ચરણે ધરેલું સર્વસ્વનું સમર્પણ વગેરે બાબતો ભારતની આઝાદીની લડતમાં તથા અંત્યજ સેવાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ભાવિ પેઢીઓને પ્રેરણા પીરસતી રહેશે. અસ્પૃશ્યતાનિવારણ પ્રવૃત્તિના આધારસ્તંભ શ્રી પરીક્ષિતલાલ મજમુદાર તારીખ ૫ ડિસેમ્બર ૧૯૨૦ના ‘નવજીવન’ અંકમાં ગાંધીજીએ નોંધ્યું કે “મારે મન સ્વરાજ એટલે હરિજનો માટે પણ સ્વતંત્રતા. આપણે વિદેશી ગુલામી સહન કરી રહ્યાં છીએ ત્યારે જ હરિજનોની પરિસ્થિતિ સુધરવી જોઈએ. જો તે નહીં સુધરે તો આઝાદીના નશામાં A તો સુધરી શકશે જ નહીં”. એમ કહીને તેમણે હરિજનોદ્ધાર પ્રવૃત્તિને મોખરાને સ્થાને મૂકી. એ કાર્યક્રમનો અમલ ગુજરાતમાં થાય તે માટે પરીક્ષિતલાલ મજમુદારે પોતાનું સમગ્ર જીવન ગુજરાતમાં હરિજનોદ્વાર પ્રવૃત્તિમાં ખર્ચી નાખ્યું. પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ઈ.સ. ૧૯૦૧માં જંબુસર ગામે થયો હતો. માત્ર ૯ વર્ષની કિશોર વયે પોતાના ગામના હરિજન માટે પોસ્ટકાર્ડ ખરીદી તથા તે લખી આપીને તેમણે હરિજનોદ્વાર પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. કોલેજશિક્ષણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy