SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ ધન્ય ધરા મામાસાહેબ ફડકા મામા સાહેબ ફડકે એટલે ગાંધીયુગના ગુજરાતમાં “અંત્યોદય’ કાર્યક્રમ તથા “ભંગીકષ્ટ મુક્તિ માટે સતત, મથતું પ્રાણવાન નામ! તેમનું મૂળ નામ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે. તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના જાંબુલઆડ ગામે બીજી ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ પિતા લક્ષ્મણ ફડકેને ત્યાં થયેલો. ઇતિહાસપ્રસિદ્ધ બિના છે કે મહારાષ્ટ્ર મહાદેવ ગોવિંદ સનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર તિલક, ધોંડો કેશવ કર્વે, આપા સાહેબ પટવર્ધન, વિનોબા ભાવે, વીર સાવરકર, કાકાસાહેબ કાલેલકર, અરવિંદ ઘોષ, બારીન્દ્ર ઘોષ જેવા ઉત્તમ લેખકો, કવિઓ, સમાજસુધારકો અને રાષ્ટ્રભક્તો ભારત રાષ્ટ્રને ચરણે ધર્યા છે. તેમાં એક ઊજળું નામ એટલે “મામાસાહેબ ફડકે'! વિઠ્ઠલ ફડકેએ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી પિતાજીની અંગ્રેજી ભણાવવાની ઇચ્છાને અવગણીને સાવરકરની મિત્રમેળાની પ્રવૃત્તિઓ તથા ગણપતિઉત્સવ, શિવાજીઉત્સવ જેવી પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં લેતાં વિદ્યાર્થી અવસ્થામાં જ દેશદાઝનાં પીયૂષ પીધાં. પિતાજીએ ફાઇનલ કોર્સની પરીક્ષા આપવા માટેની ફીના ૧૬ રૂપિયા આપ્યા હતા તે લઈને તેઓ, હંમેશને માટે કુટુંબને છોડી દઈને દેશસેવા કાજે નીકળી પડ્યા અને દેશદાઝને ચરિતાર્થ કરવા માટે ગુજરાતમાં ચાંદોદ પાસે, નર્મદાકિનારે ચાલતા “શ્રી ગંગનાથ ભારતીય સર્વવિદ્યાલયમાં દાખલ થયા અને ત્યારથી જ તેમણે હંમેશને માટે ગુજરાતને કર્મભૂમિ બનાવી! અરવિંદ ઘોષના નાના ભાઈ બારીન્દ્ર ઘોષે, યુવાનોમાં રાજદ્વારી અને ધાર્મિક જુસ્સો કેળવી દેશદાઝના પાઠ ભણાવવા માટે એ વિદ્યાલય શરૂ કરેલું, પરંતુ રાજકીય ડખલને કારણે ટૂંક સમયમાં જ તેને વડોદરા ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં ખસેડવામાં આવ્યું. વિઠ્ઠલ ફડકેના રોમરોમમાં વણાઈ ગયેલા દેશદાઝના વિચારોને પારખીને તેમને એ વિદ્યાલયમાં શિક્ષકનું કામ સોંપવામાં આવ્યું. મહારાષ્ટ્રના શિક્ષકોને કૌટુંબિક નામો આપવાની રસમ પ્રમાણે તેમને “મામાસાહેબ' અને કાલેલકરને કાકાસાહેબ'ના હુલામણાં નામોથી નવાજવામાં આવ્યા. ત્યારથી વિઠ્ઠલ ફડકે “મામા સાહેબ ફડકે'ના હુલામણા નામથી પ્રસિદ્ધ છે. તેથી આ લેખમાં હવે પછી તેમને “મામા સાહેબ ફડકે'ના નામે ઉલ્લેખીશું. ગંગનાથ વિદ્યાલયની પ્રવૃત્તિઓ પર અંગ્રેજ સરકારની કડક નજર રહેતી હોવાથી થોડા જ સમયમાં તે બંધ કરવું પડ્યું. એ અરસામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરામાં અંત્યજ બાળકો માટે શાળા ચલાવતા હતા, પરંતુ બાળકોને ભણાવવા માટે માત્ર મુસ્લિમ કે અંત્યજ શિક્ષકો જ મળતા. તેને સમયે હિંદુ સમાજની અજ્ઞાનસભર લાગણીને અવગણીને ચિત્તપાવન બ્રાહ્મણકુળમાં જન્મેલા મામા સાહેબ માત્ર ૧૦ રૂપિયાના પગારથી એ અંત્યજ શાળામાં શિક્ષક બન્યા! ત્યારથી માંડીને તેઓ જીવનભર “અંત્યોદય’ માટે ઝઝૂમતા રહ્યા હતા. ( ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી હિંદમાં આવીને અમદાવાદમાં કોચરબ મુકામે કોચરબ આશ્રમ” શરૂ કર્યો. મામાસાહેબ તેમને દક્ષિણ આફ્રિકાના કર્મવીર' તરીકે ઓળખતા. તેમની સાથે કામ કરવાનો મેળ મળશે એમ માનીને તેઓ તા. ૨૮-૬-૧૯૧૫ના રોજ કોચરબ આશ્રમે ગાંધીજીના સાનિધ્યમાં પહોંચી ગયા. ત્યારથી તેઓ ગાંધીજીના અંતેવાસી તરીકે જાણીતા થયા. પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની મણિલાલ મહેતા અને વામનરાવ મુકાદમના પ્રયાસોથી ઈ.સ. ૧૯૧૭માં ગોધરા મુકામે ગાંધીજીની નિશ્રામાં પ્રથમ રાજકીય પરિષદ મળી. તેમાં આચાર્ય કૃપલાની, બાળ ગંગાધર તિલક, ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, શારદાબહેન મહેતા, વિઠ્ઠલભાઈ પટેલ, ગાંધીજી વગેરે અગ્રણી નેતાઓએ હાજરી આપી. એ પરિષદમાં અસ્પૃશ્યતાનિવારણ” અંગે ઠરાવ થયો. મામાસાહેબને અસ્પૃશ્યતાનિવારણ અંગે માત્ર ઠરાવ થયો તેથી ભારે અસંતોષ હતો. અસ્પૃશ્યતા નિવારણ અંગે નક્કર પગલાં લેવાના તેઓ આગ્રહી હતા. તેથી તરત જ ગોધરાના ભંગીવાસમાં સભા ભરવાનું નક્કી થયું. ગુજરાતમાં ભંગીવાસમાં ઉજળિયાતોની ભરાનાર એ પ્રથમ સભા હતી. ભંગીભાઈઓએ રાજી થઈને ગાંધીજી સહિતના નેતાઓનું સ્વાગત કરવા ઘર-આંગણાં શણગાર્યા, પરંતુ સમાજનો ભંગીવાસમાં આવે તે પૂર્વે “ઉજળિયાતો ભલે આપણે આંગણે આવે પરંતુ આપણાથી તેમને અડકાય નહીં” એમ વિચારીને ભંગી પરિવારો પોતપોતાના ઘરને છાપરે ચઢી ગયા! સભાને સ્થળે સૌ પ્રથમ ઠક્કરબાપા પહોંચી ગયા. ભંગીઓને છાપરે ચઢેલા જોઈને તેમના પેટમાં તેલ રેડાયું! Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy