SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ ગુણવંતભાઈની આગવી છટા છે અને તેથી સ્તો એમનાં લખાણોમાં સઘળી રજૂઆત મૌલિક બની રહે છે. જે કહેવું છે તે નિર્ભિકતાથી કહે છે પણ નિર્દેશ રીતે કહે છે અને બીજા શું વિચારશે એવા ડરથી તેઓ મુક્ત રહે છે. એમની વાક્છટા સોંસરવી નીકળે છે. લખાણમાં તેઓ સંસ્કૃત પ્રયોગો કરે છે તેમ લોકરૂઢ શબ્દો પણ પ્રયોજે છે. એમનાં લખાણનું ધ્રુવસૂત્ર છે નિર્ભીકતા અને રજૂઆતનું ધ્યેય છે પારદર્શકતા. એમનું વર્ણનકૌશલ્ય અદ્ભુત છે અને તેથી વાચકને વિચારોથી તરબોળ કરી દે છે. ટૂંકમાં એમનાં લખાણમાં એક સાચા શિક્ષકનું હૂબહૂ પ્રતિબિંબ નજરે પડે છે. એનું ગદ્ય ઘણી જગ્યાએ પદ્યસમ ભાસે છે તેમ તેની સરળતા પણ અદેખાઈરૂપ જણાય છે. કોઈ પણ વિષયને પારદર્શક રીતે સમજ્યા પછી જ કલમને રવાડે ચઢાવે છે. સત્યકથનને નિખાલસતાથી રજૂ કરે છે. વ્યક્તિચરિતનાં ચિત્રણ ભાવપૂર્ણ બની રહે છે, જેમાં ભભકાદાર રંગોની છાંટ જોવા મળતી નથી. કલાકાર રેખા માત્રથી ચિત્રને ઉપસાવે તેમ ગુણવંતભાઈ વ્યક્તિચરિત કેવળ યોગ્ય રેખાઓથી આલેખે છે. ગુણવંતભાઈ જન્મે પાટીદાર, વ્યવહારે વણિક, વ્યવસાયે બ્રાહ્મણ, લખાણે ક્ષત્રિય, જીવનદર્શનમાં સમભાવી, સંબંધોમાં સૌજન્યશીલ, સ્વભાવે બુદ્ઘમાર્ગી, સામાજિક ક્ષેત્રે પ્રતિબોધી, વિચારે દરિયાવદિલ પણ રજૂઆત ગાંધીલક્ષી–આ બધું છતાંય ક્યાંય દુર્વાસાપણું ડોકાય નહીં એવા ગુણવંતભાઈએ નર્મદની જેમ જીવનને કલમને ખોળે મૂક્યું છે, કહો કે કલમ કર્મશીલ છે. શિક્ષક તરીકેની કારકિર્દી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયથી શરૂ કરી (૧૯૬૧થી ૧૯૭૨). અમેરિકાની મિશિગન વિશ્વવિદ્યાલયમાં (૧૯૬૭-૬૮) અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં (૧૯૮૫) ઐતિથિ અધ્યાપક તરીકે કાર્યરત. ચેન્નાઈમાં ટેકનિકલ ટીચર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ વિભાગના વડા અને પ્રાધ્યાપક (૧૯૭૨-૭૩) વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ વિભાગના વડા અને પ્રાધ્યાપક (૧૯૭૪થી ૧૯૮૭). ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેશન ફોર વર્લ્ડ પીસના ચાન્સેલર (૧૯૭૪થી ૧૯૯૦). ઇન્ડિયન એસોસિએશન ફોર એજ્યુકેશનલ ટેક્નોલોજીના પ્રમુખ (૧૯૮૧ થી ૧૯૮૪). પેરિસ સ્થિત યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ તરીકે (૧૯૭૪). પૂર્વ જર્મનીમાં યોજાયેલી યુનોસ્કોની કૉન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિ (૧૯૭૯). વિવિધ વિષયો વિશે વિવિધ દેશોમાં પ્રવચનો આપ્યાં છે, આપે છે. Jain Education International ધન્ય ધરા ૧૯૯૭માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી વિભૂષિત. એ જ વર્ષે ગુજરાતીમાં ઉદ્દીપ્ત ભાવનાવાળા નિબંધ સારુ નર્મદ સુવર્ણચંદ્રક. સ્વામી સચ્ચિદાનંદ સન્માન એમને મળ્યું, ૨૦૦૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે. ૧૯૫૪થી ૧૯૫૮ દરમ્યાન આચાર્ય વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞમાં સક્રિય. યુવાનો વાસ્તુના પંચશીલ આંદોલનના સ્થાપક અને ૧૯૮૭થી ૧૯૯૭ સુધીમાં ઘણી પદયાત્રાનાં આયોજન કર્યાં. ગોરજ અને બિલિમોરામાં લગભગ અઢી દાયકા સુધી પુસ્તકપ્રેમીઓ માટે વિચારશિબિરો યોજી. બુદ્ધ, મહાવીર, ગાંધીજી, સરદાર પટેલ, શ્રી અરવિંદ જેવા મહાનુભાવો વિશે પુસ્તકો લખ્યાં છે. ભગવદ્ગીતા, ઉપનિષદ અને રામાયણ ઉપર અર્થઘટિત લખાણો પ્રદત્ત કર્યાં છે. ભગવદ્ગીતા ઉપરનું લખાણ અંગ્રેજી, હિન્દી અને તમિળમાં પ્રગટ થયાં છે. વર્તમાને મુક્ત લેખક તરીકે સંદેશ, અભિયાન, દિવ્ય ભાસ્કર, ગુજરાત જેવાં દૈનિક સામયિકમાં નિયમિત રીતે લખે છે. આમ ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિળ અને અંગ્રેજીમાં સંખ્યાબંધ ગ્રંથના લેખક તરીકે ગુણવંતભાઈ એક રીતે વિચારતત્ત્વના સ્વામી છે. ૫૦ની વયે ૧૯૮૭માં બધી રીતે ઉપાદેયી કામગીરી છોડનાર દુર્લભ વ્યક્તિ એટલે ગુણવંતભાઈ. એમનો જન્મ ૧૨-૩-૧૯૩૭ રાંદેરમાં. સામાન્યતઃ ગુણવંતભાઈને કેવળ સાહિત્યકાર તરીકે મૂલવે છે, પણ બુનિયાદી રીતે તેઓ પ્રબુદ્ધ વિચારક છે અને તેથી વિચારકને કોઈ એક ખાનામાં ખતવી શકાય નહીં. વળી ગુણવંત શાહ ખાદીધારી છે એટલું જ નહીં પણ ગાંધીવિચારના વરેણ્ય પ્રચારક છે અને લેખકેય પણ. વ્યક્તિ-વિચાર-ચિંતન સંદર્ભે એમણે એક કોડી પુસ્તક આપણને સંપડાવી આપ્યા છે અને જેમાં ગાંધી વિચાર બુનિયાદી રીતે અવલોકવા મળે છે. ‘ગાંધી નવી પેઢીની નજરે', ‘ઈશ્વર અલ્લા તેરે નામ’, ‘સબકો સન્મતિ દે ભગવાન’, ‘ગાંધીની ઘડિયાળ', ‘કબીરા ખડા બાજારમેં' અને ‘ગાંધીનાં ચશ્માં' જેવા ગ્રંથ ગાંધીત્વની બુનિયાદને સુપેરે આપણી સમક્ષ રજૂ કરે છે. એમનું છેલ્લું પુસ્તક છે ‘ગુફ્તગૂ’ (જુલાઈ ૨૦૦૭) પણ ન્યારું છે અને નિરાળુંય ખરું જ. આ પ્રકારનું ગુર્જરભાષામાં પહેલ પ્રથમ પુસ્તક છે. સૌરાષ્ટ્રથી સાઉથ અરેબિયા સુધી અને અમદાવાદથી એટલાન્ટા સુધીના ભૂખંડમાં વસાહતી થયેલા ગુજરાતી નાગરિકોએ પૂછેલા પેટછૂટા પ્રશ્નોના ગુણવંત શાહે આપેલા દિલ છૂટા જવાબો આ ગ્રંથમાં વાંચવા મળશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy